Business News: આ વર્ષે જાન્યુઆરીથી માંડીને 12 અઠવાડિયાના સમયગાળામાં WhatsApp દ્વારા ભારત (India)માં ડિજિટલ એરેસ્ટ સ્કેમ સાથે સંકળાયેલા 9400 થી પણ વધારે એકાઉન્ટને બૅન (Banned) કરી દીધા છે. Meta જેનો માલિકી હક ધરાવે છે એ WhatsApp દ્વારા સરકારી એજન્સીઓ સાથે મળીને આ કાર્યવાહી કરવામાં આવી છે. આ માહિતી એટોર્ની જનરલ આર. વેંકટરમણીએ સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં Digital Arrest Scam સાથે સંલગ્ન એક મામલા અંગેની સુનાવણી દરમિયાન આપી છે.
કંબોડિયામાં સ્થિત સ્કૅમ સેન્ટર્સ અંગે WhatsApp ને મળી જાણકારી
WhatsApp ની તપાસ દરમિયાન આ વિશે ઘણી મહત્વપૂર્ણ જાણકારી મળી છે કે, આ સ્કેમ કેવી રીતે કામ કરે છે? કંપનીને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતુ કે ભારતીય યૂઝર્સ (Indian Users)ને નિશાન બનાવનારા મોટાભાગના એકાઉન્ટ્સ દક્ષિણ-પૂર્વ એશિયા અને ખાસ કરીને કંબોડિયામાં સ્થિત સ્કૅમ સેન્ટર્સ દ્વારા ચલાવવામાં આવી રહ્યાં હતા. આનો સ્પષ્ટ અર્થ એ છે કે, ભારતમાં જે Digital Arrest Scam ની જાળ બિછાવવામાં આવી રહી હતી એ કંબોડિયામાં WhatsApp એકાઉન્ટ દ્વારા સંચાલિત હતા!

પ્રોફાઇલ પિક્ચરમાં સરકારી લાગે એવા લોગો
આ ઠગાઇ કરનારાઓ મોટા ભાગે, Delhi Police, Mumbai HQ, CBI અને ATS Department જેવા ડિસ્પ્લે નામોનો વપરાશ કરતા હતા અને સાથે જ પ્રોફાઇલ પિક્ચર (Profile Picture)માં સરકારી દેખાય એવા લોગો મૂકતા હતા જેથી લોકોને એમના એકાઉન્ટ વિશે કોઇ શંકા ન થાય!
કંપનીએ જણાવ્યું છે કે, આ ઠગટોળકી (Fraudsters)ને પહોંચી વળવા માટે નવા એન્ફોર્સમેન્ટ ટૂલ્સ લગાવવામાં આવ્યા છે. WhatsApp એ જણાવ્યું કે, આ કાર્યવાહી ભારતીય સાયબર ક્રાઇમ કોઑર્ડિનેશન સેન્ટર (I4C), ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય અને દૂરસંચાર વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતીના આધારે શરુ કરવામાં આવેલી એક વિશેષ તપાસ બાદ કરવામાં આવી છે. કંપનીએ એ વાત પર પણ ભાર મૂક્યો છે કે, એની કાર્યપદ્ધતિ કેવળ જુદી-જુદી ફરિયાદો (Scam Complaints) પર કાર્યવાહી કરવા માટે જ નહિં પણ એનાથીયે અનેકગણી આગળ છે.
SIM બાઇન્ડિગ પર સહમતિ
I4C દ્વારા SC માં દાખલ કરેલા એક સ્ટેટસ રિપોર્ટ અનુસાર, WhatsApp એ સબ્સ્ક્રાઇબર આઇડેન્ટિટી મૉડ્યૂલ (SIM) બાઇન્ડિગ લાગુ કરવા અંગે સંમતિ વ્યક્ત કરી છે. કંપનીએ જણાવ્યું છે કે એ સૂચના પૌદ્યોગિકી (મધ્યસ્થ દિશાનિર્દેશ અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા) નિયમ, 2021ના નિયમોનું પાલન કરશે. WhatsApp એ કાયદા અને પ્રાઇવસીની સીમાઓની અંદર રહીને નિયમિત સમયાંતરે ડેટા (Data) સંબંધી જાણકારી શૅર કરવાનો પણ વાયદો કર્યો છે.
આ પણ વાંચો: શું AI ના કારણે 2030 સુધીમાં ભારતનું IT સેક્ટર ડૂબી જશે? TCS ના CEO એ આપ્યો ચોખ્ખો જવાબ
આ પણ વાંચો: સાયબર ઠગથી બચવા માટે વરદાન છે ‘ચક્ષુ પોર્ટલ’, શંકાસ્પદ કોલ કરનારનો મોબાઈલ જ થઈ જશે બ્લેકલિસ્ટ
આ પણ વાંચો: કૉલિંગનો સુખદ અનુભવ…કમાલનું WhatsApp ફીચર…ઘોંઘાટમાં પણ ક્રિસ્ટલ ક્લીયર અવાજ સંભળાશે…!!
