Not Set/ એશિયા કપ : આજે ભારત-અફઘાનિસ્તાન વચ્ચે જામશે જંગ, ટીમ ઇન્ડિયા જીતનો પંજો લગાવવા આતુર

દુબઈ, યુએઈમાં રમાઈ રહેલા એશિયા કપમાં અત્યારસુધીમાં રમાયેલી ચાર મેચોમાં શાનદાર જીત મેળવી ટીમ ઇન્ડિયા અજેય રહી છે, ત્યારે હવે મંગળવારે ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે ટકરાશે. ભારતીય સમય અનુસાર, આ મેચ સાંજે ૫ વાગ્યે શરુ થશે. અફઘાનિસ્તાન સામે વિજય મેળવી જીતનો પંજો લગાવશે ભારત એશિયા કપમાં ભારતીય ટીમના પરફોર્મન્સની વાત કરવામાં આવે તો, અત્યારસુધીમાં રમાયેલી […]

Trending Sports
AfghanistanvsIndia એશિયા કપ : આજે ભારત-અફઘાનિસ્તાન વચ્ચે જામશે જંગ, ટીમ ઇન્ડિયા જીતનો પંજો લગાવવા આતુર

દુબઈ,

યુએઈમાં રમાઈ રહેલા એશિયા કપમાં અત્યારસુધીમાં રમાયેલી ચાર મેચોમાં શાનદાર જીત મેળવી ટીમ ઇન્ડિયા અજેય રહી છે, ત્યારે હવે મંગળવારે ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે ટકરાશે. ભારતીય સમય અનુસાર, આ મેચ સાંજે ૫ વાગ્યે શરુ થશે.

અફઘાનિસ્તાન સામે વિજય મેળવી જીતનો પંજો લગાવશે ભારત

એશિયા કપમાં ભારતીય ટીમના પરફોર્મન્સની વાત કરવામાં આવે તો, અત્યારસુધીમાં રમાયેલી ચાર મેચમાં જીત મેળવી ટુર્નામેન્ટની ફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે, ત્યારે અફઘાનિસ્તાન સામેની મેચમાં પણ વિજય મેળવી જીતનો પંજો લગાવવાનો પ્રયાસ કરશે.

અફઘાનિસ્તાન છે ઉલટફેર કરવામાં માહિર

687631 india vs afghanistan એશિયા કપ : આજે ભારત-અફઘાનિસ્તાન વચ્ચે જામશે જંગ, ટીમ ઇન્ડિયા જીતનો પંજો લગાવવા આતુર
sports-asia-cup-today-team-india-play-afghanistan

બીજી બાજુ, જોવામાં આવે તો, અફઘાનિસ્તાનની ટીમે અત્યારસુધીમાં એશિયા કપમાં ઘણા મોટા ઉલટફેર કર્યા છે. અફઘાનિસ્તાને આ ટુર્નામેન્ટમાં પાંચવારની એશિયા કપ ચેમ્પિયન ટીમ શ્રીલંકા તેમજ બાંગ્લાદેશને હરાવી ચુક્યું છે.

અફઘાનિસ્તાનની ટીમમાં સ્ટાર સ્પિન બોલર રાશિદ ખાન અને મુજિબ ઉર રહેમાન છે, કે જેઓ હાલ પોતાના શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે, ત્યારે આ મેચમાં ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન અને અફઘાનના સ્પિન અટેક સામે જોરદાર જંગ જોવા મળશે.

એશિયા કપમાં પહેલેથી જ ફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કરી ચુકેલી ભારતીય ટીમ આ મેચ જીતીને પોતાનો વિજયરથ ચાલુ રાખવાનો પ્રયાસ કરશે, જયારે બીજી બાજુ અફઘાનિસ્તાનની ટીમ આ ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગઈ છે, ત્યારે તેઓ ભારત સામેની મેચમાં વિજય મેળવી કરવાનો પોતાનો અંત જીત કરવા મેદાને ઉતરશે.