Food Recipe: સવાર-સવારમાં જો તમે કશુંક એવું ખાવા ઈચ્છતા હો કે જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બંને ગુણ એકસાથે ધરાવતું હોય તો આ મલ્ટીગ્રેઈન ઢોંસા (Multigrain Dosa) એક બહેતરીન વિકલ્પ હોઈ શકે છે. વિવિધ જાતના અનાજ અને દાળો (Grains and Lentils) મિક્સ કરીને તૈયાર કરવામાં આવેલા આ ઢોંસા પ્રોટીન (Protein) અને આવશ્યક પૌષ્ટિક તત્વોથી ભરપૂર તો છે જ અને એને બનાવવાનું ઘણું જ સરળ છે. તમે તમારી પસંદની ચટણી અથવા સાંભાર સાથે ખાઈ શકો છો.
ઢોંસા કોને પસંદ ન હોય! આ એક હળવી અને મજેદાર ડિશ છે જે હૅલ્ધી (Healthy Dish) પણ એટલી જ હોય છે! બાળકો તો એના દિવાના હોય છે. નાસ્તામાં, લંચબોક્સ (Lunch Box)માં કે સાંજના ખાણા (Dinner)માં આ મજેદાર વાનગીને ઓર પણ હૅલ્ધી અને મજેદાર બનાવવા માટે એમાં મલ્ટીગ્રેઈન ટિ્વસ્ટ આપો. આ વડીલો જ નહિં પરંતુ, બાળકોને પણ ખૂબ પસંદ પડશે.
શરીર માટે અન્ય પોષક તત્વોની જેમ પ્રોટીન આવશ્યક
આજની દોડધામભરી જીવનશૈલીમાં લોકોને જમવાનું બનાવવાનો સમય ઘણો જ ઓછો મળતો હોય છે. આથી જ એ એવી રેસિપીની શોધમાં રહેતા હોય છે કે, જે ઝડપથી બની જાય અને સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ માટે પણ લાભકારક હોય. આમ તો ઢોંસા દક્ષિણ ભારતીય વાનગી (South Indian Dish) છે પણ સમગ્ર ભારતમાં એના ચાહકોએ એને રોજબરોજના આહારમાં અપનાવી લીધી છે. સવારનો નાસ્તો હોય કે બાળકોનું લંચ બોક્સ, ઢોંસા હોટ-ફેવરિટ છે! જો તમે ઢોંસાની પોષણ વેલ્યૂ (Nutrition Value)ને ઓર વધારવા માગતા હો તો મલ્ટીગ્રેઈન ઢોંસા એક જબરદસ્ત વિકલ્પ છે. સ્વાદ અને સ્વાસ્થનો સંગમ એટલે મલ્ટીગ્રેઈન ઢોંસા!
આપણા શરીર માટે અન્ય પોષક તત્વોની જેમ પ્રોટીન (Protein) પણ બહુ જ જરુરી છે. આજે જે રેસિપી અહિં અમે શૅર કરવા જઈ રહ્યાં છીએ એ છે હાઈ પ્રોટીન ઢોંસા (Multigrain Dosa)…જે મસલ્સને મજબૂતી બક્ષે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનું ફીલ કરીવે છે. આ ઉપરાંત, શરીરને ઊર્જાવાન રાખવામાં સહાયક છે. આથી જ દિવસની શરુઆત એક સ્વસ્થ નાસ્તાથી કરવી અત્યંત જરુરી છે. …જે બ્રેકફાસ્ટ માટે એક ઉત્તમ વાનગી સાબિત થશે
જો તમે દરરોજ એક જેવો નાસ્તો ખાઈને કંટાળ્યા હો તો આ હાઈ-પ્રોટીન બ્રેકફાસ્ટ (High Protein Breakfast) જરુર ટ્રાય કરવો. તો જાણીએ…એને બનાવવાની સરળ રેસિપી વિશે…
શી રીતે બનાવશો મલ્ટીગ્રેઈન ઢોંસા? (High Protein Multigrain Dosa Recipe)
હાઈ-પ્રોટીન ઢોંસા (Multigrain Dosa) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1 કપ ઈડલી રાઈસ
અડધો કપ અડદ દાળ
અડધો કપ ફોતરાવાળી મગ દાળ
અડધો કપ તુવેર દાળ
અડધો કપ રાજગરો
અડધો કપ રાગી
અડધો કપ પૌંઆ
1 ચમચી મેથી દાણા
2 લીલા મરચાં
1 ઈંચ આદુનો ટુકડો
સ્વાદાનુસાર મીઠું
પાણી આવશ્યકતા અનુસાર
તેલ આવશ્યકતા અનુસાર

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ અનાજ, દાળો અને મિલેટ્સ (જાડું ધાન્ય) સ્વચ્છ પાણીથી એક સાથે જ ધોઈ લો. આ મિશ્રણને ઓછામાં ઓછા 3-4 વાર પાણીથી સાફ કરવું.
2. આ મિશ્રણને ઓછામાં ઓછા 4-5 કલાક સુધી પલાળી રાખો. તમે બીજા દિવસે બનાવવું હોય તો બપોરથી પણ પલાળી શકો છો.
3. પલાળીને પાણીને દૂર કરી દો અને ફરીથી એકવાર સ્વચ્છ પાણીથી ધોઈ લો.
4. હવે આ પલાળેલા અનાજ, દાળો અને મિલેટ્સ (Millets) ને મિક્સર જારમાં લીલા મરચાં અને આદુ અને કલાક સુધી પલાળેલા મેથીદાણા ઉમેરીને થોડું પાણી મિક્સ કરીને બારીક પેસ્ટ બનાવી લો.
5. વધુપડતું પાણી ન ઉમેરવું કારણ કે, બેટરને ઢોંસાના બેટર જેવું ઘટ્ટ જ રાખવાનું છે.
6. આ વાટેલા બેટરને એક વાસણમાં કાઢીને આખી રાત ફરમેન્ટ થવા દો.
7. સવારે બેટર ઢોંસાના બેટર (Dosa Better) ના જેવું ફૂલી જશે અને એની માત્રા વધી જશે. હવે એને હળવા હાથે મિક્સ કરી લેવું અને મીઠું ઉમેરીને ફરીથી એક વાર મિક્સ કરવું.
8. તમારા હૅલ્ધી ઢોંસાનું બેટર તૈયાર છે અને આને તમે ફ્રિઝમાં થોડા દિવસ સુધી રાખી પણ શકો છો.
9. હવે જે રીતે ઢોંસા બનાવતા હોઈએ એ રીતે જ આ મલ્ટીગ્રેઈન ઢોંસા ઉતારી લેવા.
તો તૈયાર છે તમારા મલ્ટીગ્રેઈન ઢોંસા (Multigrain Dosa) …જેને તમે તમારી મનપસંદ ચટણી કે સાંભાર સાથે ખાઇ શકો છો. એ નારિયેળની ચટણી સાથે સરસ લાગે છે.
આ પણ વાંચો: બ્રેકફાસ્ટમાં હૅલ્ધી દહીં સોજીના ચીલા બનાવો…2-3 ખાઇને પેટ તૃપ્ત થશે પણ મન નહિં…ફટાફટ ટેસ્ટી રેસિપી…
આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો હૅલ્ધી પાલખ ચીલા, આ રહી ફટાફટ બ્રેકફાસ્ટ રેસિપી…!
