announced/ GPSC પરીક્ષાની નવી તારીખ જાહેર, 2 થી 6 ફેબ્રુઆરી આયોજન

દેશભરમાંથી લાખો પરીક્ષાર્થીઓ દર વર્ષે UPSCઅને GPSCની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હોય છે. તેમજ હજારો યુવાનો તેના દ્વારા સરકારી નોકરીમાં સારા પદો પર દાવેદારી નોંધાવતા હોય છે.

Top Stories Gujarat
a

દેશભરમાંથી લાખો પરીક્ષાર્થીઓ દર વર્ષે UPSCઅને GPSCની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હોય છે. તેમજ હજારો યુવાનો તેના દ્વારા સરકારી નોકરીમાં સારા પદો પર દાવેદારી નોંધાવતા હોય છે. ત્યારે GPSC પરીક્ષાની નવી તારીખ જાહેર કરાઇ છે. આ પરીક્ષાઓ 2થી 26 ફેબ્રુઆરીએ પરીક્ષા યોજાશે. મહત્વનું છે કે, નવેમ્બર 2020માં પરીક્ષા મુલતવી રાખવામાં આવી હતી.

a
1આ વર્ષે નવેમ્બર 2020માં યોજાનારી GPSCની પરીક્ષાઓ કોરોનાની વકરતી પરિસ્થિતિના કારણે મોકૂફ રખાઇ હતી. આ અગાઉ 22, 24, 26, 28 અને 29 નવેમ્બરે પરીક્ષા યોજાવાની હતી. મેડિકલ પ્રોફેસર માટે લેવાનારી પરીક્ષા મોકુફ રખાઈ હતી.જેના કારણે ઘણા બધા પરીક્ષાના ઉમેદવારો નિરાશ થયા હતા પરંતુ નવી તારીખ માટે તેઓ કાગડોળે રાહ જોઇ રહ્યા હતા.
2
2

ઉલ્લેખનીય છે કે કોરોનાની પરિસ્થિતિને લઈ GPSC દ્વારા નવેમ્બર મહિનામાં યોજાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે હવે કોરોનાનું સંક્રમણ ઘટતા GPSC દ્વારા પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે. GPSCએ 2થી 26 ફેબ્રુઆરીએ પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. ત્યારે તેના ટાઈમ ટેબલ વિશે જાણીએ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…