ગુજરાત રાજ્ય્માંકોરોના વાઇરસે અજગરી ભરડો લીધો છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં મોટો વધારો નોધાઇ રહ્યોછે. ગુજરાત કોરોના કેસમાં હવે સીધું જ વુહાન સાથે સરખામણીમાં ઉતર્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યોછે. ત્યારે ગુજરાતમાં કોરોના દર્દીઓની હાલત પણ ઘણી કફોડી જોવા મળી રહી છે.
કોરોના મામલે ગતિશીલ, વિકાસ મોડેલ ગુજરાત પાંગળું પુરવાર થયું છે. 7000 કેસમાં ગુજરાતમાં મેડીકલ કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં ઠેર ઠેર કોરોના ટેસ્ટીંગ કીટ, દવા,પથારીઓ અને ઇન્જેક્શન ની અછત ના અહેવાલ આવી રહ્યા છે. ત્યારે આજ રોજ અરવલ્લી જીલ્લમાં કોરોના ટેસ્ટીંગ કીટ ખૂટી હોવાના અહેવાલ આવી રહ્યા છે.
કોરોના મહામારીથી બચવા માટે કોરોના ટેસ્ટિંગ કરાવવા ગયેલ લોકોની લાચારી ભરી સ્થિતિમાં મૂકી ગયા છે. અરવલ્લી જીલ્લામાં ભિલોડા, મોડાસા જેવા નાશહેરોમાં RT-PCR અને રેપિડ ટેસ્ટ કીટનો જથ્થો ખૂટી પડ્યો હતો. પ્રાથમિક, સામુહિક આરોગ્ય કેન્દ્ર પર ટેસ્ટ કરાવવા લોકોની ભારે ભીડ એકથી થયેલી જોવા મળી રહી હતી. અહીં દરરોજ હજાર ઉપરાંત લોકોનો કોરોના ટેસ્ટ થાય છે. પરંતુ અમુક કેન્દ્રો પર સવારથી જ ટેસ્ટીંગ કિટનો જથ્થો જ નથી. શું આ જ વિકાસશીલ ગુજરાત મોડેલ છે. ?
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસમાં મોટો ઉછાળો જોવા મળતા રાજ્યમાં ઠેર ઠેર કોરોના કીટ ખૂટી હોવાના અહેવાલ આવી રહ્યા છે. તો કોરોના દર્દીઓ માટે હોસ્પીટલમાં બેડ ની પુરતી વ્યવસ્થા નથી, હોસ્પીટલમાં દવા અને ઇન્જેકશનો નથી મળી રહ્યા તો. છેલ્લે મૃત્યુ બાદ સ્મશાન ભૂમિમાં પણ દર્દીના સગાઈ અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડી રહ્યું છે.
