Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Tech News/ 60 વર્ષ બાદ નવા લોગો સાથે માર્કેટમાં આવ્યું નોકિયા, કેમ કર્યો ફેરફાર?

ફિનલેન્ડની સ્માર્ટફોન નિર્માતા નોકિયાએ નવા લોગો સાથે તેની બ્રાન્ડ ઓળખ બદલવાની યોજના બનાવી છે. હવે કંપનીના બ્લુ લોગોની જગ્યાએ તમને નવો રંગીન લોગો જોવા મળશે. કંપનીએ મોબાઈલ…

February 27, 2023Rahul Rathod
Trending Tech & Auto
Nokia New Logo 2023

Nokia New Logo 2023: ફિનલેન્ડની સ્માર્ટફોન નિર્માતા નોકિયાએ નવા લોગો સાથે તેની બ્રાન્ડ ઓળખ બદલવાની યોજના બનાવી છે. હવે કંપનીના બ્લુ લોગોની જગ્યાએ તમને નવો રંગીન લોગો જોવા મળશે. કંપનીએ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2023 દરમિયાન આ લોગોની જાહેરાત કરી છે. કંપનીએ 60 વર્ષ બાદ પોતાનો લોગો બદલ્યો છે. આ પહેલા પણ ઘણી વખત તેમાં નાના-મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, પરંતુ પ્રથમ વખત તેને સંપૂર્ણ રીતે બદલવામાં આવ્યો છે. માર્કેટમાં તેને મોબાઈલ કંપનીના કમબેકની તૈયારી તરીકે જોવામાં આવી રહી છે.

નવા લોગોમાં પાંચ અલગ-અલગ કદનો સમાવેશ થાય છે જે NOKIA શબ્દ બનાવે છે. રિપોર્ટ અનુસાર, કંપની પોતાનો લોગો બદલવાની તૈયારી કરી રહી છે સાથે જ મોબાઈલ બિઝનેસ સિવાય અન્ય નેટવર્ક બિઝનેસ પર પણ ફોકસ કરી રહી છે. નોંધપાત્ર વાત એ છે કે, સ્માર્ટફોન સિવાય નોકિયા 5G સાધનો બનાવવાનું પણ કામ કરે છે. જો આપણે નોકિયા મોબાઈલ બ્રાન્ડની વાત કરીએ તો HMD ગ્લોબલ પાસે મોબાઈલ ફોન બનાવવાનું લાઇસન્સ છે. નોકિયાનો લોગો બદલાયા પછી પણ HMD ગ્લોબલ જૂના ક્લાસિક લોગો સાથે ફોન વેચશે. 2014માં નોકિયાના મોબાઇલ બિઝનેસને ખરીદનાર માઇક્રોસોફ્ટે નામનો ઉપયોગ કરવાનું બંધ કર્યા પછી HMDને લાઇસન્સ મળ્યું.

કંપનીનો બિઝનેસ બદલાઈ ગયો

નવા લોગો વિશે જણાવતા કંપનીના CEO પેક્કા લંડમાર્કે બાર્સેલોનામાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ (MWC)ના એક દિવસ પહેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે સ્માર્ટફોન સાથે કંપનીના જોડાણને દર્શાવે છે, પરંતુ આજે કંપનીનો વ્યવસાય બદલાઈ ગયો છે અને ટેક્નોલોજી ક્ષેત્ર બદલાઈ ગયું છે. ઘણા લોકો પાસે નોકિયાની ઈમેજ અત્યારે એક સફળ મોબાઈલ બ્રાન્ડ તરીકે છે, પરંતુ નોકિયા એવું નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નેટવર્ક અને ઔદ્યોગિક ડિજિટાઈઝેશન પર ધ્યાન કેન્દ્રિત કરતી નવી બ્રાન્ડ, જે લેગસી મોબાઈલ ફોનથી સંપૂર્ણપણે અલગ છે. લંડમાર્કે કહ્યું કે સિગ્નલ એકદમ સ્પષ્ટ છે. અમે ફક્ત એવા વ્યવસાયમાં રહેવા માંગીએ છીએ જ્યાં અમે વૈશ્વિક નેતૃત્વ જોઈ શકીએ.

