આજે 14 જાન્યુઆરી 2021 ના રોજ મકરસંક્રાંતિનો તહેવાર દેશભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહીત ઘણા નેતાઓએ મકરસંક્રાંતિ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. જણાવી દઈએ કે આજે મકરસંક્રાંતિની સાથે દેશના જુદા જુદા રાજ્યોમાં પણ પોંગલ, માધ બિહુ અને ભોગી ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યા છે.
આજે મકરસંક્રાંતિના દિવસે કડકડતી ઠંડી હોવા છતાં પણ જુદા જુદા શહેરોમાં ભક્તો સ્નાન કરવા નદીના ઘાટ પર પહોંચ્યા હતા અને સ્નાન કરી દાન આપ્યા હતા. લોકો જ્યારે ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદી અને બિહારના પટનામાં સ્નાન કરી રહ્યા હતા, ત્યારે ભક્તોએ પશ્ચિમ બંગાળના કોલકાતામાં હુગલી નદીમાં આસ્થાની ડૂબકી લગાવી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મકરસંક્રાંતિના તહેવાર પર દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું કે ‘મકરસંક્રાંતિ પર દેશવાસીઓને ખુબ ખુબ શુભેચ્છા. મારી કામના છે કે ઉત્તરાયણ સૂર્યદેવ દરેકના જીવનમાં નવી ઉર્જા અને નવા ઉત્સાહ લાવશે.
देशवासियों को मकर संक्रांति की बहुत-बहुत बधाई। मेरी कामना है कि उत्तरायण सूर्यदेव सभी के जीवन में नई ऊर्जा और नए उत्साह का संचार करें।
Makar Sankranti greetings to everyone.
— Narendra Modi (@narendramodi) January 14, 2021
મકરસંક્રાંતિ પ્રસંગે દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. સંરક્ષણ પ્રધાને ટ્વીટ કર્યું કે ‘મકરસંક્રાંતિના શુભ પ્રસંગે આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. આ તહેવાર તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સારા આરોગ્ય લાવશે.
मकर संक्रांति के पावन अवसर पर आप सभी को हार्दिक शुभकामनाएँ। यह पर्व आपके जीवन में सुख, समृद्धि और उत्तम स्वास्थ्य लेकर आये यही मंगलकामना है।
— Rajnath Singh (@rajnathsingh) January 14, 2021
ભારતના વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકરે મકરસંક્રાંતિ પ્રસંગે દેશવાસીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા. તેમણે ટ્વીટ કર્યું, ‘તહેવારના પ્રસંગે સૌને હૃદયપૂર્વક અભિનંદન – મકરસંક્રાંતિ, પોંગલ, માઘા બિહુ અને ઉત્તરાયણ! આ તહેવારો દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય લાવે.
Best wishes on Pongal, Makar Sankranti, Magh Bihu & Uttarayan. May these festivals usher in happiness, good health & success for all.
उमंग भरे पर्वों-मकर संक्रांति, पोंगल,माघ बिहू और उत्तरायण-पर सभी को हार्दिक शुभकामनाएं! ये त्योहार सबके जीवन में सुख, समृद्धि व आरोग्य लेकर आएँ!
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 14, 2021
દેશના ગૃહમંત્રી અમિત શાહે મકરસંક્રાંતિના તહેવાર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. ગૃહમંત્રીએ ટ્વીટ કર્યું, ‘હું મકરસંક્રાંતિના આ મહાપર્વ પર તમામ દેશવાસીઓના જીવનમાં નવી ઉર્જા અને સારા સ્વાસ્થ્ય લઈને આવે. મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ.
मकर संक्रांति का यह महापर्व सभी देशवासियों के जीवन में नई ऊर्जा एवं उत्तम स्वास्थ्य लेकर आये ऐसी ईश्वर से कामना करता हूँ। मकर संक्रांति की हार्दिक शुभकामनाएँ। pic.twitter.com/6hSYzvVYD2
— Amit Shah (@AmitShah) January 14, 2021
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
