Rajkot News/ રાજકોટ હોસ્પિટલના CCTV ફૂટેજ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી

રાજકોટની એક હોસ્પિટલમાં ચેકઅપ કરાવતી મહિલાઓના CCTV ફૂટેજ વેચવાના કૌભાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રમાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News : રાજકોટની એક હોસ્પિટલમાં ચેકઅપ કરાવતી મહિલાઓના CCTV ફૂટેજ વેચવાના કૌભાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રમાંથી બે અને પ્રયાગરાજમાંથતી 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ ટેલિગ્રામ ચેનલ પર આવા વીડિયો વેચતા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને એવી પણ માહિતી મળી છે કે તેઓ આ માટે લોકો પાસેથી મોટી રકમ વસૂલ કરી રહ્યા છે. બીજી તરફ, અમદાવાદ સાયબર ક્રાઈમ પણ સ્પષ્ટતા કરી રહ્યું છે કે રાજકોટની એક હોસ્પિટલના સીસીટીવી આઈપીના આધારે હેક કરવામાં આવ્યા હતા. ટૂંક સમયમાં અમદાવાદ સાયબર ક્રાઈમ મહારાષ્ટ્રના બંને આરોપીઓને લઈને ગુજરાત પહોંચશે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી જાણકારી આપી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી પાસેથી મળેલી માહિતી અનુસાર, ટેલિગ્રામ ચેનલ પર મહિલાઓ સાથે થતી વર્તણૂકના CCTV ફૂટેજ જોવા માટે અલગ અલગ લોકોને લિંક મોકલવાના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રના બે અલગ અલગ જિલ્લામાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે. અગાઉ, આ બંને આરોપીઓ મહિલાઓના અશ્લીલ વીડિયો વેચીને આ જ રીતે પૈસા કમાતા હતા. આ સમગ્ર દિશામાં હજુ પણ તપાસ ચાલુ છે. આ બંને આરોપીઓને વધુ પૂછપરછ માટે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં લાવવામાં આવશે.

વધુમાં એવું કહેવામાં આવ્યું હતું કે રાજકોટ હોસ્પિટલના CCTV ફૂટેજ જે આ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યા હતા તેની તપાસમાં પણ બહાર આવ્યું છે કે હોસ્પિટલના CCTV  કેમેરાના આઈપી એડ્રેસના આધારે ફૂટેજ હેક કરવામાં આવ્યા હતા. બાદમાં, આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વેચવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટની ગાયનેક હોસ્પિટલના વીડિયો વાયરલ કેવી રીતે થયા? :અન્ય રાજ્યમાંથી ચેનલ-ગ્રુપ ચલાવતા શખસે વાઇરલ કર્યાનો ઘટસ્ફોટ

આ પણ વાંચો:સાબરકાંઠાની લીમડા પ્રાથમિક શાળામાં શિક્ષિકાના વિરોધમાં બાળકો નથી જઈ રહ્યાં શાળાએ

આ પણ વાંચો:સાબરકાંઠામાં ધામધૂમથી ઉજવાઈ મારંગ ગોમના જયપાલ સિંહ મુંડાની જન્મજયંતિ