Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Tech News/ 60 વર્ષ બાદ નવા લોગો સાથે માર્કેટમાં આવ્યું નોકિયા, કેમ કર્યો ફેરફાર?

ફિનલેન્ડની સ્માર્ટફોન નિર્માતા નોકિયાએ નવા લોગો સાથે તેની બ્રાન્ડ ઓળખ બદલવાની યોજના બનાવી છે. હવે કંપનીના બ્લુ લોગોની જગ્યાએ તમને નવો રંગીન લોગો જોવા મળશે. કંપનીએ મોબાઈલ…

February 27, 2023Rahul Rathod
Trending Tech & Auto
Nokia New Logo 2023

Nokia New Logo 2023: ફિનલેન્ડની સ્માર્ટફોન નિર્માતા નોકિયાએ નવા લોગો સાથે તેની બ્રાન્ડ ઓળખ બદલવાની યોજના બનાવી છે. હવે કંપનીના બ્લુ લોગોની જગ્યાએ તમને નવો રંગીન લોગો જોવા મળશે. કંપનીએ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2023 દરમિયાન આ લોગોની જાહેરાત કરી છે. કંપનીએ 60 વર્ષ બાદ પોતાનો લોગો બદલ્યો છે. આ પહેલા પણ ઘણી વખત તેમાં નાના-મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, પરંતુ પ્રથમ વખત તેને સંપૂર્ણ રીતે બદલવામાં આવ્યો છે. માર્કેટમાં તેને મોબાઈલ કંપનીના કમબેકની તૈયારી તરીકે જોવામાં આવી રહી છે.

નવા લોગોમાં પાંચ અલગ-અલગ કદનો સમાવેશ થાય છે જે NOKIA શબ્દ બનાવે છે. રિપોર્ટ અનુસાર, કંપની પોતાનો લોગો બદલવાની તૈયારી કરી રહી છે સાથે જ મોબાઈલ બિઝનેસ સિવાય અન્ય નેટવર્ક બિઝનેસ પર પણ ફોકસ કરી રહી છે. નોંધપાત્ર વાત એ છે કે, સ્માર્ટફોન સિવાય નોકિયા 5G સાધનો બનાવવાનું પણ કામ કરે છે. જો આપણે નોકિયા મોબાઈલ બ્રાન્ડની વાત કરીએ તો HMD ગ્લોબલ પાસે મોબાઈલ ફોન બનાવવાનું લાઇસન્સ છે. નોકિયાનો લોગો બદલાયા પછી પણ HMD ગ્લોબલ જૂના ક્લાસિક લોગો સાથે ફોન વેચશે. 2014માં નોકિયાના મોબાઇલ બિઝનેસને ખરીદનાર માઇક્રોસોફ્ટે નામનો ઉપયોગ કરવાનું બંધ કર્યા પછી HMDને લાઇસન્સ મળ્યું.

કંપનીનો બિઝનેસ બદલાઈ ગયો

નવા લોગો વિશે જણાવતા કંપનીના CEO પેક્કા લંડમાર્કે બાર્સેલોનામાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ (MWC)ના એક દિવસ પહેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે સ્માર્ટફોન સાથે કંપનીના જોડાણને દર્શાવે છે, પરંતુ આજે કંપનીનો વ્યવસાય બદલાઈ ગયો છે અને ટેક્નોલોજી ક્ષેત્ર બદલાઈ ગયું છે. ઘણા લોકો પાસે નોકિયાની ઈમેજ અત્યારે એક સફળ મોબાઈલ બ્રાન્ડ તરીકે છે, પરંતુ નોકિયા એવું નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નેટવર્ક અને ઔદ્યોગિક ડિજિટાઈઝેશન પર ધ્યાન કેન્દ્રિત કરતી નવી બ્રાન્ડ, જે લેગસી મોબાઈલ ફોનથી સંપૂર્ણપણે અલગ છે. લંડમાર્કે કહ્યું કે સિગ્નલ એકદમ સ્પષ્ટ છે. અમે ફક્ત એવા વ્યવસાયમાં રહેવા માંગીએ છીએ જ્યાં અમે વૈશ્વિક નેતૃત્વ જોઈ શકીએ.

