National News/ UPI પર હવે ચાર્જ લાગશે? સરકારે સ્પષ્ટ કર્યું સત્ય, જાણો નવા કાયદામાં શું બદલાશે?

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે UPI માધ્યમથી થતા લેણદેણ (UPI Transaction) નિઃશુલ્ક રહેશે. પેમેન્ટ એક્ટ અને MDR અંગે સરકારના નિવેદનની સંપૂર્ણ વિગત વાંચો.

NATIONAL Top Stories India
UPI Transaction

UPI Transactions Free Government Clarification News:  યુપીઆઈ વપરાશકર્તાઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. લોકસભામાં પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ કાયદા, 2007માં સુધારા સાથે જોડાયેલું બિલ પસાર થયા બાદ એવી ચર્ચા શરૂ થઈ હતી કે હવે બેંકો અથવા પેમેન્ટ કંપનીઓ યુપીઆઈ વ્યવહારો પર ચાર્જ વસૂલ કરી શકશે.

આ ચર્ચા વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે સામાન્ય યુપીઆઈ વ્યવહારો(UPI Transaction) માટે ગ્રાહકોને કોઈપણ પ્રકારની ટ્રાન્ઝેક્શન ફી ચૂકવવી પડશે નહીં. એટલે કે વ્યક્તિથી વ્યક્તિ વચ્ચે થતા યુપીઆઈ વ્યવહારો પહેલાની જેમ મફત રહેશે.

સામાન્ય UPI Transaction પર કોઈ ચાર્જ નહીં

સરકારના જણાવ્યા અનુસાર, યુપીઆઈથી પેમેન્ટ કરનારા ગ્રાહકો પાસેથી ટ્રાન્ઝેક્શન ચાર્જ લેવામાં આવશે નહીં. વ્યક્તિગત એટલે કે P2P વ્યવહારો પણ મફત જ રહેશે.

જોકે, કેટલાક ચોક્કસ વેપારી વ્યવહારો માટે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDR લાગુ કરવાની જોગવાઈ હોઈ શકે છે. પરંતુ આવા ચાર્જ તમામ વ્યવહારો પર લાગુ નહીં થાય. ચોક્કસ મર્યાદાથી ઉપરના કેટલાક વેપારી વ્યવહારો માટે જ મર્યાદિત દરે ચાર્જ લાગવાની શક્યતા રહેશે.

UPI Transaction
upi-transactions-free-government-clarity

MDR એટલે શું?

MDR એટલે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ. ડિજિટલ અથવા કાર્ડ દ્વારા ગ્રાહક વેપારીને પેમેન્ટ કરે ત્યારે વેપારી પાસેથી વસૂલવામાં આવતી ફી માટે આ શબ્દનો ઉપયોગ થાય છે.

હાલ સુધી યુપીઆઈ વ્યવહારોમાં MDR શૂન્ય રહ્યો છે. એટલે વેપારીઓને સામાન્ય રીતે યુપીઆઈ પેમેન્ટ સ્વીકારવા માટે કોઈ વ્યવહાર ફી ચૂકવવી પડતી નથી.

સરકારની નવી સ્પષ્ટતા મુજબ જો ભવિષ્યમાં MDR લાગુ કરવામાં આવે તો તે મર્યાદિત વેપારી વ્યવહારો પૂરતો જ રહેશે અને દરેક વ્યવહાર પર એકસરખો ચાર્જ લાગશે નહીં.

MDR અંગે નિર્ણય કોણ લેશે?

સરકારના જણાવ્યા અનુસાર, કરવેરા અને અન્ય કાયદા સંબંધિત સુધારા બિલ, 2026માં પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ કાયદાની કલમ 10Aમાં ફેરફારની જોગવાઈ કરવામાં આવી છે.

આ સુધારા બાદ MDR અંગેનો નિર્ણય NPCIની અધ્યક્ષતાવાળી UPI અને સેવા સંચાલન સમિતિ દ્વારા લેવામાં આવશે. એટલે હાલ દરેક યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ લાગશે એવી વાત સાચી નથી.

‘બાહ્ય દબાણ’ના અહેવાલોને સરકારે નકારી કાઢ્યા

આ કાયદામાં ફેરફાર પાછળ કોઈ બહારનું દબાણ હોવાના અહેવાલોને પણ કેન્દ્ર સરકારે ફગાવી દીધા છે. સરકારનું કહેવું છે કે આવા દાવા આધારવિહોણા અને ભ્રામક છે.

સરકારે એ પણ યાદ અપાવ્યું કે ભારતમાં 2016માં યુપીઆઈની શરૂઆત કરવામાં આવી હતી અને જાન્યુઆરી 2020થી તેને સામાન્ય નાગરિકો અને વેપારીઓ માટે મફત રાખવામાં આવ્યું છે.

સરકારના જણાવ્યા અનુસાર, નવા સુધારાનો હેતુ ભારતની ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થાને લાંબા સમય સુધી મજબૂત, સ્પર્ધાત્મક અને નવીન રાખવાનો છે.

અર્થાત્, હાલ સામાન્ય યુપીઆઈ(UPI Transaction) વપરાશકર્તાઓ માટે રાહતના સમાચાર છે. તમારા રોજિંદા વ્યક્તિગત યુપીઆઈ પેમેન્ટ(UPI Transaction) પર કોઈ ચાર્જ લાગવાનો નથી. હા, ભવિષ્યમાં ચોક્કસ પ્રકારના મોટા વેપારી વ્યવહારો માટે MDR અંગે અલગ નિયમો બની શકે છે.


આ પણ વાંચો:UPI પેમેન્ટ પર ફરી ચાર્જની ચર્ચા, ₹2,000થી વધુના વેપારી વ્યવહારો પર લાગી શકે છે ફી

આ પણ વાંચો:UPI પર લાગી શકે છે ચાર્જ! 6 વર્ષ પછી MDRની વાપસીની તૈયારી, સરકાર લાવશે નવું બિલ

આ પણ વાંચો:શું તમારે UPI ચુકવણી નિષ્ફળ ગઈ અને પૈસા પણ કપાઈ ગયા? જાણો રિફંડ મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા