Not Set/ જાણો ન્યૂઝીલેન્ડ ક્રિકેટે શું કહીને રદ્દ કર્યો પાકિસ્તાન પ્રવાસ …

ન્યુઝીલેન્ડ ક્રિકેટે 15 વર્ષ બાદ પાકિસ્તાન પ્રવાસ સુરક્ષાના કારણો ને લઈને રદ્દ કરી દીધો છે. ન્યૂઝીલેન્ડની ટિમ પાકિસ્તાન વિરુદ્ધ ઓક્ટોબરમાં ટેસ્ટ, વનડે અને ટી-20 સિરીઝ સંયુક્ત આરબ અમિરાતમાં રમશે. પાકિસ્તાને એમને પૂછ્યું હતું કે શું આ સિરીઝ પાકિસ્તાનમાં રમાઈ શકે છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટના અધ્યક્ષ ગ્રેગ બાર્કલે કહ્યું અમે એવું નક્કી કર્યું છે કે આ સમયે હાલત પ્રવાસ […]

Top Stories World Sports
b8ff101f2e3620b4c1fcd3619c3b510c જાણો ન્યૂઝીલેન્ડ ક્રિકેટે શું કહીને રદ્દ કર્યો પાકિસ્તાન પ્રવાસ ...

ન્યુઝીલેન્ડ ક્રિકેટે 15 વર્ષ બાદ પાકિસ્તાન પ્રવાસ સુરક્ષાના કારણો ને લઈને રદ્દ કરી દીધો છે. ન્યૂઝીલેન્ડની ટિમ પાકિસ્તાન વિરુદ્ધ ઓક્ટોબરમાં ટેસ્ટ, વનડે અને ટી-20 સિરીઝ સંયુક્ત આરબ અમિરાતમાં રમશે. પાકિસ્તાને એમને પૂછ્યું હતું કે શું આ સિરીઝ પાકિસ્તાનમાં રમાઈ શકે છે.

ન્યુઝીલેન્ડ ક્રિકેટના અધ્યક્ષ ગ્રેગ બાર્કલે કહ્યું અમે એવું નક્કી કર્યું છે કે આ સમયે હાલત પ્રવાસ માટે અનુકૂળ નથી.

Pakistan1 2 e1533115550237 જાણો ન્યૂઝીલેન્ડ ક્રિકેટે શું કહીને રદ્દ કર્યો પાકિસ્તાન પ્રવાસ ...

એમણે કહ્યું કે અમારે સુરક્ષા સલાહ પર અમલ કરવો પડે છે. અને એ સુરક્ષા રિપોર્ટ માનવો પડે છે, જે અમને મળ્યો છે.

બાર્કલે કહ્યું કે આમાં કોઈ શંકા નથી કે પાકિસ્તાન નિરાશ છે. ન્યુઝીલેન્ડ જેવી ટીમના પ્રવાસ દરમિયાન દેશમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં પુનરાગમ માટે એક મોટું પગલું હોય છે. પરંતુ એ લોકો સારા છે. મને લાગે છે કે તેઓ અમારા ફેંસલાનો ખુલ્લા મનથી સ્વીકાર કરશે.

891be42b6622be009deddec352679dab e1533115600428 જાણો ન્યૂઝીલેન્ડ ક્રિકેટે શું કહીને રદ્દ કર્યો પાકિસ્તાન પ્રવાસ ...

શ્રીલંકાની ટિમ પર પાકિસ્તાનમાં 2009માં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાનમાં ઘણી ટીમો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી નહતી. મે 2015માં ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. પરંતુ આ સિરીઝ દરમિયાન પણ ગદ્દાફી સ્ટેડિયમમાં એક બ્લાસ્ટ થયો હતો.

પાકિસ્તાને ક્રિકેટમાં પુનરાગમનની ફરી કોશિશ કરી અને ફાફ ડુપ્લેસીસના નેતૃત્વમાં વર્લ્ડ ઈલેવને પાકિસ્તાન પ્રવાસ કર્યો હતો. આ વર્ષે એપ્રિલમાં વેસ્ટઇન્ડિઝ ટિમ પણ પાકિસ્તાન પ્રવાસે ત્રણ ટી-20 મેચોની સિરીઝ રમવા આવી હતી.