નોકિયાએ હાલમાં જ ફોન લોન્ચ કર્યો

નોકિયાએ હાલમાં જ Nokia G22 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, આ મોબાઈલ ફોનની ખાસ વાત એ છે કે તેનું બેક કવર 100% રિસાઈકલ પ્લાસ્ટિકથી બનેલું છે. તેની બેટરી, ડિસ્પ્લે, ચાર્જિંગ પોર્ટ બધું જ ગ્રાહક ઘરે બેઠા જ ઠીક કરી શકે છે. આ માટે કંપની તમને મોબાઈલ ફોનની સાથે iFixit કિટ પણ ફ્રીમાં આપી રહી છે. આની મદદથી તમે સ્માર્ટફોનના કોઈપણ ભાગને સરળતાથી બદલી શકો છો.

આ પણ વાંચો: Ravindra Jadeja Records/ જાડેજા ઇતિહાસ રચવાની તૈયારીમાં, કપિલદેવની હરોળમાં બિરાજશે

આ પણ વાંચો: Excise Policy Case/ મનીષ સિસોદિયાની વધી મુશ્કેલીઓ, કોર્ટે પાંચ દિવસના CBI રિમાન્ડ પર મોકલ્યા

Post navigation

જામનગર: મંદિરોમાં થઈ રહી છે લૂંટ, તસ્કરોએ કરી આટલા લાખની ચોરી
શું તમે જાણો છો સેક્સ દરમિયાન છોકરીઓ કેમ રડે છે?

More Posts

Asian Games 2026: Indian Women's Kabaddi Teamએ જીત્યો ગોલ્ડ

sports news/ ભારતીય મહિલા કબડ્ડી ટીમે રચ્યો ઇતિહાસ, ઈરાનને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો

September 26, 2026Vidhi Rajput

Not Set/ 9 / 11 : જાણો, ૧૭ વર્ષ પહેલાં થયેલા દુનિયાના સૌથી મોટા આતંકવાદી હુમલોની જાણી-અજાણી વાતો

September 11, 2018Harshid Patel
Petrol Diesel

Business News/ મોંઘવારીનો ત્રિપલ માર, કોમર્શિયલ સિલિન્ડર ,ATF પછી, પ્રીમિયમ પેટ્રોલ, ડીઝલ પણ મોંઘા થયા 

April 1, 2026April 1, 2026Panara Mansi

Not Set/ ફિફા વર્લ્ડકપ : રોજો અને મેસ્સીના શાનદાર ગોલ સાથે જ આર્જેન્ટીનાએ અંતિમ-૧૬માં કર્યો પ્રવેશ

June 27, 2018June 27, 2018Harshid Patel

travelling/ આ દેશમાં પ્રવાસ કરતા રહેજો સચેત, દુનિયાના આ દેશોના કડક નિયમો તમારી મુસાફરીનો આનંદ બગાડશે

September 7, 2024September 7, 2024Heena Dave

Not Set/ DDLJએ એક જ થિયેટરમાં 1200 અઠવાડિયા પુરા કર્યા,જાણો શું કહ્યું શાહરૂખ-કાજોલે..

October 24, 2018October 26, 2018Maya Sindhav
Delhi-NCR's air has turned chilly once again

Delhi News/ દિલ્હી-NCRની હવા ફરી એકવાર લોકોના શ્વાસ માટે મુશ્કેલીનું કારણ બની

November 15, 2025Reena Mamnani

Not Set/ Propose Day પર શિલ્પા શેટ્ટીએ જણાવ્યું કે કંઈ રીતે રાજ કુંદ્રા એ કર્યું હતું પ્રપોઝ

February 8, 2019Maya Sindhav
Jallianwala Bagh Memorial Day, આઝાદી, અંગ્રેજો, જનરલ ડાયર, પંજાબ

Today Special/ અંગ્રેજોનો અમાનુષી હત્યાકાંડ…હજુયે નિશાન છે મોજૂદ….આજે 13 એપ્રિલ…’જલિયાંવાલા બાગ મેમોરિયલ ડે’!

April 13, 2026April 13, 2026Sangita Purohit Jani

india news/ ફ્રાન્સ પાસેથી રાફેલ ખરીદ્યા પછી પણ, ભારત એવી “કિલ ચેઇન” બનાવી શકશે નહીં જે દુશ્મનને હરાવી શકે છે!

September 18, 2025Pansara Shruti
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy