Not Set/ જામનગર: ભોય અને કોળી વચ્ચે સર્જાઇ જૂથ અથડામણ, પોલીસે ગોઠવ્યો ચાંપતો બંદોબસ્ત

જામનગર, જામનગરમાં જૂની અદાવતમાં ભોય અને કોળી જુથ વચ્ચે ફરી ગત રાત્રિના અથડામણ થતાં શહેરમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ હતી, આ મામલે બંને જુથ દ્વારા સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 307, રાયોટિંગ,તોડફોડના ગુનો દાખલ કરવામાં આવ્યા છે, જેને લઈને પોલીસ દ્વારા બનાવ સ્થળ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જામનગર સુભાષ માર્કેટ વિસ્તારમાં હોળીના રાત્રિ […]

Top Stories

જામનગર,

જામનગરમાં જૂની અદાવતમાં ભોય અને કોળી જુથ વચ્ચે ફરી ગત રાત્રિના અથડામણ થતાં શહેરમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ હતી, આ મામલે બંને જુથ દ્વારા સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 307, રાયોટિંગ,તોડફોડના ગુનો દાખલ કરવામાં આવ્યા છે, જેને લઈને પોલીસ દ્વારા બનાવ સ્થળ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

જામનગર સુભાષ માર્કેટ વિસ્તારમાં હોળીના રાત્રિ દરમ્યાન ભોય અને કોળી જુથ વચ્ચે અથડામણ થઈ હતી અને મકાનો, મોપેડ સળગાવી દેવાયા હતા. જેને લઈને પોલીસે 40થી વધુ શખ્સોની અટકાયત કરવામાં આવી હતી.

ત્યારબાદ ગત રાત્રિના શહેરના લખોટા તળાવ નજીક આ બનાવનો ખાર રાખી કોળી સમાજના 5 થી 6 શખ્સોએ ભોય સમાજના એક યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરાતા યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને મોડી રાત્રે ભોય સમાજના કેટલાક શખ્સો દ્વારા કોળી સમાજના મકાનોમાં તોડફોડ કરી, આગ ચાંપી, મોપેડ, સાયકલો સળગાવી આતંક મચાવ્યો હતો.

જામનગરના પીઆઇ કે.એ. સક્સેનાના જણાવ્યા પ્રમાણે જૂની અદાવતમાં ભોય અને કોળી જુથ વચ્ચે ફરી ગત રાત્રિના અથડામણ થઈ હતી. ગત રાત્રિના શહેરના લખોટા તળાવ નજીક આ બનાવનો ખાર રાખી કોળી સમાજના 5 થી 6 શખ્સોએ ભોય સમાજના એક યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરાતા યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને મોડી રાત્રે ભોય સમાજના કેટલાક શખ્સો દ્વારા કોળી સમાજના મકાનોમાં તોડફોડ કરી, આગ ચાંપી, મોપેડ, સાયકલો સળગાવી આતંક મચાવ્યો હતો. બંને પક્ષની ફરિયાદોના આધારે 15થી વધારે શખ્સો સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 307, રાયોટિંગ, તોડફોના ગુનો દાખલ કરવામાં આવ્યા છે.

જેને લઈને પોલીસ દ્વારા આ બનાવ સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, પોલીસે બંને પક્ષની ફરિયાદોના આધારે 15થી વધારે શખ્સો સામે 307 સહિતની કલમો લગાડી ગુનો નોંધ્યો છે, તેમજ આતંક મચાવનાર બંને પક્ષના શખ્સોની શોધખોળ હાથ ધરી છે.