Surat Builder Suicide Abatement Case: સુરત શહેરના જાણીતા બિલ્ડર અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના અગ્રણી નામ ગણાતા તુષાર ઘેલાણીના આપઘાત કેસે સુરતમાં ખળભળાટ મચાવ્યો છે. આ કેસમાં ઉમરા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તુષાર ઘેલાણીની મહિલા મિત્ર વિરુદ્ધ દુષ્પ્રેરણા (આત્મહત્યા માટે મજબૂર કરવા) નો ગુનો નોંધી તેની અટકાયત કરી છે.

Suratમાં પોતાની જ રિવોલ્વરથી મારી હતી ગોળી
ઘટનાની વિગત મુજબ, તુષાર ઘેલાણીએ ગત 1 ફેબ્રુઆરી, 2026ના રોજ પોતાના નિવાસસ્થાને પોતાની લાયસન્સ વાળી રિવોલ્વરથી મગજના ભાગે ગોળી મારી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ હાલતમાં તેમને મહાવીર હોસ્પિટલ ખસેડાયા હતા. નિષ્ણાત તબીબોની ટીમે 5 દિવસ સુધી તેમને બચાવવાના પ્રયત્નો કર્યા, પરંતુ બુલેટ મગજની આરપાર નીકળી ગઈ હોવાથી તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
પરિવારના આક્ષેપો અને પોલીસ કાર્યવાહી
તુષાર ઘેલાણીના અવસાન બાદ તેમના પરિવાર દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. પરિવારની ફરિયાદના આધારે ઉમરા પોલીસે તપાસ તેજ કરી હતી. જોકે, શરૂઆતમાં મહિલા મિત્રએ પણ પોલીસમાં અરજી આપી હતી, પરંતુ પોલીસની ઊંડી તપાસમાં સામે આવ્યું કે મહિલા મિત્રની સંડોવણી જણાતા પોલીસે તેની સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.

કોણ હતા તુષાર ઘેલાણી?
તુષાર ઘેલાણી સુરતના રિયલ એસ્ટેટ માર્કેટનું એક ખૂબ જ મોટું અને આદરણીય નામ હતું. તેમનું ‘ઘેલાણી ગ્રુપ’ વર્ષ 1990થી સુરતના બાંધકામ ક્ષેત્રે સતત સક્રિય છે અને તેમની મુખ્ય ઓફિસ પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા જોલી કોમ્પ્લેક્સમાં સ્થિત છે. તેઓ ખાસ કરીને સુરતમાં આધુનિક આર્કિટેક્ચર અને અતિ આધુનિક લક્ઝુરિયસ પ્રોજેક્ટ્સના નિર્માણ માટે જાણીતા હતા અને આ ક્ષેત્રમાં તેમણે પોતાની એક આગવી ઓળખ ઉભી કરી હતી.
પોલીસે હવે આ કેસમાં મહિલા મિત્રની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. આપઘાત પાછળના ચોક્કસ કારણો અને બિલ્ડરને માનસિક ત્રાસ આપવા પાછળના તથ્યો હવે તપાસમાં બહાર આવશે.
આ પણ વાંચો: સુરતમાં ડિવોર્સી માતાએ 4 વર્ષના પુત્રની હત્યા કરી પોતે કર્યો આપઘાત
આ પણ વાંચો: રાજકોટમાં રહસ્યમય આપઘાત, બસ સ્ટેશન સામે ઝાડે લટકતો મળ્યો યુવકનો મૃતદેહ
આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટી ગેસ્ટ હાઉસમાં NSS વિદ્યાર્થિનીનો આપઘાત, પોલીસ, FSL સહિતની ટીમો ઘટના સ્થળે
