Rajkot News/ રાજકોટમાં રહસ્યમય આપઘાત, બસ સ્ટેશન સામે ઝાડે લટકતો મળ્યો યુવકનો મૃતદેહ

રાજકોટમાં એક અજીબો-ગરીબ અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભાવનગર રોડ પર અમુલ સર્કલ નજીક આવેલા સેટેલાઈટ બસ સ્ટેશન પાસે એક યુવાનનો મૃતદેહ ઝાડની ડાળી સાથે લટકેલી હાલતમાં મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

Gujarat Rajkot
Rajkot suicide case

રાજકોટમાં (Rajkot) એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. એક યુવાનનો મૃતદેહ ઝાડની ડાળી સાથે લટકેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. ભાવનગર રોડ ઉપર અમુલ સર્કલ પાસે સેટેલાઈટ બસ સ્ટેશન પાસે આ ઘટના બની હતી. આ બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

RAJKOT
Rajkot અમુલ સર્કલ પાસેની ઘટનાથી ચકચાર

Rajkot: આપઘાતનું કારણ અકબંધ

પોલીસ તપાસમાં યુવાનની માહિતી બહાર આવી હતી, યુવક નવા નવા થોરાળા શેરી નંબર -5 માં રહેતો હોવાની વિગતો બહાર આવી હતી. આ યુવકે 4 ફેબ્રુઆરીના રોજ રાત્રે સ્ટેશન સામે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ યુવકે  ક્યાં કારણે આપઘાત કર્યું તે અંગે હજી વિગતો સામે આવી નથી.

RAJKOT
Rajkot અમુલ સર્કલ પાસેની ઘટનાથી ચકચાર

Rajkot: લટકતા મૃતદેહ પર કોઈની નજર ન પડી.

મોટા ભાગે આ વિસ્તારમાં સતત બસની અવર જવર રહેતી હોય છે તેમ છતા કેમ કોઈની નજર ન પડી સવાલ એ છે કે વાહન ચાલકોની આવતા જતા હોવાથી પણ ઝાડ પર દોરી બાંધી આપઘાત કરી રહ્યો હતો તે કોઈના ધ્યાનમાં ન પડ્યું.પરંતુ, થોરાળા પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો:રાજકોટમાં એક પ્રેમી પંખીડાએ કરી આત્મહત્યા, ઝાડ પર મળી આવ્યા મૃતદેહો

આ પણ વાંચો:રાજકોટમાં કારની અડફેટે લેનારા ત્રણેય શખ્સોની ધરપકડ કરી જાહેરમાં સરઘસ કાઢવાની માંગ, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર

આ પણ વાંચો: રાજકોટના જસદણમાં યુવાનનો મૃતદેહ મળ્યો, વ્યાજખોરો પર હત્યાનો આરોપ