gujrat news/ અમદાવાદમાં 1360 ટનનો ગર્ડર લોન્ચ, અશ્વિની વૈષ્ણવે શેર કર્યો વીડિયો, જાણો બુલેટ ટ્રેનની નવી સિદ્ધિ

Ahmedabad ના મણિનગરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ 1360 મેટ્રિક ટનનો સૌથી ભારે ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ કામગીરીનો વીડિયો શેર કર્યો છે. જાણો આ એન્જિનિયરિંગ સિદ્ધિ વિશે.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad

Mumbai-Ahmedabad Bullet Train News: ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન (NHSRCL) એ વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અમદાવાદના (Ahmedabad) મણિનગરમાં રેલવે ટ્રેક ઉપર 1360 મેટ્રિક ટન વજન ધરાવતો વિશાળ ગર્ડર માત્ર સાડા ત્રણ કલાકમાં સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અદભૂત કામગીરીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને એન્જિનિયરોની પ્રશંસા કરી છે.

એન્જિનિયરિંગનો અદભૂત નમૂનો

આ કામગીરી અમદાવાદ-વડોદરા (Ahmedabad)રેલવે લાઇન ઉપર કરવામાં આવી છે. આ ગર્ડર (પોર્ટલ બીમ) વિશેની ખાસ વિગતો નીચે મુજબ છે:

વજન અને કદ: આ ગર્ડરનું વજન 1360 મેટ્રિક ટન છે, તેની લંબાઈ 34 મીટર અને ઊંચાઈ 5.5 મીટર છે.

સમયની બચત: અગાઉ આ કામ માટે 9 કલાકના ટ્રાફિક બ્લોકની જરૂર પડતી હતી, પરંતુ ટેકનોલોજીની મદદથી આ કામ માત્ર 3.5 કલાકમાં જ પૂર્ણ કરી દેવામાં આવ્યું.

ભારે મશીનરીનો ઉપયોગ: આ મહાકાય બીમને ઉઠાવવા માટે 2200 મેટ્રિક ટન ક્ષમતા ધરાવતી ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે ભારતીય રેલવેના ઇતિહાસમાં ઉઠાવવામાં આવેલા સૌથી વધુ વજન પૈકીનું એક છે.

Ahmedabadમાં આવા કુલ 5 ગર્ડર મુકાશે

NHSRCL ના જણાવ્યા અનુસાર, મણિનગર રેલવે સ્ટેશન પાસે આવા કુલ પાંચ બીમ લગાવવાની યોજના છે. આ બીમને સાઇટ પર જ પ્રીકાસ્ટ રીતે તૈયાર કરવામાં આવ્યા છે. આ ગર્ડર લોન્ચ કરતી વખતે રેલવે ટ્રાફિક અને વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખીને કામગીરી કરવામાં આવી હતી.

15 ઓગસ્ટ 2027 ના રોજ સંચાલનની તૈયારી

ગુજરાતમાં (Ahmedabad) બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. આગામી વર્ષે એટલે કે 15 ઓગસ્ટ, 2027 સુધીમાં બુલેટ ટ્રેનનું સંચાલન શરૂ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ ગર્ડર લોન્ચ થવાથી અમદાવાદ અને વડોદરા વચ્ચેના ટ્રેક કનેક્ટિવિટીનું કામ હવે વધુ ઝડપથી આગળ વધશે.


આ પણ વાંચો: અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અસર: શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ બંધ

આ પણ વાંચો: ભારતની પહેલી બુલેટ ટ્રેન ઓગસ્ટ 2027માં દોડશે

આ પણ વાંચો: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે 100 મીટર લાંબો લોખંડનો પુલ લોન્ચ