Lifestyle/ પ્રોટીન શરીર માટે આવશ્યક…સવારના નાસ્તામાં ખાઓ હાઈ-પ્રોટીન ચીલા…સ્વાદ સાથે સ્વાસ્થ્યની સંભાળ!

આ High Protein Chilla બેસન, મગ દાળ, ઓટ્સ, પનીર અને તાજી શાકભાજીમાંથી તૈયાર કરવામાં આવે છે. આ વાનગીમાંથી પ્રોટીન ઉપરાંત શરીરને અન્ય પોષક તત્વો…

Trending Food Health & Fitness Lifestyle
High Protein Chilla...ટેસ્ટ ભી...હૅલ્થ ભી..!

Lifestyle: આપણા શરીર માટે અન્ય પોષક તત્વોની જેમ પ્રોટીન (Protein) પણ બહુ જ જરુરી છે. આજે જે રેસિપી અહિં અમે શૅર કરવા જઈ રહ્યાં છીએ એ છે  હાઈ પ્રોટીન ચીલા (High Protein Chilla)…જે મસલ્સને મજબૂતી બક્ષે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનું ફીલ કરીવે છે. આ ઉપરાંત, શરીરને ઊર્જાવાન રાખવામાં સહાયક છે. આથી જ દિવસની શરુઆત એક સ્વસ્થ નાસ્તાથી કરવી અત્યંત જરુરી છે. …જે બ્રેકફાસ્ટ માટે એક ઉત્તમ વાનગી સાબિત થશે.

બ્રેકફાસ્ટ માટે ચીલા કે પુડલા શ્રેષ્ઠ ઓપ્શન

સવારના નાસ્તામાં કશુંક એવું ખાવું જોઇએ કે જે સ્વાદિષ્ટ હોય અને જેને બનાવવું સરળ પણ હોય! જેને ખાવાથી શરીરને ઉત્તમ પોષણ પ્રાપ્ત થાય એવી વસ્તુમાંથી વાનગી બનાવીને ખાવી જોઇએ. આ માટે હાઈ પ્રોટીન ચીલા (High Protein Chilla) ઉત્તમ વિકલ્પ છે.

નાસ્તો તો એવો હોવા જોઇએ કે જે ખાવાથી પેટ ભરાઇ જાય અને સ્વાદ પણ આવે! સવારે બ્રેકફાસ્ટ માટે ચીલા શ્રેષ્ઠ ઓપ્શન છે. જો તમે ચણાના લોટ અને સોજીના ચીલા ખાઇ-ખાઇને કંટાળી ગયા હો તો આ   હાઈ પ્રોટીન ચીલા બનાવો….એ તદ્દન જાળીદાર અને નરમ મુલાયમ બનશે…એને ગરમાગરમ ખાવાની મજા જ કંઇ ઓર છે!

સવાર-સવારમાં કામકાજની દોડાદોડીમાં સમય ઓછો મળતો હોય છે અને એવામાં ફટાફટ નાસ્તો બની જાય તો એવી રેસિપી ગૃહિણી હોય કે વર્કિંગ વુમન, બધાની પ્રિય બની જાય છે. આવી જ એક વાનગી (Recipe) અમે તમારા માટે લઇને આવ્યા છીએ, અને એ છે   હાઈ પ્રોટીન ચીલા!

આ ચીલા બનાવવા માટે તમારે દાળને પલાળવાની રહેશે.મગદાળના ચીલા વજન ઘટાડવા (Weight Loss) માટે બેસ્ટ ઓપ્શન છે જેને ખાવાથી તમારું પેટ પણ ભરેલું રહેશે! આથી વારંવાર ભૂખ પણ નહિં લાગે…તો ચાલો વિના વિલંબે જાણી લઇએ કે,   હાઈ પ્રોટીન ચીલા શી રીતે બનાવી શકાય અને એ માટે તમને કઇ-કઇ સામગ્રીની આવશ્યકતા રહેશે?

આ હાઈ પ્રોટીન ચીલા બેસન, મગ દાળ, ઓટ્સ, પનીર અને તાજી શાકભાજી (Gram flour, moong dal, oats, paneer and fresh vegetables)માંથી તૈયાર કરવામાં આવે છે. આ વાનગીમાંથી પ્રોટીન ઉપરાંત શરીરને અન્ય પોષક તત્વો પણ પ્રાપ્ત થાય છે. તો જોઈએ આ હાઈ પ્રોટીન ચીલા (High Protein Chilla) બનાવવાની વિધિ અને સામગ્રી વિશે…

શી રીતે બનાવશો હાઈ પ્રોટીન ચીલા? (High Protein Chilla Recipe)

હાઈ પ્રોટીન ચીલા બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

હાઇ પ્રોટીન ચીલા બનાવવાની સામગ્રી

બેટર બનાવવાની સામગ્રી

1 કપ બેસન

1/2 કપ પલાળીને વાટેલી મગની દાળ

2 ચમચી ઓટ્સ પાવડર

1/2 ચમચી હળદર

1/2 ચમચી લાલ મરચું

1/2 ચમચી જીરું

સ્વાદાનુસાર મીઠું

આવશ્યકતા અનુસાર પાણી

સ્ટફિંગ માટેની સામગ્રી (Stuffing Ingredients)

1/2 કપ છીણેલું પનીર

1 બારીક સમારેલી ડુંગળી

1 બારીક સમારેલું ટામેટું

1 બારીક સમારેલું લીલું મરચું

બારીક સમારેલી તાજી કોથમીર

શેકવા માટે ધી અથવા તેલ

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ એક મોટા બાઉલમાં બેસન, વાટેલી મગની દાળ, ઓટ્સ પાવડર, હળદર, લાલ મરચું, જીરું અને મીઠું ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લો.

2. હવે એમાં થોડું-થોડું પાણી ઉમેરતા જઈને એક સ્મૂધ બેટર (Better) બનાવી લો જેથી એમાં ગાંઠા રહે નહિં.

3. આ ખીરામાં બારીક સમારેલી ડુંગળી, લીલા મરચાં અને ટમેટા મિક્સ કરો. તાજી કોથમીર પણ સમારીને ઉમેરવી.

4. હવે એક લોખંડનો અથવા તો નૉન-સ્ટિક તવો ગરમ કરી એને ઘી કે તેલથી ગ્રીસ કરી લો.

5. એક કડછીથી આ બેટરને આ તવી પર ફેલાવી લો અને ધીમા તાપે થવા દો.

6. થોડો પાકી જાય એટલે પુડલા પર છીણેલું પનીર (Paneer) પાથરી દેવું અને દબાવી દેવું. ઘી કે તેલ આસપાસ લગાવીને થવા દેવું.

7. જ્યારે બંને તરફથી ચીલા સરસ રીતે સોનેરી અને ક્રિસ્પી થઇ જાય એટલે એને એક પ્લેટમાં લઈ લેવા.

હાઇ પ્રોટીન ચીલા ટમેટો સાલસા સાથે

તો તૈયાર છે તમારા ગરમાગરમ હાઈ-પ્રોટીન ચીલા …જેને તમે ગ્રીન ચટણી, દહીં અથવા ટૉમેટો સાલસા (Green Chutney, Yogurt or Tomato Salsa) બનાવીને સર્વ કરી શકો છો. એને (High Protein Chilla) ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનું મહેસૂસ થશે અને વારંવાર ભૂખ પણ નહિં લાગે! તમારા બાળકો (Kids)ને તો આ સ્વાદિષ્ટ ચીલાનો સ્વાદ અત્યંત પસંદ આવશે જ અને એ ખાવા એમનું મન વારંવાર લલચાશે!


આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો હૅલ્ધી પાલખ ચીલા, આ રહી ફટાફટ બ્રેકફાસ્ટ રેસિપી…!

આ પણ વાંચો: બ્રેકફાસ્ટમાં હૅલ્ધી દહીં સોજીના ચીલા બનાવો…2-3 ખાઇને પેટ તૃપ્ત થશે પણ મન નહિં…ફટાફટ ટેસ્ટી રેસિપી…