Kutch News/ કચ્છમાં રક્ષાબંધનની ઉજવણી, સાંસદ વિનોદ ચાવડા તેમજ મહિલા પોલીસની ભાવનાત્મક પહેલ

રક્ષાબંધન એ બહેનના ભાઈ પ્રત્યેના પ્રેમ અને આશીર્વાદનું પ્રતીક છે, જે બળેવ તરીકે પણ ઓળખાય છે.” તેમણે વધુમાં કહ્યું કે, “આપણા વીર જવાનો દેશની સરહદોનું રક્ષણ કરે છે, અને તેમની સાથે આ તહેવાર ઉજવવો એ ગૌરવની વાત છે.”

Top Stories Gujarat

Kutch News:ભારતના સાંસ્કૃતિક અને ભાવનાત્મક તહેવારોમાં રક્ષાબંધન (Raksha Bandhan) નું વિશેષ સ્થાન છે. આ તહેવાર ભાઈ-બહેનના પવિત્ર બંધનની ઉજવણી સાથે દેશભક્તિ અને સમાજસેવાનું પ્રતીક બની રહે છે. કચ્છમાં આ વર્ષે રક્ષાબંધનની ઉજવણીએ એક અનોખો રંગ ઉમેર્યો, જ્યાં સાંસદ વિનોદ ચાવડાએ સરહદનું રક્ષણ કરતા BSF જવાનો સાથે આ પર્વ ઉજવ્યું, જ્યારે મહિલા પોલીસે વૃદ્ધાશ્રમોમાં જઈને સિનિયર સિટીઝન્સને રાખડી બાંધી ભાવનાત્મક બંધનની ઉજવણી કરી.

કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પોતાની પરંપરા જાળવી રાખતા, રાપર તાલુકાના લોદ્રાણી BSF પોસ્ટ ખાતે 84 બટાલિયનના જવાનો સાથે રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ ઉજવણી કરી. આ પ્રસંગે તેમણે જવાનોના શૌર્ય અને દેશપ્રેમની ભૂરી ભૂરી પ્રશંસા કરી. સાંસદે દરેક જવાનને મીઠાઈના બોક્સ અને શાલ વડે સન્માનિત કર્યા, જે દેશની સરહદોનું રક્ષણ કરતા ‘ઝીરો પોઈન્ટ’ પર ફરજ બજાવે છે.

આ અવસરે સાંસદ ચાવડાએ જણાવ્યું, “ભારત તહેવારોનો દેશ છે, જ્યાં આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉલ્લાસભેર ઉજવીએ છીએ. રક્ષાબંધન એ બહેનના ભાઈ પ્રત્યેના પ્રેમ અને આશીર્વાદનું પ્રતીક છે, જે બળેવ તરીકે પણ ઓળખાય છે.” તેમણે વધુમાં કહ્યું કે, “આપણા વીર જવાનો દેશની સરહદોનું રક્ષણ કરે છે, અને તેમની સાથે આ તહેવાર ઉજવવો એ ગૌરવની વાત છે.”

આ કાર્યક્રમમાં 84 બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર અનિલકુમાર યાદવ અને અક્ષય શર્માએ સાંસદનું સ્વાગત કર્યું અને જવાનોનો પરિચય આપ્યો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, અંગદાન પ્રવૃત્તિના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ સહિત અન્ય અગ્રણીઓએ હાજરી આપી હતી.
કચ્છમાં રક્ષાબંધનનો ઉત્સાહ ફક્ત સરહદો સુધી સીમિત ન રહ્યો, પરંતુ ભુજ અને ભચાઉમાં પણ મહિલા પોલીસે સામાજિક સંવેદના દર્શાવી. ભુજ શહેરની ‘શી-ટીમ’એ હરિ શાંતિ નિકેતન વૃદ્ધાશ્રમ અને દાદા-દાદી પાર્ક ખાતે સિનિયર સિટીઝન્સને રાખડી બાંધી, તેમના ચહેરા પર સ્મિત લાવ્યું. આ ઉજવણીમાં મહિલા પોલીસે માનવતા અને સમાજ પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

ભચાઉ પોલીસ સ્ટેશનની ‘શી-ટીમ’એ પોલીસ ઈન્સ્પેક્ટર એ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ મધર ટેરેસા વૃદ્ધાશ્રમમાં જઈને સિનિયર સિટીઝન્સને તિલક વિધિ સાથે રાખડી બાંધી. આ પ્રસંગે વૃદ્ધોને મીઠાઈ ખવડાવી, તેમનું મોઢું મીઠું કરવામાં આવ્યું, જેનાથી વૃદ્ધોના ચહેરા પર આનંદ અને હૂંફની લાગણી ઝળકી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કચ્છમાં લથડિયા ખાતા શિક્ષણને ચલાવવા માટે 4100 વિદ્યાસહાયકોની ભરતી લાભકારક ઠરશે કે કેમ?

આ પણ વાંચો:કચ્છમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો લોક દરબાર: નાગરિકોની સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવવા આદેશ

આ પણ વાંચો:ડ્રગ્સ સામે જંગ : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે કચ્છમાં કરોડોના ડ્રગ્સના જથ્થાનો નાશ કરવા ઉપસ્થિત રહેશે