Jamnagar News/ રોલ્સ રોયસમાં ફરતા જામનગરના બિલ્ડરે કેમ કર્યો આપઘાત? 11 લોકો સામે ફરિયાદ, સ્યૂસાઈડ નોટમાં કરોડોના આક્ષેપ

જામનગરના બિલ્ડર મેરામણ પરમાર (Jamnagar Builder Meraman Parmar )ના જાન્યુઆરી 2025ના આપઘાત કેસમાં દોઢ વર્ષ બાદ 11 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. સ્યૂસાઈડ નોટમાં વ્યાજ અને મિલકત અંગે આક્ષેપો.

Top Stories Gujarat Others Breaking News
Jamnagar Builder Meraman Parmar કેસમાં નવો વળાંક, પુત્રે 11 સામે નોંધાવી ફરિયાદ

Jamnagar News: જામનગર અને અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જાણીતા બિલ્ડર મેરામણ પરમાર (Jamnagar Builder Meraman Parmar )ના આપઘાત કેસમાં આશરે દોઢ વર્ષ બાદ મોટો વળાંક આવ્યો છે. જાન્યુઆરી 2025માં બિલ્ડરના મોત બાદ હવે તેમના પુત્ર દેવ પરમારે અડાલજ પોલીસ સ્ટેશનમાં જામનગરના 11 લોકો સામે ગુનાહિત ષડયંત્ર અને આપઘાત માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે મેરામણ પરમારે (Jamnagar Builder Meraman Parmar ) વ્યાજે લીધેલા નાણાંની સામે કરોડો રૂપિયાની ચૂકવણી કરી હોવા છતાં તેમને વધુ નાણાંની માંગણી કરીને માનસિક રીતે પરેશાન કરવામાં આવતા હતા. આ સમગ્ર મામલો ઘરમાંથી મળી આવેલી બે સ્યૂસાઈડ નોટ બાદ સામે આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

10 જાન્યુઆરી 2025ના રોજ બિલ્ડરે ઝેરી દવા પીધી હતી

મળતી માહિતી મુજબ, 10 જાન્યુઆરી 2025ના રોજ મેરામણ પરમાર (Jamnagar Builder Meraman Parmar ) અડાલજ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાના ડ્રાઈવરને પાન લેવા મોકલ્યો હતો અને ત્યારબાદ પોતે ઝેરી દવા પી લીધી હોવાનું સામે આવ્યું હતું. તબિયત લથડતાં તેમને ગોતા-વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલી કેડી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ત્યારબાદ પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ કરીને અંતિમવિધિ કરવામાં આવી હતી.

10 દિવસ બાદ મળી બે સ્યૂસાઈડ નોટ

મેરામણ પરમાર (Jamnagar Builder Meraman Parmar )ના મોતના આશરે 10 દિવસ બાદ તેમના પત્નીને ઘરમાંથી એક કવર મળ્યું હતું. તેમાં મેરામણ પરમારે પોતાના હાથે લખેલી બે સ્યૂસાઈડ નોટ મળી આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ બંને નોટમાં વ્યાજે લીધેલા નાણાં, મિલકતોની સિક્યુરિટી અને કથિત રીતે કરવામાં આવેલી વસૂલાત અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. સ્યૂસાઈડ નોટ સામે આવ્યા બાદ પરિવાર દ્વારા સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી.

3 ટકા વ્યાજ ચૂકવ્યા બાદ પણ મિલકત પરત ન આપ્યાનો આક્ષેપ

ફરિયાદ મુજબ, ચાર પાનાની પ્રથમ સ્યૂસાઈડ નોટમાં જામનગરના ભીખુભા હરીસિંહ વાઢેર અને તેમના પુત્રો સામે આક્ષેપ કરવામાં આવ્યો હતો. નોટમાં એવો દાવો કરવામાં આવ્યો હોવાનું જણાવાય છે કે મેરામણ પરમારે 3 ટકા વ્યાજના દરે લીધેલા નાણાં સામે મોટી રકમ ચૂકવી હતી. તેમ છતાં સિક્યુરિટી તરીકે રાખવામાં આવેલી મિલકતો પરત કરવામાં આવી નહોતી અને વધુ વ્યાજની વસૂલાત તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

સ્કૂલની 50 ટકા મિલકત અંગે પણ ગંભીર આક્ષેપ

બીજી સ્યૂસાઈડ નોટમાં પ્રવિણ લક્ષ્મણભાઈ દોમડીયા અને તેમના પરિવાર સામે આક્ષેપ કરવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ નોટમાં ઢીચડા ગામની નંદ વિદ્યા નિકેતન સ્કૂલની 50 ટકા મિલકત સિક્યુરિટી પેટે દસ્તાવેજ કરવામાં આવી હોવા છતાં વધુ રૂ. 3.5 કરોડની માંગણી કરીને ત્રાસ આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, સ્કૂલની મિલકત અંગેના દસ્તાવેજો અને અન્ય વ્યવહારોની પણ પરિવાર દ્વારા તપાસ કરવામાં આવી હતી.

