Not Set/ ગુજરાતમાં 10 વાગ્યા સુધી 10.32% મતદાન કરાયું

લોકસભા ચૂંટણીના આજે ત્રીજા તબક્કામાં ગુજરાતના કરોડો મતદાતાઓ ભાવિ સંસદસભ્યોનું ભાવિ નક્કી કરશે.રાજ્યના હજારો પોલિંગબુથ પર આજે સવારથી જ મતદાન શરૂ થશે. ગુજરાતની 26 બેઠકો પર ખાસ કરીને ભાજપ અને કોંગ્રસે વચ્ચે સીધો જંગ છે, બંને પાર્ટીઓએ વધુમાં વધુ બેઠકો મળશે તેવા દાવા કર્યા છે. અંદાજે 4 કરોડ 50 લાખ મતદારો 371 ઉમેદવારોનું ભાવિ નક્કિ […]

Top Stories Trending

લોકસભા ચૂંટણીના આજે ત્રીજા તબક્કામાં ગુજરાતના કરોડો મતદાતાઓ ભાવિ સંસદસભ્યોનું ભાવિ નક્કી કરશે.રાજ્યના હજારો પોલિંગબુથ પર આજે સવારથી જ મતદાન શરૂ થશે.

ગુજરાતની 26 બેઠકો પર ખાસ કરીને ભાજપ અને કોંગ્રસે વચ્ચે સીધો જંગ છે, બંને પાર્ટીઓએ વધુમાં વધુ બેઠકો મળશે તેવા દાવા કર્યા છે. અંદાજે 4 કરોડ 50 લાખ મતદારો 371 ઉમેદવારોનું ભાવિ નક્કિ કરશે. રાજ્યના 51,851 મતદાન મથકો પર વોટિંગ કરીને જનતા પોતાના ઉમેદવારને ચૂંટશે.રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાન માટે સુરક્ષાબળો ગોઠવી દેવામાં આવ્યાં છે. 44 હજાર જેટલી પોલીસ સુરક્ષામાં રહેશે અને 150 જેટલી પેરા મિલિટરી ફોર્સ ગોઠવી દેવામાં આવી છે.

-લગ્નના દિવસે દુલ્હા-દુલ્હને રાજકોટમાં મતદાન કર્યું

-જામનગર બેઠક પર સૌથી ઓછું મતદાન થયું

ગુજરાતમાં 10 વાગ્યા સુધી 10.32% મતદાન કરાયું

અમદાવાદ પૂર્વ : 9.58%
અમદાવાદ પશ્ચિમ : 8.12%
ગાંધીનગર : 9.95%
કચ્છ : 9.98%
મેહસાણા : 10.60%
બનાસકાંઠા : 13.08%
સાબરકાંઠા : 10.90%
સુરત : 9.95%
વલસાડ : 13.46%
પાટણ : 11.92 %
સુરેન્દ્રનગર : 10.08%
રાજકોટ : 10.98%
પોરબંદર : 9.01%
જામનગર : 7.15%
જૂનાગઢ : 9.10%
અમરેલી : 10.36%
ભાવનગર : 10.37%
આણંદ : 9.50%
પંચમહાલ : 8.75%
દાહોદ : 12.85%
વડોદરા : 9.51%
છોટા ઉદેપુર : 11.19%
ભરૂચ : 11.38%
બારડોલી : 11.06%

-રાજકોટ ખાતે પહોંચી ચેતેશ્વરે પત્ની એને અને પિતા સાથે મતદાન કર્યું

-ક્રિકેટર ચેતેશ્વર પુજાએ પોતાની પત્ની સાથે મતદાન કર્યું

-મતદાતાએ મતદાન બાદ મોબાઈલમાં ફોટો પાડ્યો

-તળાજાના ધારડી ગામે લોકો દ્રારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો…

-બારડોલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ લાઇનમાં ઉભા રહી મતદાન કર્યુ

-મધ્યગુજરાતમાં પણ 7 જગ્યાએ ઈવીએમ ખોટકાયા

-98 વર્ષની વયે પીએમના માતા હિરાબાએ ગાંધીનગરના રાયસનથી મતદાન કર્યુ

-પીએમ મોદીની માતા હિરા પહોંચ્યા મતદાન કરવા

-કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પત્ની સાથે કર્યું વોટિંગ

-સુરતના ભાજપ ઉમેદવાર દર્શના જરદોશે મતદાન કર્યું

-અઢી કલાકમાં 13 % મતદાનથયું

-અમિત શાહના પરિવાર કામેશ્વર મહાદેવ દર્શન કરવા પહોંચ્યા

-અમિત શાહની સાથે મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરી

-નારણપુરાથી અમિત શાહે મતદાન કર્યું

– રાજકોટમાં સીએમ વિજય રૂપાણીએ મતદાન કર્યું

8 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી..

