World News/ કોકપીટ વિવાદને પગલે એરલાઇન્સે કડક કર્યા સુરક્ષા નિયમો; ઇઝરાયલ રૂટ પર ક્રૂ બદલાયા

ફ્લાયદુબઈ (flydubai)ફ્લાઇટમાં કોકપીટ હુમલાની ઘટના બાદ એર ફ્રાન્સ અને યુનાઇટેડ એરલાઇન્સે ઇઝરાયલ રૂટ પર પાકિસ્તાની પાઇલટ્સ તથા ક્રૂ મેમ્બર્સ પર પ્રતિબંધ મૂક્યો છે. સુરક્ષાના આ કડક પગલાંથી એવિએશન સેક્ટરમાં હલચલ મચી ગઈ છે.

Top Stories World
flydubai કોકપીટ વિવાદ અને સુરક્ષાના નવા નિયમો

World News:ફ્લાયદુબઈ (flydubai)ની ફ્લાઇટમાં બનેલી ગંભીર કોકપીટ હુમલાની ઘટના બાદ આંતરરાષ્ટ્રીય એવિએશન સેક્ટરમાં સુરક્ષાના નિયમો અત્યંત કડક કરી દેવામાં આવ્યા છે. એર ફ્રાન્સ, યુનાઇટેડ એરલાઇન્સ અને ચેક એરલાઇન સ્માર્ટવિંગ્સ જેવી મોટી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે ઇઝરાયલ તરફ જતી અથવા ત્યાંથી આવતી ફ્લાઇટ્સ માટે પાકિસ્તાની પાઇલટ્સ (Pakistani Pilots)તથા કેબિન ક્રૂ મેમ્બર્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. પાકિસ્તાન અને ઇઝરાયલ (Israel)વચ્ચે કોઈ પણ પ્રકારના સત્તાવાર કે રાજદ્વારી સંબંધો ન હોવાના કારણે આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે.

ફ્લાયદુબઈ કોકપીટ વિવાદ અને સુરક્ષાના નવા નિયમો

આ કડક સુરક્ષા પગલાં પાછળનું મુખ્ય કારણ 30 સપ્ટેમ્બર, 2026 ના રોજ દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં બનેલી એક ચોંકાવનારી ઘટના છે. રિપોર્ટ્સ અનુસાર, ફ્લાઇટ દરમિયાન ઓમાની કો-પાઇલટે કોકપીટનો કંટ્રોલ પોતાના હાથમાં લેવાના ઇરાદા સાથે ભારતીય કેપ્ટન પર અચાનક હુમલો કરી દીધો હતો. આ ઘટના બાદ ઇઝરાયલ અને આંતરરાષ્ટ્રીય એવિએશન એજન્સીઓએ એવા દેશોના નાગરિકો અને ક્રૂ પાયલોટ્સ પર કડક નજર રાખવાનું શરૂ કર્યું છે જેમના ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો નથી. ઓમાન પણ એવા જ દેશોની યાદીમાં આવે છે.

FLYDUBAI

એરલાઇન્સની કાર્યવાહી અને અહેવાલો

એર ફ્રાન્સ (Air France)અને યુનાઇટેડ એરલાઇન્સે (United Airlines)તેમના તમામ પાઇલટ્સ અને ક્રૂ સભ્યોને આ નવા સુરક્ષા પ્રતિબંધો વિશે જાણ કરી દીધી છે. એર ફ્રાન્સે સ્પષ્ટ કર્યું છે કે તે ઇઝરાયલી અધિકારીઓ દ્વારા નક્કી કરવામાં આવેલા તમામ સુરક્ષા ધોરણોનું પાલન કરી રહ્યું છે, જ્યારે યુનાઇટેડ એરલાઇન્સે પોતાના ક્રૂ શિડ્યુલિંગમાં આ નિયમો લાગુ કરી દીધા છે.

FLYDUBAI 1

ઇન્ડોનેશિયન પાઇલટના કારણે ફ્લાઇટ પરત મોકલાઈ

આ નવા નિયમોનો કડક અમલ મંગળવારે જોવા મળ્યો હતો, જ્યારે ઇથોપિયન એરલાઇન્સની એક ફ્લાઇટને ઉડાન ભર્યાના લગભગ એક કલાક બાદ પરત આવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ ફ્લાઇટમાં એક ઇન્ડોનેશિયન પાઇલટ બોર્ડ પર હતો, અને ઇન્ડોનેશિયાના પણ ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો નથી.


આ પણ વાંચો:ફ્લાયદુબઈ કેસમાં મોટો ખુલાસો: અલ-હમ્મામીના સંપર્કમાં રહેલા બે માલદીવના પાઇલટની ધરપકડ

આ પણ વાંચો:ફ્લાયદુબઈ વિમાન દુર્ઘટના પાછળ ઈરાનનો હાથ? ટ્રમ્પે આપી ભયંકર પરિણામોની ચેતવણી

આ પણ વાંચો:ફ્લાયદુબઈએ ઇઝરાયલ રૂટની તમામ ફ્લાઇટ્સ કરી સ્થગિત