Not Set/ જાણો, શું છે આ “નિકાહ હલાલા” પ્રથા, જેને રોકવા માટે થઇ રહ્યા છે પ્રયાસો

નવી દિલ્હી, કેન્દ્ર સરકાર દ્વારા મુસ્લિમ સમુદાયની મહિલાઓને રાહત આપતા ટ્રિપલ તલાકની પ્રથાને અબંધારણીય ગણાવતા આ પ્રથા નાબૂદ કરી હતી, ત્યારે હવે નિકાહ હલાલાની પ્રથા રોકવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પ્રથાને રોકવા માટે પ્રથમ તબક્કે કેન્દ્ર સરકાર દ્વારા કોર્ટનો સહારો લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કાયદા મંત્રાલયના એક વરિષ્ટ અધિકારીએ જણાવ્યુ હતું કે, […]

India Trending
664950 muslim women જાણો, શું છે આ "નિકાહ હલાલા" પ્રથા, જેને રોકવા માટે થઇ રહ્યા છે પ્રયાસો

નવી દિલ્હી,

કેન્દ્ર સરકાર દ્વારા મુસ્લિમ સમુદાયની મહિલાઓને રાહત આપતા ટ્રિપલ તલાકની પ્રથાને અબંધારણીય ગણાવતા આ પ્રથા નાબૂદ કરી હતી, ત્યારે હવે નિકાહ હલાલાની પ્રથા રોકવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પ્રથાને રોકવા માટે પ્રથમ તબક્કે કેન્દ્ર સરકાર દ્વારા કોર્ટનો સહારો લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કાયદા મંત્રાલયના એક વરિષ્ટ અધિકારીએ જણાવ્યુ હતું કે, “સરકાર સુપ્રીમ કોર્ટમાં નિકાહ હલાલા પ્રથાનો વિરોધ કરશે તેમજ કોર્ટને આ પ્રથાની કાયદાકીય મંજુરી અંગે તપાસ કરશે”.

જાણો, કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રથા નાબૂદ કરવા જઈ રહી તે નિકાહ હલાલા શું છે ?

નિકાહ હલાલા એ મુસ્લિમ સમુદાયમાં એક એવી પ્રથા છે જેમાં કોઈ મુસ્લિમ પતિ પોતાની પત્નીને તલાક આપે છે ત્યારે તેને પોતાની પત્ની સાથે બીજીવાર લગ્ન (નિકાહ) કરવા માટે અથવા તો આ જ પત્ની પોતાના પિત સાથે બીજીવાર લગ્ન કરવા માંગે છે ત્યારે આ મહિલાને હલાલા કરવું પડશે.

લાલા કરવા માટે પત્નીને સૌપ્રથમ પત્નીએ અન્ય કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરવા પડશે અને સાથે સાથે તે વ્યક્તિ સાથે આ મહિલાને શારીરિક સંબંધો પણ બાંધવા પડશે. જો કે ત્યારબાદ આ વ્યક્તિ આ મહિલાને તલાક આપે છે ત્યારબાદ જ તે પોતાના પહેલાના પતિ સાથે નિકાહ કરી શકે છે.

હલાલા બાદ જ તેઓ પોતાના પહેલાના પતિ સાથે બીજીવાર નિકાહ કરવા માટે યોગ્ય માનવામાં આવશે. આ હલાલા થવાની પૂરી પ્રક્રિયાને “હુલ્લા” કહેવાય છે.