દમણમાં 7 % મતદાન
ભાવનગરમાં આશરે 7 થી 8 % મતદાન
વડોદરામાં 9 %
આણંદમાં 10 % મતદાન
વલસાડમાં 8 % મતદાન
વલસાડમાં 8 % મતદાન
આણંદમાં 10 % મતદાન

-ભાવનગરમાં જીતુ વાઘણી તેમના પરિવાર સાથે મતદાન કરવું માટે પહોંચ્યા

-મતદાન મથક પર જોવા મળી લાંબી કતારો

-વાધોડિયા તાલુકાના સનોલીમાં ઈવીએમ ખોટવાયું

-મંત્રી રમણ પાટકર એ પોતાના મતદાન મથક ધોડીપાડા ખાતે મતદાન કર્યું

-ભરૂચમાં મતદાન જોવા મળ્યો ભારે ઉત્સાહ

-સુરતમાં 769 મતદારો અટવાયા

-આનંદીબેન પટેલે શીલજ મતદાન સ્થળેથી કર્યુ મતદાન

-મતદાન કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે સમગ્ર દેશમાં ત્રીજા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે, મારૂ સૌભાગ્ય છે કે આજે મને મારુ કર્તવ્ય નિભાવાની તક મળી.

-રાણીપમાં પીએમ મોદીએ મતદાન કર્યું

-પીએમ મોદી એન અમિત શાહ પહોંચ્યા રાણીપ

-પીએમ મોદી મતદાન કરવા માટે રાણીપ પહોંચ્યા

-પહેલા એક કલાકનું મતદાન પૂર્ણ, એક કલાકમાં સરેરાશ પાંચ થી સાત ટકા મતદાન નોંધ્યું

-અમદાવાદ જિલ્લામાં 3 જગ્યા  EVM ખોટકાયા

-સીએમ રૂપાણી પહોંચ્યા મતદાન કરવા

-નવસારીમાં સી.આર.પાટીલે કર્યું મતદાન

-મુખ્યમંત્રી વિજય રૂપાણી મતદાન પહેલાં દેવ દર્શને પહોંચ્યા

-માતા હિરા બાના આશીર્વાદ લઈને પીએમ મોદી મતદાન કરવા માટે થયા રવાના

-પીએમ નરેન્દ્ર મોદીએ માતા હિરાબાને ચૂંદડી અને શ્રીફળ આપ્યુ, માતાએ સામે આશિર્વાદ આપ્યા

-રાજકોટમાં લલિત કગથરા મતદાન કરવા માટે પરિવાર સાથે પહોંચ્યા

-અમિત શાહ મતદાન કરવા માટે નારાયણ પુરા પહોંચ્યા.

-પીએમ મોદી રાજભવનથી નીકળ્યા માતા હિરા બાને મળવા

-રાજકોટમાં માતૃમંદિર શાળામાં પણ ખોટકાયું EVM

-બનાસકાંઠાથી બીજેપીના ઉમેદવાર પરબત પટેલે કર્યું મતદાન

-કોંગ્રેસ ઉમેદવાર પરથી ભટોળે કર્યુ મતદાન

-મતદાન શરૂ થતાની સાથે જ ઈવીએમ ખોટકાયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા

-વલસાડાના ફલધારા ગામે ઈવીએમ ખોટકાયું

-મતદાન શરૂ થતાં જ અમદાવાદના મહંમદપુરામાં EVM ખોટકાયું

-ગુજરાત રાજ્યના મંત્રી જવાહર ચાવડાએ પરિવાર સાથે પોરબંદર લોકસભા બેઠક માટે મતદાન કર્યુ.

-સમગ્ર રાજ્યમાં મતદાન પ્રક્રિયા થઇ શરૂ

-PM મોદી એ ટ્વિટ કરી જણાવ્યું થોડીકવારમાં જ કરશે મતદાન, મતદાન કરવા માટે અપીલ કરી.

રાજ્યની 26 લોકસભા બેઠક માટે મતદાન સવારે 7 કલાકે શરૂ થશે. 371 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થશે.દિગ્ગજો ગુજરાતમાં મતદાન કરવાના છે.વડાપ્રધાન મોદી રાણીપની નિશાન સ્કૂલેથી મતદાન કરશે, તો અમિત શાહ નારણપુરા ઝોનલ ઓફિસમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલી પણ એસજી હાઈવે વિસ્તારમાં મતદાન કરશે. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી શાહપરુ હિન્દી સ્કૂલ ખાનપુરથી મતદાન કરવાના છે અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ભાવનગરમાં મતદાન કરશે.

ગુજરાતમાં ત્રીજા તબક્કનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે રાજકોટમાં મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજકોટમાં અનિલ જ્ઞાનમંદિર રૈયા રોડ ખાતેથી મતદાન કરવાના છે.