Surat News: ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહનો પર્વ રક્ષાબંધન આજે સુરત (Surat) શહેરમાં ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો. શહેરના ખૂણે-ખૂણે બહેનોએ પોતાના ભાઈઓને રાખડી બાંધીને તેમની લાંબી આયુ અને સુરક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરી. આ પર્વની ઉજવણીનો ઉત્સાહ માત્ર સામાન્ય નાગરિકોમાં જ નહીં, પરંતુ રાજકીય અને સામાજિક હસ્તીઓના ઘરોમાં પણ જોવા મળ્યો.

આ ખાસ અવસરે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના નિવાસસ્થાને પણ રક્ષાબંધનની ઉજવણી ખૂબ જ ભાવનાત્મક રીતે કરવામાં આવી. સી.આર. પાટીલની બહેન સુરેખાએ તેમને પરંપરાગત રીતે રાખડી બાંધી અને તેમના સારા સ્વાસ્થ્ય, સફળતા અને સુરક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરી. આ પ્રસંગે પાટીલે પણ પોતાની બહેનને આશીર્વાદ આપ્યા અને ભાઈ-બહેનના આ અનોખા બંધનની મહત્તા વિશે વાત કરી.

રક્ષાબંધન એ ભારતીય સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે ભાઈ-બહેનના પવિત્ર સંબંધોને ઉજાગર કરે છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધીને તેમની સુરક્ષાની કામના કરે છે, જ્યારે ભાઈઓ બહેનોને રક્ષણ અને પ્રેમનું વચન આપે છે. સુરતમાં આજે સવારથી જ બજારોમાં રાખડીઓ, મીઠાઈઓ અને ભેટ-સોગાદોની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી. શહેરના મંદિરોમાં પણ બહેનોએ પોતાના ભાઈઓની સુખ-સમૃદ્ધિ માટે પૂજા-અર્ચના કરી.
આ પણ વાંચો:સુરતમાં ચંદી પડવા પહેલા ફૂડ વિભાગ એક્શનમાં, ઘારી બનાવતા વેપારીઓની કરાઈ તાપસ
આ પણ વાંચો:સુરતમાં ડુપ્લીકેટ મસાલા બનાવવાની આશંકાએ ફૂડ વિભાગના દરોડા
