Not Set/ વડાપ્રધાન મોદીએ હીરાબાનાં દર્શન કર્યા બાદ કર્યુ મતદાન, લોકોને વોટ આપવા કરી અપીલ

ગુજરાત : લોકસભાની ચુંટણીનાં ત્રીજા તબક્કે આજે ગુજરાતની 26 બેઠકો પર પણ મતદાન થવાનું છે. ત્યારે ઘણા દિગ્ગજ નેતાઓ પણ અહી મતદાન કરવા આવશે. વડાપ્રધાન મોદી પોતે અમદાવાદનાં રાણીપ ખાતે આવેલી નિશાન સ્કૂલમાં મતદાન કર્યુ હતુ. જો કે તે પહેલા વડાપ્રધાન મોદીએ તેમના માતા હીરાબાનાં દર્શન કર્યા હતા. જ્યા તેમણે હીરાબાને વંદન કરી મતદાન સ્થળ […]

Gujarat Politics

ગુજરાત : લોકસભાની ચુંટણીનાં ત્રીજા તબક્કે આજે ગુજરાતની 26 બેઠકો પર પણ મતદાન થવાનું છે. ત્યારે ઘણા દિગ્ગજ નેતાઓ પણ અહી મતદાન કરવા આવશે. વડાપ્રધાન મોદી પોતે અમદાવાદનાં રાણીપ ખાતે આવેલી નિશાન સ્કૂલમાં મતદાન કર્યુ હતુ. જો કે તે પહેલા વડાપ્રધાન મોદીએ તેમના માતા હીરાબાનાં દર્શન કર્યા હતા. જ્યા તેમણે હીરાબાને વંદન કરી મતદાન સ્થળ સુધી પહોચ્યા હતા. વડાપ્રધાન મોદીએ રાણીપ ખાતે આવેલ નિશાન પહોચી મતદાન કર્યુ હતુ. તમને જણાવી દઇએ કે, આ બેઠક પરથી અમીત શાહ ભાજપનાં ઉમેદવાર છે. જેમની સામે કોંગ્રેસનાં ઉમેદવાર ડૉ.સી.જે.ચાવડા લડી રહ્યા છે.

આજે લોકશાહીનાં સૌથી મોટા પર્વની ઉજવણીનાં સહભાગી ગુજરાતનાં લોકો બન્યા છે. ત્યારે ખાસ કરીને વડાપ્રધાન મોદીએ લોકોને અચુક મતદાન કરવાની અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ મતદાન કરી પોતાની ફરજ બજાવી છે અને અન્ય નેતાઓ પણ પોતાના આ મત અધિકારનો ઉપયોગ કરવા મતદાન સ્થળ સુધી પહોચી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ મતદાન કર્યા પહેલા પોતાના માતા હીરાબાનાં દર્શ કરવાનું પસંદ કર્યુ હતુ. જયા તેમણે હીરાબાનાં આશીર્વાદ લીધા હતા. સુત્રોનાં જણાવ્યા મુજબ, આશીર્વાદ લેવા પહોચેલા પીએમ મોદીને હીરાબાએ મો મીઠુ કરવ્યુ હતુ. સાથે તેમને એક ભેટ પણ આપી હતી. આ ભેટ શું છે તે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતુ.