Not Set/ જામનગર અને મહેસાણામાં કરવામાં આવી કેન્ડલ માર્ચ, થયાં જસ્ટિસ ફોર આસિફા, જસ્ટિસ ફોર ડોટરના સુત્રોચ્ચાર

દેશમાં સગીરાઓની દુષ્કર્મ કર્યા બાદ તેમની હત્યાના બનાવોમાં જે રીતે ઉછાળો જોવા મળી રહ્યો છે. તેને લઇને સમગ્ર દેશના યુવાઓમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે જામનગરમાં પણ લાખોટા તળાવ ખાતે યુવક યુવતીઓએ એકઠા થઇને કેન્ડલ માર્ચ આયોજી હતી અને દુષ્કૃત્ય કરનાર આરોપીઓ માટે ફાંસીની સજાની માંગ કરી હતી. આ યુવક યુવતીઓએ સુત્રો […]

Top Stories Gujarat

દેશમાં સગીરાઓની દુષ્કર્મ કર્યા બાદ તેમની હત્યાના બનાવોમાં જે રીતે ઉછાળો જોવા મળી રહ્યો છે. તેને લઇને સમગ્ર દેશના યુવાઓમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે જામનગરમાં પણ લાખોટા તળાવ ખાતે યુવક યુવતીઓએ એકઠા થઇને કેન્ડલ માર્ચ આયોજી હતી અને દુષ્કૃત્ય કરનાર આરોપીઓ માટે ફાંસીની સજાની માંગ કરી હતી.

આ યુવક યુવતીઓએ સુત્રો લખેલા બેનરો હાથમાં રાખીને જસ્ટિસ ફોર આસિફા, જસ્ટિસ ફોર ડોટરના સુત્રોચ્ચાર કર્યા હતા.

 

જામનગરના લાખોટા તળાવ ખાતે યુવક, યુવતીઓ અને વિધાર્થિનીઓ એકત્રિત થયા હતા. દેશ માં થતાં બાળા, સગીરા, યુવતીઓ પર દુષ્કર્મ, બળાત્કાર તેમજ હત્યા ના મુદ્દે સરકાર દ્વારા આવા કૃત્ય કરનારા નરાધામોને ફાંસીની સજા થાય તે માંગણી સાથે સૂત્રોચ્ચાર કરી સ્કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી.

મહેસાણા ખાતે પણ મહિલા કોંગ્રેસ દ્વારા સ્વામીનારાયણ મંદિરથી રાધનપુર સર્કલ સુધી મોટી સંખ્યામાં કેન્ડલ માર્ચ આયોજિત કરવામાં આવી હતી. સ્વામીનારાયણ મંદિરથી આ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી. અમદાવાદ, વડોદરા જેવા શહેરોમાં પણ શાંતિપૂર્વક વિરોધ આયોજવામાં આવ્યો હતો.