@બલદેવ ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – મોરબી
રાજ્યમાં એક પછી એક અકસ્માતની ઘટના સામે અવી રહી છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. હળવદની મોરબી ચોકડી પાસે વહેલી સવારે ટ્રક પસાર થઇ રહી હતી ત્યારે અચાનક ડ્રાઇવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાતા ટ્રક પલટી ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર,હળવદ મોરબી ચોકડી પર અવાર નવાર અકસ્માત સર્જાતા હોય છે ત્યારે આજે સવારે વધુ એક ટ્રક પલટી ખાઇ જતા બાજુમાથી પસાર થઇ રહી કારમા પણ નુકશાન થયુ હતુ જો કે વહેલી સવાર હોવાથી લોકોની અવર જવર નહી હોવાથી મોટી જાનહાની ટળી હતી ટ્રક ડ્રાઇવરને ઇજાઓ પહોચતા હળવદ સરકારી હોસ્પિટલે ખસેડવામા આવ્યો હતો.

અકસ્માત સમયે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાતા હળવદ પોલીસ તાત્કાલિક પહોચી ટ્રાફિક હળવો કરીયો હતો અને બનાવની વધુ તપાસ હાથ ધરી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
