Food Recipe: દરરોજના રુટિન નાસ્તાથી બૉર થઇ ગયા હોય તો કંઇક નવીન રેસિપી ટ્રાય કરો. આજે તમને ઘઉંના લોટથી બનતો એક સ્વાદિષ્ટ નાસ્તો (Ghau na lot no Nasto) દર્શાવવા જઈ રહ્યાં છીએ. જે લોકો મેંદો ખાવાનું ટાળવા માગતા હોય એ લોકો પોતાના ડાયેટમાં એને સામેલ કરી શકે છે. આ નાસ્તો દેખાવમાં તો ગાર્લિક બ્રેડ (Garlic Bread) જેવો લાગે છે પણ એમાં મેંદો નથી હોતો! બાળકોને આ નાસ્તો ઘણો પસંદ પડશે. તમે ઘરે આવેલા મહેમાનો માટે પણ આ વાનગી બનાવી શકો છો. તો ચાલો જાણીએ…ઘઉંના લોટથી બનતી આ રેસિપી…
ચા અને ફરસાણનો તો એક અનોખો સાથ છે…લોકોને ચા કે સૉસ સાથે નમકીન ફરસાણ ખાવું ઘણું જ પસંદ હોય છે! જો તમે પણ કંઇક તીખું, ક્રંચી અને મજેદાર ખાવા માગતા હો ચો ઘરે સરળતાથી બનતા ઘઉંના લોટથી બનતા એક સ્વાદિષ્ટ નાસ્તા (Ghau na lot no Nasto)ને એક વાર ટ્રાય કરી જુઓ… અહિં, અમે તમારા માટે લઇને આવ્યા છીએ સ્વાદિષ્ટ ફરસાણની રેસિપી! આ એક એવું સ્નૅક છે કે, જેને એકવાર આરોગવાનું શરુ કરશો પછી રોકાવાનું નામ જ નહિં લો!
બજારમાં મળતા સમોસા, કચોરી જેવા ફરસાણ (Namkeen)માં ઘણી વાર એકના એક તેલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને જેથી ફરસાણમાં એક વિચિત્ર વાસ આવતી હોય છે. આ વારંવાર તળેલું તેલ સ્વાસ્થ્ય (Health) માટે સારું પણ નથી હોતુ અને એના સ્થાને તમે ઘરે જ શુદ્ધ અને પોતાની પસંદનું કોઈ પણ તેલ વાપરીને ફરસાણ કે નમકીન બનાવી શકો છો. તો ચાલો જાણીએ, Ghau na lot no Nasto બનાવવાની મસ્ત મજાની રેસિપી…
શી રીતે બનાવશો ઘઉંના લોટનો સ્વાદિષ્ટ નાસ્તો? (Ghau na lot no Nasto)
જે લોકો મેંદો (Maida) ખાવાનું ટાળવા માગતા હોય એ લોકો પોતાના ડાયેટમાં Ghau na lot no Nasto સામેલ કરી શકે છે. એને બનાવવા માટે આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Ghau na Lot no Nasto માટેની સામગ્રી
1 કપ ઘઉંનો લોટ
પા કુ સોજી
સ્વાદાનુસાર મીઠું
લાલ મરચું
અડધી ચમચી ગરમ મસાલો
અડધી ચમચી ચાટ મસાલો
અડધી ચમચી કસૂરી મેથી
2 ચમચી તેલ
3 બાફેલા બટાટા
1 ઝીણી સમારેલી ડુંગળી
2 સમારેલા મરચાં
અડધો કપ સમારેલા કેપ્સીકમ

Ghau na Lot no Nasto બનાવવાની વિધિ
1. ઘઉંનો લોટ, સોજી (Wheat Flour, Suji), મીઠું અને લાલ મરચું, ગરમ મસાલો તથા ચાટ મસાલો મિક્સ કરો. એમાં સુગંધ માટે થોડી કસૂરી મેથી ઉમેરી શકો છો.
2. આ મિશ્રણમાંથી તમે 4 ચમચી લોટ અલગ કાઢીને અલગ રાખી દો. હવે બચેલા લોટમાંથી મધ્યમ સૉફ્ટ લોટ બનાવી લો. આ લોટ ટાઈટ બાંધવાનો નથી.
3. લોટને સારી રીતે ગૂંથી લો અને 2 ચમચી તેલ ઉમેરીને એને કેળવી લો. લોટને 10 મિનિટ સુધી સેટ થવા માટે મૂકી દો.
4. હવે 3 મધ્યમ બાફેલા બટાટા (Boiled Potatoes)ને સારી રીતે મૅશ કરી લો. એમાં ઝીણી સમારેલી ડુંગળી, કેપ્સિકમ, લીલા મરચા, સ્વાદાનુસાર લાલ મરચું અને મીઠું ઉમેરી દો.
5. થોડો ચાટ મસાલો અને ગરમ મસાલો પણ મિક્સ કરી લો. સ્ટફિંગ તૈયાર છે.
6. 4 ચમચી સૂકા અલગ રાખેલા લોટની સ્લરી બનાવી લો. સ્લરી સ્મૂધ બનાવવી. ઘોળથી ચમચી પર કોટિંગ થાય એટલું પાતળું મિશ્રણ રાખવું.
7. હવે બાંધેલા લોટના બે ભાગ કરી લો. અટામણ લગાવીને વણી લેવું વચ્ચે બટાટાનું સ્ટફિંગ ભરવું. લંબાઇમાં ભરવું જેથી બંને સાઇડની કિનારીને ગાર્લિક બ્રેડની જેમ સ્લરીથી ચોંટાડી લો અને ઉપરના છેડા પણ વાળીને ચોંટાડે. લંબચોરસ શૅપ આપો.
8. આ રોલને એક-એક ઈંચના અંતરે કટ કરો અને આ માટે ચપ્પુ કે કટરની મદદ લઈ શકો છો. તેલ તળવા માટે ગરમ કરવા મૂકો.
9. આ તૈયાર સ્લાઈઝને લો અને લોટના ઘોળમાં ડિપ કરીને ગરમ ઓઇલમાં મીડિયમ ફ્લેમ પર ક્રિસ્પી બને ત્યાં સુધી ફ્રાય કરી લો.
તો તૈયાર છે તમારો મેંદા વિના બનેલો ઘઉંના લોટનો નાસ્તો (Ghau na Lot no Nasto)…જેને તમે સાંજના સ્નૅક્સ અથવા તો નાસ્તા (Evening Snacks or Breakfast) તરીકે ખાઈ શકો છો. બાળકોથી માંડીને વડીલો સુધી તમામને આ નાસ્તો (Fried Snack) પસંદ પડશે. એને તમે કોઈ પણ ચટણી કે સૉસ સાથે ખાઈ શકો છો. તમે ઈચ્છો તો ઉપર ચીઝ અને ઓરેગાનો, ચિલી ફ્લેક્સ પણ ભભરાવી શકો છો.
આ પણ વાંચો: ઝટપટ પૌષ્ટિક નાસ્તો બનાવવાનો એક બહેતરીન વિકલ્પ…મોરિંગા પોડી ઈડલી…સરળ રેસિપી..!
આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો હાઈ-પ્રોટીનથી સભર મલ્ટીગ્રેઈન ઢોંસા…સ્વાદ અને સ્વાસ્થ્યની સંભાળ એકસાથે!
આ પણ વાંચો: ફટાફટ ટેસ્ટી-હૅલ્ધી પાલખ ઇડલી બનાવો, બાળકોને ખવડાવો..ખુશ થઇ જશે!!