નોકિયાએ હાલમાં જ ફોન લોન્ચ કર્યો

નોકિયાએ હાલમાં જ Nokia G22 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, આ મોબાઈલ ફોનની ખાસ વાત એ છે કે તેનું બેક કવર 100% રિસાઈકલ પ્લાસ્ટિકથી બનેલું છે. તેની બેટરી, ડિસ્પ્લે, ચાર્જિંગ પોર્ટ બધું જ ગ્રાહક ઘરે બેઠા જ ઠીક કરી શકે છે. આ માટે કંપની તમને મોબાઈલ ફોનની સાથે iFixit કિટ પણ ફ્રીમાં આપી રહી છે. આની મદદથી તમે સ્માર્ટફોનના કોઈપણ ભાગને સરળતાથી બદલી શકો છો.

આ પણ વાંચો: Ravindra Jadeja Records/ જાડેજા ઇતિહાસ રચવાની તૈયારીમાં, કપિલદેવની હરોળમાં બિરાજશે

આ પણ વાંચો: Excise Policy Case/ મનીષ સિસોદિયાની વધી મુશ્કેલીઓ, કોર્ટે પાંચ દિવસના CBI રિમાન્ડ પર મોકલ્યા

Post navigation

જામનગર: મંદિરોમાં થઈ રહી છે લૂંટ, તસ્કરોએ કરી આટલા લાખની ચોરી
શું તમે જાણો છો સેક્સ દરમિયાન છોકરીઓ કેમ રડે છે?

More Posts

World News/ ડોનાલ્ડ ટ્રમ્પના રશિયન કંમનીઓને બ્લેકલિસ્ટ કરવાથી ભારતને શું થશે નુકાસાન?

October 24, 2025October 24, 2025Reena Mamnani
Court gives Mehul Choksi returns to India

india news/ મેહુલ ચોક્સીને બેલ્જિયમની કોર્ટનો મોટો ઝટકો, તેમને ભારત પાછા મોકલવામાં કોઈ કાનૂની અવરોધ નથી

October 22, 2025Reena Mamnani

Health Care/ મરચાનાં તીખા સ્વાદ પાછળ પાગલ ન બનો, મર્યાદામાં ખાશો તો તમારી તબિયત સારી રહેશે.

April 18, 2025April 18, 2025Komal Patel

Election Result/ ચૂંટણી ટાણે મત વિસ્તારમાં ડેરા તંબુ નાખતા નેતાઓ ચૂંટણી  પછી મતવિસ્તારનુ ધ્યાન રાખે

March 3, 2021padma prajay

Not Set/ Huawei દ્વારા ભારતમાં ૪ કેમેરાવાળા બે સ્માર્ટ ફોન કરાયા લોન્ચ, જુઓ, આ મોબાઈલના ફિચર્સ અને કિંમત

July 27, 2018July 26, 2018Harshid Patel

Venus, Saturn conjunction/ શુક્ર,શનિનો સંયોગ 5 રાશિઓ માટે વરદાન! દેવી લક્ષ્મીની કૃપાથી દિવાળી પહેલા તમે ધનવાન બની જશો

November 5, 2023Mansi Panara
અફઘાનિસ્તાનમાં

Bollywood/ અફઘાનિસ્તાનમાં થયું છે આ હિન્દી ફિલ્મોનું શૂટિંગ, આ સ્ટાર્સને મળી હતી ધમકી

August 17, 2021August 17, 2021Maya Sindhav

Not Set/ રાજકારણીઓ ચૂંટણીમાં વ્યસ્ત અને મોંઘવારીની ઘાણીમાં પ્રજાનું તેલ નીકળે છે

October 19, 2021padma prajay
ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ

Rolls Royce/ કાર મેકર્સ કંપનીએ બનાવ્યું દુનિયાનું સૌથી ઝડપી ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ, સ્પીડ જાણીને…

November 24, 2021November 24, 2021Maya Sindhav

Not Set/ મમતા બેનરજીની સાદગી પણ તેમની સફળતાનું રહસ્ય

May 5, 2021May 5, 2021padma prajay
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy