lifestyle news: ઉંમર વધવાની સાથે શરીરમાં ઘણા પ્રકારના ફેરફારો થવા લાગે છે. સ્કિન ઢીલી પડવા લાગે છે, ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે અને ચહેરાની સાથોસાથ હાથ-પગની ત્વચાની ચમક પણ ગાયબ થવા લાગે છે. આવા સંજોગોમાં, આ પરિવર્તનને પૂરી રીતે રોકવું તો શક્ય નથી પરંતુ, અમુક ટેવોને બદલીને એને અમુક હદ સુધી ટાળી શકાય છે.
ઘર-પરિવાર તથા ઑફિસમાં કામનો તાલમેલ બેસાડવાની લ્હાયમાં મહિલાઓ મહદ્અંશે પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. જો તમે એક મહિલા છો તો, તમારી અમુક ટેવો તમને વહેલા ઘરડાં બનાવી શકે છે અને આ વિશે તમારે અવશ્ય જાગૃત થવુ જોઇએ જેથી, ઉંમર વધવાની પ્રક્રિયાને ધીમી કરીને આ ભૂલોને સુધારી શકાય. જો તમે લાંબો સમય યુવાન રહેવા ઇચ્છો છો તો, આવી કુટેવોને સમયસર તિલાંજલિ આપજો.
આવી ભૂલોને કારણે જલદી વૃદ્ધત્વ આવે છે.

1. ટીવી અથવા ફોન પર વધુપડતો સમય વ્યતીત કરવો
અમેરિકન હાર્ટ એસોસિએશન દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચ મુજબ, ઘણા લાંબા સમય સુધી ટીવી જોયા કરવું અથવા ચેનલ બદલ્યા કરવાની ટેવ આપણી સમજણ અને વિચારવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે. આથી જ, જો તમે વધુપડતો સમય ટીવી અથવા ફોન પર વ્યતીત કરો છો તો તમે વહેલા વૃદ્ધ થઇ શકો છો. આનું કારણ છે કે, આવી ટેવથી તમારા મસ્તિષ્કમાં ગ્રે મૅટરની માત્રા ઓછી થવાનું જોખમ રહે છે, જે તમારા જ્ઞાનતંત્ર સાથે સંબંધ ધરાવતુ હોવાને લીધે વિચારશક્તિ કે નિર્ણય લેવાની ક્ષમતા પ્રભાવિત થાય છે.
2. દરેક સમયે સુસ્ત રહેવું
JAMA મેડિકલ પત્રિકામાં પ્રકાશિત એક રિસર્ચમાં જણાવ્યાનુસાર, જે લોકો જીવનભર સક્રિય રહે છે એ લાંબો સમય સુધી યુવાન રહે છે. જો તમે હંમેશાં આળસુની જેમ વર્તશો તો, તમારી આ સુસ્તી તમને જલદી ઘરડા બનાવી શકે છે.
3. સમયસર ઊંઘ ન લેવી
ઘણી વાર, જવાબદારીઓનો બોજો માથે હોવાના કારણે સ્ત્રીઓને સવારે ઘણા વહેલા ઊઠવું પડતુ હોય છે. આખો દિવસ કામ કર્યા બાદ, રાત્રે ઊંઘવામાં પણ મોડું થઈ જાય છે, જેથી નીંદર પૂરી જ નથી થતી! લાંબા સમય સુધી પૂરતી ઊંઘ ન મળવાને કારણે પણ તમે તમારી ઉંમરથી વહેલા ઘરડા દેખાવા લાગો છો.
4. વધુપડતુ ટેન્શન કરવું
મોટાભાગની મહિલાઓને ઓવરથિંકિંગની આદત હોય છે. એવામાં જો તમને ઘણા વધારેપડતા તણાવમાં રહેવાની સતત ટેવ છે તો, આ આદતને તમારે બદલવી પડશે કારણ કે, દર વખતે તણાવમાં રહેવાને કારણે તમે ઝડપથી વૃદ્ધત્વની નજીક પહોંચી જાઓ છો.
5. પાણી ઓછું પીવું અને પ્રોસેસ્ડ ફૂડ તથા શુગર લેવી
જો તમે વધારે પડતુ ગળ્યું, જંક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ આહારમાં લો છો અને પાણીનું સેવન ઓછું કરો છો તો, તમારી આ ટેવ તમને ઘણા વહેલા ઘરડા બનાવી દેશે. તેથી વધુ માત્રામાં પાણી પીવાની ટેવ પાડવી જોઇએ. આ ઉપરાંત, તમારું ભોજન પણ એવુ સંતુલિત બનાવો કે જેનાથી તમારા શરીરને તમામ પોષક તત્વો પર્યાપ્ત માત્રામાં મળી શકે.
આ પણ વાંચો:ફેફસાના કેન્સરના પ્રારંભિક લક્ષણોની અવગણના કરવી પડી શકે છે ભારે! સત્વરે પારખીને જીવ બચાવી લો