28 જેટલી પ્રોપર્ટીના દસ્તાવેજો તપાસવામાં આવ્યા

સ્યૂસાઈડ નોટ મળ્યા બાદ મૃતકના પુત્ર દેવ પરમાર અને તેમના ભાગીદાર હરીશ ઓડેરાએ બેંક તેમજ સબ-રજિસ્ટ્રાર કચેરીના દસ્તાવેજોની તપાસ કરી હોવાનું જણાવાયું છે. આ તપાસ દરમિયાન જામનગર શહેર ઉપરાંત લાખાબાવળ, મસિતીયા, નગરસીમ, ઢીચડા અને રાવલસર સહિતના વિસ્તારોમાં આવેલી આશરે 28 જેટલી મિલકતો અંગેની વિગતો સામે આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ મિલકતોમાંથી જમીન અને પ્લોટ સહિતની કેટલીક મિલકતોના વેચાણ દસ્તાવેજો સિક્યુરિટી અથવા જામીનગીરીના વ્યવહાર સાથે સંકળાયેલા હતા અને કેટલાક દસ્તાવેજો આરોપીઓ તથા તેમના પરિવારની મહિલાઓના નામે કરવામાં આવ્યા હતા.

નંદ વિદ્યા નિકેતન સ્કૂલની મિલકતનો પણ ઉલ્લેખ

ફરિયાદમાં જામનગરના ઢીચડા ગામમાં આવેલી નંદ વિદ્યા નિકેતન સ્કૂલની મિલકતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, આશરે 7,021 ચોરસ મીટરની આ મિલકતમાં 50 ટકા હિસ્સો સિક્યુરિટી તરીકે પ્રવિણ દોમડિયા અને તેમના પત્નીના નામે કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. ફરિયાદમાં વધુમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પાંચ વર્ષ દરમિયાન કરોડો રૂપિયાનું વ્યાજ ચૂકવ્યા બાદ પણ સ્કૂલની મિલકત અંગે વધુ દસ્તાવેજી કાર્યવાહી કરવામાં આવી હતી અને 100 ટકા મિલકતના કબજા વગરના કરાર અંગે પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

Jamnagar Builder Meraman Parmar : અગાઉ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની માહિતી

મેરામણ પરમારે (Jamnagar Builder Meraman Parmar ) અગાઉ વર્ષ 2020માં પણ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની માહિતી ફરિયાદના સંદર્ભમાં સામે આવી છે. તે સમયે તેમણે કથિત રીતે મોડી રાત્રે માંકડ મારવાની ઝેરી દવા પીધી હતી. જોકે, સારવાર બાદ તેઓ બચી ગયા હતા. પરિવાર દ્વારા હવે વર્ષ 2025ના આપઘાત અને અગાઉની ઘટનાને પણ સમગ્ર પરિસ્થિતિના સંદર્ભમાં જોવામાં આવી રહી છે.

કરોડોની સંપત્તિ અને વૈભવી જીવનશૈલી માટે જાણીતા હતા

મેરામણ પરમાર Jamnagar Builder Meraman Parmar () રિયલ એસ્ટેટ ક્ષેત્ર ઉપરાંત પોતાની વૈભવી જીવનશૈલી માટે પણ ચર્ચામાં રહેતા હતા. તેમના નામે આશરે રૂ. 6.5 કરોડની રોલ્સ રોયસ કાર હોવાની માહિતી સામે આવી હતી. આ ઉપરાંત તેમની પાસે અન્ય મોંઘી અને લક્ઝરી કારનો કાફલો પણ હોવાનું જણાવાયું હતું. જોકે, ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અને મિલકતો અંગેના દાવાઓની કાયદેસર તપાસ થવાની બાકી છે.

હવે અડાલજ પોલીસ કરશે સમગ્ર મામલાની તપાસ

મેરામણ પરમાર (Jamnagar Builder Meraman Parmar )ના પુત્ર દેવ પરમારે અડાલજ પોલીસ સ્ટેશનમાં 11 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ગુનાહિત ષડયંત્ર અને આપઘાત માટે દુષ્પ્રેરણાની કલમો હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. હવે પોલીસ સ્યૂસાઈડ નોટ, બેંકના દસ્તાવેજો, સબ-રજિસ્ટ્રાર કચેરીના રેકોર્ડ, મિલકતોના વ્યવહારો અને ફરિયાદમાં નામ આપવામાં આવેલા લોકોની ભૂમિકા સહિતના મુદ્દાઓની તપાસ કરશે.


આ પણ વાંચો:સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં મહિલા મિત્રની અટકાયત

આ પણ વાંચો:સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ આપઘાતનો પ્રયાસ કર્યો, પોતાની રિવોલ્વરથી ગોળી મારી, હાલત ગંભીર

આ પણ વાંચો:અમદાવાદના RTI એક્ટિવિસ્ટનો આપઘાત નહીં હત્યા થયાનું ખુલ્યું, બિલ્ડર લોબીએ ₹20 લાખની સોપારી આપી કાંટો કાઢ્યો