Relationship/ બાળકોને તૈયાર પેકેટવાળો જ્યુસ પીવડાવવો કે નહિં? સ્વાસ્થ્ય પર એની શી અસરો થાય છે, જાણીએ ડૉક્ટર પાસેથી

બજારમાં તૈયાર મળતા પેકેટવાળા જ્યુસ મોટાભાગે બાળકોને ખૂબ જ પસંદ પડે છે અને તેથી માતા-પિતા પણ એમને ઝટપટ ખરીદીને બાળકોને પીવડાવી દેતા હોય છે. પરંતુ, શું આ તૈયાર ફ્રુટ જ્યુસ બાળકો માટે ખરેખર હૅલ્ધી હોય છે ખરાં?

Trending Tips & Tricks Lifestyle

Relationship: બજારમાં તૈયાર મળતા પેકેટવાળા જ્યુસ મોટાભાગે બાળકોને ખૂબ જ પસંદ પડે છે અને તેથી માતા-પિતા પણ એમને ઝટપટ ખરીદીને બાળકોને પીવડાવી દેતા હોય છે. પરંતુ, શું આ તૈયાર ફ્રુટ જ્યુસ બાળકો માટે ખરેખર હૅલ્ધી હોય છે ખરાં?

બાળકોને ફળોનો જ્યુસ પીવડાવવો જોઇએ કે નહિં?

ફળ આપણા આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને તેથી જ એને આપણા ખાણી-પીણીમાં અચૂકપણે સામેલ કરવામાં આવે છે. વળી, ફળ ખાવા ઉપરાંત, ફળોનો જ્યુસ પણ નાના-મોટા સહુ કોઈ ખૂબ જ પ્રેમથી પીએ છે. ખાસ કરીને, માતા-પિતા પાસે જ્યુસ કાઢવાનો સમય હોતો નથી એટલે એ તૈયાર જ્યુસના પેકેટ બાળકના હાથમાં પકડાવી દે છે. પરંતુ, શું ખરેખર આ જ્યુસ બાળકો માટે હૅલ્ધી હોય છે ખરા? આ અંગે વિગતવાર જાણીશું, બાળનિષ્ણાત ડૉક્ટર પાસેથી-

બાળકો માટે ફળોનો જ્યુસ ફાયદાકારક હોય છે કે નહિં?

ડૉક્ટર દ્વારા મળતી વિગતો અનુસાર, ઈન્ડિયન એકેડમી ઑફ પીડિયાટ્રિશિયન (IAP) તથા અમેરિકન એકેડેમી ઑફ પીડિયાટ્રિકસ (AAP) નું સ્પષ્ટ સૂચન છે કે, એક વર્ષથી નાના બાળકોને જ્યુસ બિલકુલ પણ ન આપી શકાય. 1 થી 5 વર્ષના બાળકોને જ્યુસ આપી શકાય પરંતુ ત્યારે જ કે, જ્યારે એને તાજા ફળો આપવાનું શક્ય ન હોય! ઉપરાંત, એની માત્રા ફક્ત 4 ઔંસ અર્થાત્ 120 ml સુધીની જ હોવી જોઇએ.

બાળકને ફળોના જ્યુસ એટલા માટે ન આપવા જોઇએ કેમ કે, એમાં શુગર હોય છે પણ ફાઇબર હોતું નથી. એની ટેવ પાડવાથી બાળકનો ટેસ્ટ શુગરી થઇ જાય છે. આ કારણે સૂકો મેવો, કઠોળ તથા વિવિધ પ્રકારની દાળ વગેરે ખાવામાંથી એનો રસ ઉડી જાય છે અને પછી એ દર વખતે જ્યુસ જ માંગ્યા કરે છે.

બાળકને કેવો જ્યુસ આપવો જોઈએ

ડૉક્ટરના જણાવ્યાનુસાર, જો બાળકને જ્યુસ આપો તો એ તાજો, ઘરે બનાવેલો હોવો જોઇએ. તમારા બાળકને તૈયાર ટેટ્રાપૅક માં મળતા જ્યુસ ન પીવડાવવા, આ વાતનું ખાસ ધ્યાન રાખવું. જ્યુસના સ્થાને કેટલાક સલામત વિકલ્પો પણ આપી શકાય છે જેમ કે બાળકને સ્મૂધી બનાવીને આપી શકાય અથવા નારિયેળ પાણી આપી શકાય. આ ઉપરાંત, પોષક તત્વો ધરાવતા આહારથી જ બાળકને તૃપ્ત કરવાનો આગ્રહ રાખો. સૂકો મેવો, કઠોળ તથા વિવિધ પ્રકારની દાળ વગેરે બાળકના સ્વાસ્થ્ય માટે ઉત્તમ હોય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફેફસાના કેન્સરના પ્રારંભિક લક્ષણોની અવગણના કરવી પડી શકે છે ભારે! સત્વરે પારખીને જીવ બચાવી લો

આ પણ વાંચો:ધમનીઓમાં જામેલા ખરાબમાં ખરાબ કૉલેસ્ટ્રોલને શરીરની બહાર ફેંકી દે છે આ ફળો, હૃદયના સ્વાસ્થમાં લાવે છે સુધાર!