Surat News/ સુરત સ્મીમેર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, VIDEO વાયરલ; માફીપત્ર લખાવી કાર્યવાહી

સુરતની સ્મીમેર મેડિકલ કોલેજ (SMIMER Medical College)માં MBBS વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ થયો છે. કોલેજે તપાસ કમિટી બનાવી વિદ્યાર્થીઓ પાસેથી માફીપત્ર લઈ કડક ચેતવણી આપી.

Top Stories Gujarat Surat Breaking News
MBBS વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારી! SMIMER Medical Collegeના VIDEOથી ચકચાર

Surat News: સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજ (SMIMER Medical College) ફરી એકવાર ચર્ચામાં આવી છે. કોલેજના હોસ્ટેલ પરિસર બહાર MBBSના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મળતી માહિતી પ્રમાણે, આ ઘટના આશરે 15 દિવસ જૂની છે. વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે થયેલા ઉગ્ર વિવાદ બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. વાયરલ વીડિયોમાં કેટલાક વિદ્યાર્થીઓ એક યુવક સાથે ઝપાઝપી અને મારામારી કરતા જોવા મળે છે. ઘટનાને લઈને કોલેજ (SMIMER Medical College) કેમ્પસમાં પણ ચર્ચાનો માહોલ સર્જાયો હતો.

MBBS વિદ્યાર્થિનીની કનડગતના મુદ્દે વિવાદ થયાની ચર્ચા

સમગ્ર ઘટનાને લઈને એવી ચર્ચા સામે આવી છે કે સ્મીમેર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી એક MBBS વિદ્યાર્થિનીને અન્ય બેચનો એક વિદ્યાર્થી છેલ્લા કેટલાક સમયથી કથિત રીતે હેરાન કરતો હતો. વિદ્યાર્થિનીની કનડગત અંગે તેના બેચમેટ્સને જાણ થતાં તેઓએ આ બાબતે યુવક સાથે વાત કરી હોવાનું જણાવાય છે. ત્યારબાદ બંને પક્ષ વચ્ચેનો વિવાદ ઉગ્ર બન્યો હોવાનું કહેવાય છે. જોકે, વિદ્યાર્થિનીને કનડગત કરવાના આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી અને કોલેજ (SMIMER Medical College) પ્રશાસન દ્વારા આ બાબત અંગે અલગથી કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.

હોસ્ટેલ બહાર બંને જૂથ સામસામે આવ્યા

આ મામલે બંને પક્ષના વિદ્યાર્થીઓ હોસ્ટેલ પરિસર બહાર સામસામે આવી ગયા હતા. શરૂઆતમાં બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ વિવાદ ઉગ્ર બનતા વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. આ સમગ્ર ઘટનાના દૃશ્યો ત્યાં હાજર કેટલાક લોકોએ મોબાઈલમાં રેકોર્ડ કરી લીધા હતા. ત્યારબાદ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સ્મીમેર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓની શિસ્તને લઈને સવાલો ઊઠવા લાગ્યા હતા.

SMIMER Medical College: વીડિયો સામે આવતા કોલેજ તંત્ર હરકતમાં

વિદ્યાર્થીઓ વચ્ચેની મારામારીનો વીડિયો સામે આવ્યા બાદ સ્મીમેર મેડિકલ કોલેજ પ્રશાસને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. સ્મીમેર મેડિકલ કોલેજ (SMIMER Medical College)ના ડીન ડો. દીપક હોવલેના જણાવ્યા અનુસાર, વીડિયો ધ્યાને આવ્યા બાદ કોલેજ પ્રશાસન દ્વારા ખાસ તપાસ કમિટી બનાવવામાં આવી હતી. કમિટીએ સમગ્ર ઘટનાની આંતરિક તપાસ કરી હતી. તપાસ દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ સામાન્ય બાબતને લઈને બોલાચાલી થયા બાદ વિવાદ વધ્યો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું હોવાનું કોલેજ તંત્રે જણાવ્યું હતું.

વિદ્યાર્થીઓ પાસેથી માફીપત્ર લેવાયું

કોલેજ પ્રશાસને મામલાને ગંભીરતાથી લઈને મારામારીમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા. તપાસ કમિટીના અહેવાલ બાદ સંબંધિત વિદ્યાર્થીઓ પાસેથી લેખિત માફીપત્ર લેવામાં આવ્યું હતું. સાથે જ કોલેજ કેમ્પસમાં ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે વિદ્યાર્થીઓને કડક ચેતવણી આપવામાં આવી હતી. કોલેજ (SMIMER Medical College) પ્રશાસને શિસ્ત જાળવવા અને કોઈપણ પ્રકારની અશોભનીય અથવા હિંસક ઘટના ન બને તે માટે વિદ્યાર્થીઓને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે.

ભવિષ્યના તબીબો વચ્ચેની મારામારીથી સવાલો

સ્મીમેર મેડિકલ કોલેજ (SMIMER Medical College)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં તબીબી ક્ષેત્રમાં સેવા આપવાના છે. આવી સંસ્થામાં વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો સામે આવતાં તેમની શિસ્ત અને કોલેજના વાતાવરણ અંગે ચર્ચા શરૂ થઈ છે. હાલ કોલેજ પ્રશાસન દ્વારા આંતરિક તપાસ પૂર્ણ કરીને સંબંધિત વિદ્યાર્થીઓ પાસેથી માફીપત્ર લેવામાં આવ્યું છે. બીજી તરફ, વાયરલ વીડિયોને કારણે સમગ્ર ઘટના ફરી ચર્ચામાં આવી છે.


 આ પણ વાંચો:સ્મીમેર મેડિકલ કોલેજમાં ભોજનની ગુણવત્તાને લઈ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત

 આ પણ વાંચો:સુરતની સ્મીમેર મેડિકલ કોલેજમાં થાઇ ગર્લ બોલાવવાનો કેસ, ડો. ઋત્વિક દરજી સસ્પેન્ડ

 આ પણ વાંચો:31 લાખ શ્રમયોગીઓએ લીધો મોબાઇલ મેડિકલ વાન યોજનાનો લાભ