Business News/ નોટિસ પીરિયડમાં રાત્રે 1 વાગ્યા સુધી કામ…! Gen Z કર્મચારીએ ઑફિસ છોડતા ખોલી કંપનીની પોલ..!

મેનેજમેન્ટનો તર્ક હતો કે, “અમે તને મોડે સુધી રોકાવા માટે નહતું કહ્યું”! આ Gen Z Professional એ એવો પ્રશ્ન કર્યો કે, “જ્યારે કામનું વોલ્યુમ આટલું બધુ…

Trending Business
Gen Z Professional,કંપની,નોટિસ પીરિયડમાં, વર્ક કલ્ચર, Raddit

Business News: નોકરી છોડવાનો સમય અર્થાત્ નોટિસ પીરિયડ સામાન્યત: થોડા રિલેક્સ થવાનો સમય ગણાય છે. પરંતુ, એક Gen Z પ્રોફેશનલ (Gen Z Professional) માટે આ એક દુ:સ્વપ્નથી કમ નહોતું! સોશિયલ મીડિયા પર એક શખ્સની આ કહાણી ઝડપભેર વાયરલ થઇ રહી છે જેણે પોતાની નોકરીના છેલ્લા દિવસોમાં રાતના 1 વાગ્યા સુધી કામ કર્યુ! એની આ આપવીતીથી તો કોર્પોરેટ જગતના વર્ક ટૉક્સિક કલ્ચર (Toxic Work Culture of Corporate World) અંગે એક નવી ચર્ચાઓ શરુ થઇ છે!

Gen Z Professional  પાસે  કંપનીએ નોટિસ પીરિયડમાં કામ કરાવ્યું!

આજકાલની દોડધામભરી જીંદગીમાં કામનો તણાવ એક સામાન્ય બાબત બની ચૂકી છે પરંતુ નોટિસ પીરિયડ (Notice Period) દરમિયાન પણ ઓવર ટાઇમ કરવાની બાબત ખરેખર અચરજ પમાડે એવી છે! એક યુવાન Gen Z કર્મચારીએ રેડિટ (Reddit Post) પર જણાવ્યું હતુ કે કેવી રીતે એ પોતાની કંપની છોડવાના થોડા જ સમય અગાઉ રાત-રાત ભર જાગીને કામ કરી રહ્યો હતો! એનું કહેવું છે કે આ મહિનાના અંતે જે મહત્વપૂર્ણ ટાસ્ક હતો તે એને એકલા હાથે હેન્ડલ કરવો પડી રહ્યો હતો! કંપનીએ એની જગ્યાએ કોઈ જ બેક અપ રાખ્યું નહતુ અને એથી જ તમામ બોજ કેવળ એના ખભા પર જ આવી પડ્યો હતો.

Gen Z Professional,કંપની,નોટિસ પીરિયડમાં, વર્ક કલ્ચર, Raddit

ક્યારેય વધારે જરુરી ન બનવું!

આ કડવા અનુભવ બાદ આ કર્મચારીએ બે મોટા પદાર્થપાઠ સોશિયલ મીડિયા પર શૅર કરતા જણાવ્યું હતુ કે,

“ઑફિસમાં ક્યારેય પોતાને એટલા મહત્વપૂર્ણ ન બનાવો કે તમારા વિના કામ જ ના ચાલે!”

જ્યારે બીજી સલાહ એ હતી કે,

“ક્યારેય પોતાના કામ સાથે પ્રેમ ન કરો!”

એનુ કહેવું છે કે જ્યારે પણ તમે ઘણું જ વધારે કામ સંભાળી લો ત્યારે કંપની તમને હળવાશથી લે છે અને તમારા પર કામનો બોજો વધારી દેવામાં આવે છે!

મેનેજમેન્ટનું વિચિત્ર વર્તન

આ કર્મચારીનો આરોપ છે કે, મેનેજમેન્ટ જાણતુ હતુ કે કામનો બોજો ઘણો છે પરંતુ એનો ઓછો કરવા માટે એણે કંઇ જ ન કર્યુ! સૌથી દુ:ખદ વાત એ છે કે આટલી બધી મહેનત કરવા છતાં પણ એને કોઈ જ ઓવરટાઇમ એલાઉન્સ આપવામાં ન આવ્યું! મેનેજમેન્ટનો તર્ક હતો કે, “અમે તને મોડે સુધી રોકાવા માટે નહતું કહ્યું”….આ કર્મચારીએ એવો પ્રશ્ન કર્યો કે, “જ્યારે કામનું વોલ્યુમ આટલું બધુ વધારે હોય તો મોડે સુધી રોકાયા વિના શી રીતે પૂરું થાત!”

Gen Z Professional,કંપની,નોટિસ પીરિયડમાં, વર્ક કલ્ચર, Raddit

આખો વર્કફ્લૉ ડૉક્યુમેન્ટ કરીને પછી જવાનો આદેશ

આ કર્મચારીને કંપની દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે પોતાનો આખો વર્કફ્લૉ ડૉક્યુમેન્ટ કરીને જાય જેથી એની જગ્યાએ આવનારી વ્યક્ત કામને સમજી શકે. એમ્પ્લોઇને આ વાત વિચિત્ર લાગી હતી કારણ કે, એના સાથેના કર્મચારી પણ એ નહતા જાણતા કે વાસ્તવમાં આ કામ કેટલું બધું પેચીદું છે! એને શક છે કે કંપની એના સ્થાને કોઈ બહારના વ્યક્તિને મૂકશે પણ એ એકલી વ્યક્તિ પણ આટલું બધુ કામ સંભાળી શકશે કે કેમ એ મોટો સવાલ છે!

સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફૂટી પડ્યો

આ પોસ્ટ વાયરલ થતાવેંત ઇન્ટરનેટ પર કોમેન્ટ્સનો મારો ચાલવા લાગ્યો અને એક યૂઝરે લખ્યું કે નોટિસ પીરિયડમાં એક્સ્ટ્રા કામ કરવું ગાંડપણ છે. એક અન્ય શખ્શે પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે એ જ્યારે ફ્રેશર હતો ત્યારે એણે લગાતાર 20-20 કલાક કામ કરેલું છે!

અનેક લોકોએ આ કર્મચારીને સલાહ આપી છે કે હવે એણે જૂની કંપનીનું ટેન્શન છોડીને પોતાની અંગત લાઇફ અને આવનારા ભવિષ્ય પર ધ્યાન આપવું જોઇએ.


આ પણ વાંચો: ભરગરમીમાં ઑફિસ જવા-આવવાની મુશ્કેલી પર ઘમાસાણ જામ્યુ! 8 કલાકની નોકરી કે પછી 10 કલાકની મજબૂરી?

આ પણ વાંચો:  શું AI ના કારણે 2030 સુધીમાં ભારતનું IT સેક્ટર ડૂબી જશે? TCS ના CEO એ આપ્યો ચોખ્ખો જવાબ

આ પણ વાંચો :ગેરંટી વગર મળશે બિઝનેસ લોન! કેબિનેટ ટૂંક સમયમાં લેશે ₹2.5 લાખ કરોડનો નિર્ણય, જાણો લેટેસ્ટ અપડેટ