Ahmedabad News/ પાયલ હોસ્પિટલના વીડિયો વાયરલ મામલો, કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, સાઈબર ક્રાઈમ કર્યા ખુલાસા

સાયબર ક્રાઈમની તપાસમાં મોટા ખુલાસો થયા છે, ત્રણેય આરોપી ટેલીગ્રામ ગ્રુપ અને youtube ચેનલ સહિતમાં આરોપી પાસેથી 2000 વીડિયો મળી આવ્યા, આરોપી પાસેથી 60 થી 70 સીસીટીવી મળી આવ્યા. કોર્ટે આ મામલે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : પાયલ હોસ્પિટલના CCTV કાંડમાં સાયબર ક્રાઇમની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ અનેક ચોંકાવનારા ખુલાસાઓ બહાર આવી રહ્યા છે. આ કેસમાં પકડાયેલા 3 આરોપીઓ માત્ર ટેલિગ્રામ ગ્રુપ અને યુટ્યુબ ચેનલ જ નહીં, પરંતુ એક આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલું નેટવર્ક ચલાવતા હતા, જ્યાં તેઓ મહિલાઓના નગ્ન વીડિયોનું ખરીદ-વેચાણ કરતા હતા.

મળતી માહિતી અનુસાર, પાયલ હોસ્પિટલના વીડિયો વાયરલ મામલે આરોપીઓની ધરપકડ 18 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી હતી અને આજે 21 ફેબ્રુઆરીના રોજ તેને કોર્ટ દ્વારા આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જોકે પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જેથી પોલીસને તેમની પૂછપરછ કરવા યોગ્ય કાર્યવાહી કરવામાં મદદ મળી શકે.

અમદાવાદ : સાયબર ક્રાઈમના DCP લવિના સિંહાએ પત્રકાર પરિષદ જાણો શું કહ્યું ?

https://youtu.be/mSIm_HDtuKI

લેટેસ્ટ સમાચાર માટે નીચેની લીંક ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaA2MDO1iUxbjpVBcI2A

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ પાસેથી 2000થી વધુ વીડિયો અને 60થી 70 જેટલા વિવિધ હોસ્પિટલો અને જાહેર સ્થળોના CCTV ફૂટેજ મળી આવ્યા છે. આ ફૂટેજમાં માત્ર પાયલ હોસ્પિટલ જ નહીં, પરંતુ દેશના અન્ય શહેરોની હોસ્પિટલોના પણ CCTV ફૂટેજનો સમાવેશ થાય છે. આરોપીઓ હોસ્પિટલો, મોલ, જિમ અને અન્ય જાહેર સ્થળોના CCTV કેમેરા હેક કરીને મહિલાઓના ફૂટેજ મેળવતા હતા.

સાઈબર ક્રાઈમ DCP  ડૉ. લવીના સિન્હાએ જણાવ્યું કે, મુખ્ય આરોપી પ્રજ્વલ તેલીએ છેલ્લા 8 મહિનામાં આ કૃત્ય દ્વારા 10 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ પ્રીમિયમ ગ્રુપ દ્વારા વધુ પૈસા કમાતા હતા, જે દર્શાવે છે કે તેઓએ એક સુવ્યવસ્થિત વ્યવસાયિક મોડેલ વિકસાવ્યું હતું. આરોપીઓ પ્રજવલ તૈલી અને ચંદ્રપ્રકાશ ૮૦૦થી ૨૦૦૦ રૂપિયા વીડિયોને વેચાણ કરતાં હતા. આરોપીઓ પાસેથી જ્યોર્જિયા અને રોમાનિયાના આઈડી પણ મળ્યા છે, જે દર્શાવે છે કે આ નેટવર્ક આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલું હોઈ શકે છે. અમેરિકાના એટલાન્ટા અને રોમાનીયાના હેકરની મદદથી આ રેકેટ ચાલતું હતું.

વધુમા, સાયબર ક્રાઈમની તપાસમાં ટેલીગ્રામ ચેનલના 20 જેટલા આઈડી મળી આવ્યા છે, જે તપાસકર્તાઓને અન્ય સંભવિત આરોપીઓ અને પીડિતોને ઓળખવામાં મદદ કરી શકે છે. આરોપીઓ પર IT એક્ટની કલમ 66E, 67 અને 66F હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જે તેમને ગંભીર સજાને પાત્ર બનાવે છે. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ કેસમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ ૬૬ (એફ) ૨નો ઉમેરો કરવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટની ગાયનેક હોસ્પિટલના વીડિયો વાયરલ કેવી રીતે થયા? :અન્ય રાજ્યમાંથી ચેનલ-ગ્રુપ ચલાવતા શખસે વાઇરલ કર્યાનો ઘટસ્ફોટ

આ પણ વાંચો: હોસ્પિટલના સ્ટાફે દર્દી સાથે કરી ગેરવર્તણૂંક, વાયરલ વીડિયોમાં સામે આવી ઘટના

આ પણ વાંચો: રાજકોટ હોસ્પિટલના CCTV ફૂટેજ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી