Ahmedabad News/ અમદાવાદમાં 20 કરોડની મહાઠગાઈનો પર્દાફાશ: VIP ફોટા બતાવી 15 લોકોને બનાવ્યા શિકાર, દંપતી ઝડપાયું

અમદાવાદમાં મોટા અધિકારીઓ અને જાણીતી હસ્તીઓ સાથેના ફોટા બતાવી લોકોને વિશ્વાસમાં લઈ કરોડોની છેતરપિંડી કરનાર દંપતીને પોલીસે ઝડપી પાડ્યું છે. તપાસમાં 20 કરોડથી વધુના ફ્રોડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad Fraud Case : કેનેડાના રૂપિયા અપાવવાની લાલચમાં 20 કરોડનું ફ્રોડ

Ahmedabad News: અમદાવાદમાં આર્થિક ગુનાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોટા અધિકારીઓ, રાજકીય આગેવાનો અને જાણીતી હસ્તીઓ સાથેના ફોટા બતાવી લોકોને પ્રભાવિત કરી કરોડો રૂપિયાની છેતરપિંડી (Ahmedabad Fraud Case) આચરનાર દંપતીને પોલીસે ઝડપી પાડ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દંપતીએ અનેક લોકોને વિશ્વાસમાં લઈ અંદાજે 20 કરોડ રૂપિયાથી વધુની રકમ પડાવી લીધી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અનિલ વિભાણી અને તેની પત્ની વિમ્મી વિભાણીએ વર્ષોથી લોકોને મોટા નફા, વિદેશમાં અટવાયેલા નાણાં પરત અપાવવાની ખાતરી અને ઊંચા સ્તરે ઓળખાણ હોવાના દાવા કરીને પોતાની જાળમાં (Ahmedabad Fraud Case) ફસાવ્યા હતા.

VIP ઓળખાણના નામે લોકોનો વિશ્વાસ જીત્યો

આરોપીઓ વિવિધ સરકારી અધિકારીઓ અને પ્રભાવશાળી વ્યક્તિઓ સાથેના ફોટોગ્રાફ્સ બતાવી પોતાનો પ્રભાવ હોવાનું દર્શાવતા હતા. આ રીતથી તેઓ ભોગ બનનાર વ્યક્તિઓનો વિશ્વાસ જીતતા અને પછી અલગ-અલગ બહાના હેઠળ મોટી રકમ મેળવતા હતા.એક કેસમાં તેમણે કેનેડામાં અટવાયેલા કરોડો રૂપિયા પરત અપાવવાની લાલચ આપી એક વ્યક્તિ પાસેથી કરોડો રૂપિયાની રકમ મેળવી હોવાનું સામે આવ્યું છે.

Ahmedabad Fraud Case: સામાન્ય નોકરીથી કરોડોની છેતરપિંડી સુધી

તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ મુખ્ય આરોપી અનિલ વિભાણી અગાઉ સામાન્ય નોકરી અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલો હતો. બાદમાં ઝડપથી આર્થિક લાભ મેળવવાની લાલચમાં તે ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વળ્યો હતો.પોલીસે દંપતી સામે અનેક ગંભીર આક્ષેપોની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક અંદાજ મુજબ 15થી વધુ લોકો આ ઠગાઈનો ભોગ બન્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Ahmedabad Fraud Case: કરોડોની સંપત્તિ અને લક્ઝરી કાર જપ્ત

આર્થિક ગુના નિવારણ શાખા (EOW) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં દંપતી સાથે જોડાયેલી અનેક વૈભવી કારો જપ્ત કરવામાં આવી છે. ઉપરાંત અનેક બેંક ખાતાઓ અને લોકરોને પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે. તપાસ એજન્સીઓ હાલ નાણાંના વ્યવહારો, સંપત્તિના સ્ત્રોત અને અન્ય સંભવિત ભોગ બનનારાઓ વિશે માહિતી એકત્ર કરી રહી છે. સમગ્ર મામલે વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

તપાસનો વ્યાપ વધ્યો

પોલીસ માને છે કે આ કેસ માત્ર એક શહેર પૂરતો મર્યાદિત નથી અને અન્ય રાજ્યો સાથે પણ તેની કડીઓ જોડાયેલી હોઈ શકે છે. હાલ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને વધુ પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.


આ પણ વાંચો:અમદાવાદમા ઉનાળુ વેકેશનમાં સ્પીતિ-ચંદ્રતાલના સપના સાથે 8 લાખથી વધુની છેતરપિંડી!  

આ પણ વાંચો:અમદાવાદના ઓશિયા મોલ પર ₹250 કરોડની છેતરપિંડીના આક્ષેપ, 267 વેપારીઓના નાણાં ફસાયા

આ પણ વાંચો:અમદાવાદમાં મેટ્રોમોનિયલ સાઇટ પર છેતરપિંડી: ડાયવોર્સી કહી યુવતી સાથે સંબંધ બાંધનાર યુવક પરિણિત નીકળ્યો