Gujarat News: શેરડી પકવતા ખેડૂતો બાદ હવે ડાંગરની ખેતી કરતા ખેડૂતોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. માત્ર ઓલપાડ તાલુકો નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાત ના ડાંગર ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિક ચિંતામાં મુકાયા છે. કૃષિ વૈજ્ઞાનિકોએ ઓલપાડ તાલુકાના અલગ અલગ ગામોમાં ડાંગરના પાકનું નિરીક્ષણ કર્યા બાદ મોટા નુકશાનીની ચિંતા વ્યક્ત કરી છે. કેમ દક્ષિણ ગુજરાતના ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા જુઓ અમારો વિશેષ અહેવાલ.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શેરડી અને ડાંગરનો પાક મોટા પ્રમાણમાં ખેડૂતો કરતા હોય છે પરંતુ હાલમાં ભારે વરસાદ બાદ વાતાવરણમાં આવેલા બદલાવે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.ઓલપાડ તાલુકાના 108 ગામોમાં ખાસ કરીને ઓલપાડના કાંઠા વિસ્તારમાં 80 ટકા ડાંગર એટલે કે 50 હજાર એકરમાં ઓલપાડ તાલુકામાં ડાંગરનો પાક બનાવ્યો છે. અને મોટા ભાગના ગામોમા બેક્ટેરિયલ લીફ બલાઈટ નામનો બેક્ટેરિયા જન્ય રોગ જેને ગામડાના લોકો સુકારો કહે છે. આ રોગ વરસો પછી દેખાયો છે. અચાનક ડાંગરનો ઉભો પાક સુકાવવા લાગે છે. એટલે ડાંગરના પાકમાં કંઠી આવતી નથી અને પાક સુકાઈ જાય છે.ખેડૂતો આખી રાત જાગી મોંઘા બિયારણ, દવા, પાણી અને મજૂરી ચૂકવી ડાંગરની વાવણી કરી અને જયારે પાક તૈયાર થયો ત્યારે ડાંગરના પાકમાં સુકારા નામનો રોગ આવી ગયો. એટલે કે વીઘે દસ થી પંદર હજાર નો ખર્ચ કર્યા પછી હાથમા આવેલો કોળિયો છીનવાઈ જાય તો જગતના તાતને રાત્રે ઊંઘ નથી આવતી હાલ દક્ષિણ ગુજરાતના ડાંગરની ખેતી કરતા ખેડૂતોની હાલત દયનિય બની ગઈ છે.ઓલપાડ તાલુકાના ખેડૂતો શુ કહી રહ્યા છે.
![]()
ઓલપાડ તાલુકાના ખેડૂતો સાથે ડાંગરના ખેતરો ની મુલાકાત કરતા કૃષિ વૈજ્ઞાનિકો પણ ચોકી ગયા હતા. કેમકે વરસો બાદ પહેલી વાર આવો બેક્ટેરિયલ લીફ બલાઈટ નામનો ભંયકર રોગ દેખાયો હતો.કેમકે ચોમાસુ ડાંગર હવે તૈયાર છે અને ડાંગર ની કંઠી આવવાની શરૂઆત થઇ અને અચાનક આ સુકારા નો રોગ દેખાતા પાક બરબાદ થઇ જતા ખેડૂતોને ભારે નુકશાન થવાનો ભય સતાવી રહ્યો છે અને પાક કેવી રીતે બચી શકે એ માટે કૃષિ વૈજ્ઞાનિકોની સલાહ મુજબ ડ્રોન થી દવાનો છંટકાવ કરી રહ્યા છે જેમાં ખેડૂતોને દવા છંટકાવ નો વીઘે 1200 રૂ. નો ખર્ચ કરવાનો વારો આવ્યો છે.સુરત અને નવસારી યુનિવર્સીટી ના કૃષિ વેજ્ઞાનિક ડો. જનકસિંહ રાઠોડ પણ ચિંતા વ્યક્ત કરતા આવું કહ્યું.
આમતો સામાન્ય રીતે દર વર્ષે શેરડીમાં વાઈટ ફ્લાઇ નો રોગ જોવા મળે છે પરંતુ હાલમાં બે દિવસથી ડાંગરના પાકમાં રોગ દેખાતા દક્ષિણ ગુજરાતમાં ડાંગર ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને ડાંગર નો તૈયાર થયેલો ઉભો પાક બચાવવાં ખાનગી એજન્સી ના ડ્રોન વડે વીઘે 700 થી વધુ રૂ. ચૂકવી ડાંગર ખેતરોમાં દવાનો છંટકાવ કરી રહ્યા છે. જેથી તેમનો પાક બચી જાય.. જોકે ગ્લોબલ વોર્મિંગ ની અસર હવે ખેતીમાં જોવા મળી રહી છે એ ચિંતાની વાત છે.
@ મહેન્દ્રસિંહ માંગરોલા ઓલપાડ
આ પણ વાંચો:પાટણના રાધનપુરમાં ધોધમાર વરસાદથી ખેડૂતોને હાલાકી
આ પણ વાંચો:પાટણમાં લોકસભા સાંસદે CMને લખ્યો પત્ર, ખેડૂતો માટે કરી માગ
આ પણ વાંચો:ગુજરાતમાં છુટાછવાયા સ્થળોએ પડ્યો વરસાદ, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ડર
