Lifestyle/ સ્તનપાન કરાવનારી માતાએ અવશ્ય ખાવી આટલી વસ્તુઓ, દૂધ વધશે અને શિશુ રહેશે હૃષ્ટપુષ્ટ, ડૉક્ટરની સલાહ

શિશુને સ્તનપાન (Breastfeeding) કરાવનારી માતાએ આટલી વસ્તુઓ અવશ્ય ખાવી જ જોઇએ. ડૉક્ટરનું કહેવું છે કે, એનાથી ધાવણની માત્રા વધશે અને બાળક પણ તંદુરસ્ત રહેશે.

Trending Tips & Tricks Health & Fitness Lifestyle

lifestyle news: શિશુને સ્તનપાન (Breastfeeding) કરાવનારી માતાએ આટલી વસ્તુઓ અવશ્ય ખાવી જ જોઇએ. ડૉક્ટરનું કહેવું છે કે, એનાથી ધાવણની માત્રા વધશે અને બાળક પણ તંદુરસ્ત રહેશે.

ધાવણ વધારનારી 10 વસ્તુઓ:

માતા બન્યા પછી એક મહિલાના શરીરમાં ઘણા પરિવર્તનો આવે છે. એવામાં નવજાત શિશુની સંભાળ લેવા ઉપરાંત, માતાના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવો પણ એટલો જ જરુરી છે. યોગ્ય આહાર ફક્ત બાળકના વિકાસમાં મદદ કરે છે એટલું જ નહિં પરંતુ, સુવાવડ પછી માતાની અશક્તિને દૂર કરવા અને એને જલદી બેઠી કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ અંગે બાળનિષ્ણાત તબીબ (Pediatrician) દ્વારા એવી 10 વસ્તુઓની ભલામણ કરવામાં આવી છે, જેમનું કુદરતી રીતે સેવન કરવાથી સ્તનપાન કરાવનારી મહિલાઓના દૂધની માત્રા વધે છે ઉપરાંત, માતા અને બાળક બંને તંદુરસ્ત રહે છે.

સ્તનપાન કરાવનારી માતાએ અવશ્ય ખાવી આ વસ્તુઓ-

1. મેથી દાણા (Fenugreek Seeds)

ડૉક્ટર જણાવે છે કે, મેથી દાણાને આખી રાત પાણીમાં ભીંજાવીને સવારે ખાવાથી દૂધની માત્રા વધે છે. આને એક કુદરતી ગૅલેકટોગ (Milk Booster) માનવામાં આવે છે.

2. જીરું (Cumin Seeds)

જીરાનું પાણી પીવાથી પાચન સુધરે છે, જેનાથી દૂધ બનવાની પ્રક્રિયા વધુ સારી રીતે થાય છે.

3. લસણ (Garlic)

માતાના આહારમાં લસણ સામેલ કરવાથી ધાવણની માત્રા વધે છે અને એ મા તથા બાળક બંનેનું, ચેપ વગેરે સંક્રમણોથી રક્ષણ કરે છે.

4. વરિયાળી (Fennel Seeds)

વરિયાળીનું પાણી અથવા ચા પીવાથી માતાના ધાવણનો ફલૉ વધે છે અને ગૅસની સમસ્યા પણ થતી નથી.

5. ગુંદરના લાડુ (Edible Gum Laddoos)

ડિલીવરી બાદ, ડૉક્ટર ગુંદરના લાડુ ખાવાની સલાહ આપે છે, જે માતાને તાકાત અને શક્તિ તો આપે જ છે, સાથે-સાથે ધાવણ બનવામાં પણ મદદ કરે છે.

6. લીલા પાંદડાવાળા શાકભાજી (Green Leafy Vegetables)

પાલખ, મેથી, સરગવા વગેરે જેવી શાકભાજીઓમાં પર્યાપ્ત માત્રામાં આયર્ન અને કૅલ્શિયમ હોય છે, જે ધાવણની ગુણવત્તા અને માત્રા બંનેમાં સુધારો કરે છે.

7. દેસી ઘી (Desi Ghee)

ડૉક્ટરના કહેવા મુજબ, દરરોજનું એક ચમચી ઘી ખાવાથી શરીરને તાકાત મળે છે અને પોષક તત્વોનું અવશોષણ પણ સારી રીતે થાય છે.

8. દૂધ અથવા હળદરવાળું દૂધ

ડૉક્ટરના મતે, દૂધ કેલ્શિયમ અને રોગપ્રતિકારક શક્તિવર્ધક ગુણોથી ભરપૂર હોય છે, જે માતા અને બાળક બંને માટે ફાયદાકારક છે.

9.રાગી (Finger Millet)

રાગીમાં ભરપૂર માત્રામાં આયર્ન અને કેલ્શિયમ હોય છે, જે ધાવણ બનવાની પ્રક્રિયામાં સહાયક બને છે.

10. દાળ (Lentils)

આ ઉપરાંત, ડૉક્ટર વિવિધ દાળો ખાવાની પણ સલાહ આપે છે. મગ, મસૂર, તુવેર વગેરે દાળો પ્રોટીનથી ભરપૂર હોય છે અને હૅલ્ધી દૂધ ઉત્પાદન માટે આવશ્યક છે.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફેફસાના કેન્સરના પ્રારંભિક લક્ષણોની અવગણના કરવી પડી શકે છે ભારે! સત્વરે પારખીને જીવ બચાવી લો

આ પણ વાંચો:ધમનીઓમાં જામેલા ખરાબમાં ખરાબ કૉલેસ્ટ્રોલને શરીરની બહાર ફેંકી દે છે આ ફળો, હૃદયના સ્વાસ્થમાં લાવે છે સુધાર!