Not Set/ ચાર વર્ષ બાદ, ધોની ફરીથી ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમશે

આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની એક દરખાસ્ત મુજબ આગામી સિઝનમાં પરત ફરવા માટે તૈયાર ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સને છેલ્લા બે વર્ષમાં રાઇઝીંગ પૂણે સુપરજાયન્ટ્સ અને ગુજરાત લાયન્સના ખેલાડીઓને રીટેઇન કરવા માટે મંજૂરી આપી છે. જો ફ્રેન્ચાઇઝી આગામી મહિને વર્કશોપમાં કામ કરવા તૈયાર હોય તો તે ચેન્નઈ સુપરકિંગ્સમાં મહેન્દ્રસિંહ ધોનીનું પુનરાગમન થઈ શકે છે. આઇપીએલ ગવર્નિંગ […]

Sports
news24.05 ચાર વર્ષ બાદ, ધોની ફરીથી ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમશે

આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની એક દરખાસ્ત મુજબ આગામી સિઝનમાં પરત ફરવા માટે તૈયાર ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સને છેલ્લા બે વર્ષમાં રાઇઝીંગ પૂણે સુપરજાયન્ટ્સ અને ગુજરાત લાયન્સના ખેલાડીઓને રીટેઇન કરવા માટે મંજૂરી આપી છે. જો ફ્રેન્ચાઇઝી આગામી મહિને વર્કશોપમાં કામ કરવા તૈયાર હોય તો તે ચેન્નઈ સુપરકિંગ્સમાં મહેન્દ્રસિંહ ધોનીનું પુનરાગમન થઈ શકે છે. આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલના સભ્યે કહ્યું હતું કે અમે ઓછામાં ઓછા ત્રણ ખેલાડીઓ – એક ભારતીય અને બે વિદેશી ખેલાડીઓને રીટેઇન કરવાનો પ્રસ્તાવ રાખવાના છીએ.

અધિકારીએ જણાવ્યું હતું કે, “છેલ્લાં બે વર્ષથી પુણે અને ગુજરાત તરફથી રમી રહેલા ખેલાડીઓને ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ દ્વારા રીટેઇન કરી શકાય છે. અમે આગામી મહિને વર્કશોપ દરમિયાન ટીમના માલિકોની સામે આ દરખાસ્ત રાખીશું. જો આ દરખાસ્ત સ્વીકારવામાં આવે તો તેનો અર્થ એવો થાય છે કે છેલ્લા બે સીઝનમાં પૂણે સુપરજાયન્ટ્સ માટે રમનાર ધોનીને સીએસકે દ્વારા રીટેઇન રાખવામાં આવશે. ગુજરાત લાયન્સની વતી રમનારા સુરેશ રૈના અને રવીન્દ્ર જાડેજા માટે પણ આ જ વાત લાગુ પડે છે.