- ગુજરાતમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
- અદાણી સીએનજીના ભાવમાં પ્રતિકિલો રૂ.1.85નો ભાવ વધારો
- સીએનજી ભાવ વધારો થતાં પ્રજા પરેશાન
- રાજ્યના રિક્ષાચાલકો ભારે આર્થિક મુશ્કેલીમાં
- અગાઉ પ્રતિ કિલો સીએનજી હતો રૂ.65.74
- આજે ભાવ વધીને હવે રૂ. 67.59 પ્રતિ કિલો
રાજ્યમાં સામાન્ય નાગરિકો પહેલા જ પેટ્રોલ અને ડીઝલનાં સતત ભાવ વધારાથી ત્રાહિમામ પોકારી ચુક્યા છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનમાં CNG કીટ ફિટ કરાવી રહ્યા છે, જેથી તેમના બઝટ પર કોઇ ખાસ ફરક ન પડે. પરંતુ હવે તેમને પણ આ સમાચાર સાંભળ્યા બાદ ઝટકો લાગશે.
આ પણ વાંચો – પલટવાર / રાહુલ ગાંધીના હિન્દુ અને હિન્દુત્વ મામલે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કર્યો પલટવાર,જાણો વિગત
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં હવે અદાણી CNG નાં ભાવમાં વધારો થઇ ગયો છે. અદાણી CNG નાં ભાવમાં પ્રતિ કિલો રૂપિયા 1.85 નો ભાવ વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG નાં ભાવમાં વધારો સામાન્ય નાગરિકોને સીધો જ તેમના ખિસ્સા પર અસર પાડી શકે છે. આ ભાવ વધારા બાદ રીક્ષા ચાલકો આર્થિક મુશ્કેલીમાં મુકાઇ શકે છે. CNGમાં સતત ભાવ વધારાને લીધે વાહનચાલકો પર આર્થિક બોજ વધી ગયો છે. જણાવી દઇએ કે, અગાઉ CNG નો ભાવ પ્રતિ કિલો રૂપિયા 65.74 હતો જે હવે વધીને રૂપિયા 67.59 પ્રતિ કિલો થયો છે. CNG નાં ભાવ વધતા જનતા પરેશાન થઈ ઉઠી છે તો બીજી તરફ ધંધાદારી રીક્ષા ચાલકોને આ ભાવ વધારાથી મોટો ઝાટકો લાગ્યો છે. પહેલાથી જ ભાવ વધારોનો વિરોધ કરી રહેલા રીક્ષા ચાલકોએ અગાઉ આ ભાવ વધારાનાં સામે બાયો ચઢાવી હતી અને હડતાળનું શસ્ત્ર પણ ઉગામ્યું હતું. ત્યારે ફરી અદાણી ગેસમાં ભાવ વધારો કરાતા વાહન ચાલકો મુંઝવણમાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીનાં કારણે પહેલાથી નાગરિકો પર મોંઘવારીનો માર છે ત્યારે ફરી હવે રાજ્યમાં કોરોનાનાં નવા વેરિએન્ટનો ખતરો તોળાઇ રહ્યો છે, જેણે કોરોનાની ત્રીજી લહેરની શક્યાતાઓ વધારી દીધી છે. ત્યારે રિક્ષા ચાલકોનાં વિરોધ વચ્ચે CNGનાં ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આ ભાવ વધારા પર રીક્ષા ચાલકો શું પ્રતિક્રિયા આપે છે તે હવે આવનારા સમયમાં જોવુ રહ્યુ.
