બોટલમાં પેક પાણી વેચનારા ચીનના ઝોંગ શાનશાને મુકેશ અંબાણીને પછાડ્યા છે. એશિયાની સૌથી અમીર વ્યક્તિ ઝોંગ શાનશા બન્યા છે. ચીનમાં બોટલમાં પેક પાણીના કારોબાર કરનાર ઝોંગ શાનશાન એશિયાની સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. તેમની નેટવર્થમાં આ વર્ષે 70.9 બિલિયન ડોલરનો વધારો થયો છે. અને હવે તેમની કુલ નેટવર્થ 77.8 બિલિયન ડોલર થઈ છે. એશિયામાં સૌથી વધુ નેટવર્થના મામલામાં ઝોંગ શાનશાને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીને પછાડ્યા છે. RILના શેરમાં સતત ઘટાડાને કારણે મુકેશ અંબાણીની કુલ નેટવર્થ હવે 76.9 બિલિયન ડોલર રહી છે.

- નેટવર્થમાં આ વર્ષે9 બિલિયન ડોલરનો વધારો
- કુલ નેટવર્થ8 બિલિયન ડોલર
- થી વધુ નેટવર્થમાં ઝોંગ શાનશાને મુકેશ અંબાણીને પછાડ્યા
- RILના શેરમાં સતત ઘટાડાને કારણે નેટવર્થ ઘટાડો થયો
શાનશાન બોટલમાં પેક પાણી બનાવનારી કંપની નોંગફૂ સ્પ્રિંગ અને કોરોના વેક્સિન બનાવનારી બીજિંગ વેન્ટાઈ બાયોલોજિકલ એન્ટરપ્રાઈઝ કંપની સાથે જોડાયેલા છે.કોરોના વેક્સિન બનવાને કારણે તેમની બંને કંપનીઓ ચીન અને હોંગકોંગમાં ઘણી લોકપ્રિય થઈ છે. વેક્સિન બન્યા પછી વેન્ટાઈના શેરમાં 2000 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે, શાનશાને વધુ સંપત્તિ કમાવવાના મામલામાં ચીનની જ સૌથી ધનિક વ્યક્તિ જેક માને પણ પાછળ છોડી દીધા છે.

- કોરોનાની વેક્સિનને લઈને કંપની બની લોકપ્રિય
- વેક્સિન બનાવ્યા બાદ શેકમાં 2 હજારનો ઉછાળો
- ચેનમાં સૌથી ધનીકમાં શાનશાને જેકે માને પણ પછાડ્યો
મુકેશ અંબાણીએ આ વર્ષે રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સના હિસ્સાના વેચાણથી લગભગ 1.9 લાખ કરોડ રૂપિયાનું ફન્ડ એકત્રિત કર્યું છે. તેના પગલે અંબાણી વિશ્વના સૌથી અમીરોના લિસ્ટમાં ચોથા ક્રમે પહોંચ્યા છે.જોકે લાંબા સમયથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડો નોંધાયો છે. આ કારણે મુકેશ અંબાણીની નેટવર્થ પ્રભાવિત થઈ રહી છે. હવે 76.9 બિલિયન ડોલરની નેટવર્થની સાથે મુકેશ અંબાણી વિશ્વના સૌથી અમીરોના લિસ્ટમાં 12માં ક્રમે છે. જ્યારે ઝોંગ શાનશાન વિશ્વના 11માં સૌથી અમીર વ્યક્તિ બન્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
