New Delhi News/ WhatsApp ભારતમાં લાવી રહ્યું છે સિમ-બાઇન્ડિંગ

સિમ-બાઇન્ડિંગ(Sim Binding)નો મુખ્ય ઉદ્દેશ છે નકલી એકાઉન્ટ્સને અટકાવવું, હેકિંગ મુશ્કેલ બનાવવું અને છેતરપિંડી પર નિયંત્રણ લાવવું

India
WhatsApp હવે “સિમ-બાઇન્ડિંગ”(Sim Binding) સુવિધાનું પરીક્ષણ કરી રહ્યું છે

New Delhi News : ભારત સરકાર અને Telecom Regulatory Authority of Indiaના માર્ગદર્શન હેઠળ WhatsApp હવે “સિમ-બાઇન્ડિંગ”(Sim Binding) સુવિધાનું પરીક્ષણ કરી રહ્યું છે. આ નવા ફીચર હેઠળ વપરાશકર્તા એકાઉન્ટ તેમના ફોનમાં સક્રિય સિમ કાર્ડ સાથે કાયમી રીતે લિંક થશે.

Sim Bindingનો મુખ્ય ઉદ્દેશ હેકિંગ મુશ્કેલ બનાવવું 

 

સિમ-બાઇન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ છે નકલી એકાઉન્ટ્સને અટકાવવું, હેકિંગ મુશ્કેલ બનાવવું અને છેતરપિંડી પર નિયંત્રણ લાવવું. હવે ફક્ત OTPના આધારે કોઈ અન્ય ઉપકરણ પર લોગિન કરવું શક્ય નહીં રહેશે.

હાલમાં આ સુવિધા કેટલાક બીટા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. એપ સમયાંતરે ચકાસશે કે સિમ કાર્ડ ઉપકરણમાં હાજર છે કે નહીં. જો સિમ ઉપલબ્ધ ન હોય, તો એકાઉન્ટ ઍક્સેસ બ્લોક થઈ શકે છે.

TRAI અને સરકાર લાંબા સમયથી ઓનલાઈન પ્લેટફોર્મ્સ માટે ઓળખ ચકાસણી મજબૂત કરવા પર ભાર મૂકી રહ્યા છે. WhatsAppનું આ પગલું ડિજિટલ સુરક્ષા વધારવામાં મદદરૂપ બનશે તેવી અપેક્ષા છે.

સીમ-બાઇન્ડિંગ સફળ રહી તો આગામી સમયમાં આ સુવિધા બધા ભારતીય વપરાશકર્તાઓ માટે રોલઆઉટ થશે.


આ પણ વાંચો : સાયબર ફ્રોડથી બચવા વોટ્સએપમાં કરો આ ફેરફાર, અજાણ્યા કોલ્સ આપમેળે થઈ જશે સાયલન્ટ

આ પણ વાંચો : અમદાવાદમાં પોલીસના નામે APK ફાઈલનો ખેલ, ટ્રાફિક મેમોના બહાને વોટ્સએપ હેક કરી લાખોની લૂંટ

આ પણ વાંચો : દિલ્હી વિસ્ફોટ સાક્ષી છે, ટેલિગ્રામ કે વોટ્સએપ નહીં, પણ હવે સેશન એપનો ઉપયોગ કરીને આતંકી કાવતરા ઘડાઈ રહ્યા છે!