Lifestyle News/ ચહેરા અને હાથ-પગ પરનું સન ટેનિંગ મિનિટોમાં થશે ગાયબ; રસોડામાં રહેલી આ બે વસ્તુઓથી મળશે નિખાર

ઉનાળામાં તડકાને કારણે થયેલા ટેનિંગ (Tanning) થી છુટકારો મેળવવા માટે મોંઘા પ્રોડક્ટ્સની જરૂર નથી. ઘરે જ રસોડાની સામગ્રી જેવી કે લીંબુ, ખાંડ, બેસન અને હળદરથી બનાવો નેચરલ સ્ક્રબ અને મેળવો ચમકતી ત્વચા.

Trending Health & Fitness Lifestyle
Tanning will vanish in minutes.

Health & Fitness News : ઉનાળાની કળકળતી ગરમી અને તેજ તડકાના કારણે ત્વચા પર ટેનિંગ થવું એ અત્યંત સામાન્ય સમસ્યા છે. સૂર્યના હાનિકારક UV  કિરણો માત્ર ચહેરાને જ નહીં, પરંતુ હાથ, પગ અને ગરદન જેવા શરીરના ખુલ્લા ભાગોને પણ કાળા (Sun Tanning) પાડી દે છે. ત્વચા પરથી ડેડ સેલ્સ એટલે કે મૃત ત્વચા દૂર કરવા અને કુદરતી ગ્લો પાછો લાવવા માટે સ્ક્રબિંગ ખૂબ જ જરૂરી છે. આ માટે બજારમાંથી મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ કે સ્ક્રબ ખરીદવાની જરૂર નથી; તમારા રસોડામાં જ ઉપલબ્ધ સરળ સામગ્રીથી તમે ઉત્તમ નેચરલ સ્ક્રબ (home remedy sun tanning removal )બનાવી શકો છો.

Tanning: લીંબુ અને ખાંડનું નેચરલ સ્ક્રબ

લીંબુમાં કુદરતી રીતે સાઇટ્રિક એસિડ અને બ્લીચિંગ ગુણો રહેલા છે, જે ત્વચા પર જમા થયેલા કાળાશ અને પિગમેન્ટેશનને ઝડપથી હળવા કરવામાં મદદ કરે છે. બીજી તરફ, ખાંડના દાણા એક શ્રેષ્ઠ એક્સફોલિએટર તરીકે કામ કરીને ત્વચાની અંદર જમા થયેલી ગંદકી અને મૃત કોષોને બહાર ફેંકે (natural scrub for tan removal lemon sugar) છે.

બનાવવાની રીત : એક ચમચી તાજો લીંબુનો રસ લો અને તેમાં એક ચમચી ખાંડ ઉમેરો. આ મિશ્રણને ટેનિંગ વાળી જગ્યા પર 2 થી 3 મિનિટ માટે ગોળાકાર (સરક્યુલર) ગતિમાં હળવા હાથે મસાજ કરો. ત્યારબાદ ત્વચાને ઠંડા પાણીથી ધોઈ લો.

Tanning

ચણાનો લોટ (બેસન), હળદર અને મધનું હોમમેઇડ સ્ક્રબ

ચણાનો લોટ (Besan Turmeric Pack)પ્રાચીન સમયથી ત્વચાની ઊંડાણપૂર્વક સફાઈ કરવા માટે વપરાય છે. હળદરમાં રહેલું એન્ટી-ઓક્સિડન્ટ ગુણધર્મો ધરાવતું કર્ક્યુમિન ત્વચાના રંગને નિખારે છે, જ્યારે મધ ત્વચાની ભેજ જાળવી રાખીને તેને સોફ્ટ અને ગ્લોઇંગ બનાવે છે.

બનાવવાની રીત : એક ચમચી બેસન, અડધી ચમચી હળદર, એક ચમચી શુદ્ધ મધ અને જરૂર મુજબ થોડું કાચું દૂધ ઉમેરીને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા, ગરદન અને હાથ પર લગાવીને હળવા હાથે સ્ક્રબ કરો. 15 મિનિટ સુધી સુકાવા દીધા બાદ સામાન્ય પાણીથી ચહેરો ધોઈ લો.


આ પણ વાંચો :સવારે ખાલી પેટે કરો આ 3 વસ્તુઓનું સેવન, આખો દિવસ બોડીમાં રહેશે ઓવરલોડેડ એનર્જી

આ પણ વાંચો :તમે જે પનીર ખાઈ રહ્યા છો તેમાં ડિટર્જન્ટની ભેળસેળ તો નથી ને? આ રીતે ઘરે જ કરો સરળ ચકાસણી

આ પણ વાંચો :નાભિમાં તેલનું ટીપું મૂકવાથી ચહેરા પર આવશે નિખાર અને ઝડપથી વધશે વાળ, જાણો યોગ્ય રીત