Patan News: પાટણમાં (Patan) લોકસભાના સાંસદે મુખ્યમંત્રીને (Chief Minister) પત્ર લખી ભારે વરસાદને પગલે ખેડૂતોને નુકસાનને લઈ સર્વે કરવાની માગ કરી છે. ભરતસિંહ ડાભી જેઓ પાટણ લોકસભાનાં સાંસદ છે, તેમણે આ વર્ષે ઉત્તર ગુજરાતમાં પડેલા ભારે વરસાદને કારણે થયેલા ખેતીના પાકને નુકસાનને લઈ સર્વે કરવાની માગ પત્રમાં લખીને રજૂ કરી છે.
પાટણ લોકસભા વિસ્તારમાં ભારે વરસાદ થવાને લઇ ખેડૂતોએ સાંસદ ભરતસિંહ ડાભીને રજૂઆત કરી હતી. જેથી અતિભારે વરસાદથી થયેલા નુકસાનને લઇ ભરતસિંહ ડાભીએ મુખ્યમંત્રીને સર્વે કરવાની માગ કરી છે. ખેતી અને બાગાયતી પાકને વરસાદને લઇ મોટું નુકસાન થયાનો પત્રમા ઉલ્લેખ કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા ઝડપભેર નુકસાનીનું સર્વે કરી સહાય મંજૂર કરવા માગ કરાઈ છે.
આ વર્ષે સરેરાશ 50 ટકા જેટલો વરસાદ પાટણમાં નોંધાયો છે, છેલ્લા થોડા દિવસથી અતિભારે વરસાદ વરસતા ઉત્તર ગુજરાતમાં આભ ફાટી પડ્યું હતું. નદીઓ બે કાંઠે વહી હતી. જેથી ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ખેતી પર નભતા લોકોને આજીવિકા મેળવવા બે પાંદડા ભેગા કરવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો:પાટણના ચાર યુવકો સાઇબર ક્રાઇમનો ભોગ બન્યાં
આ પણ વાંચો:પાટણ જિલ્લા પોલીસે શ્રાવણીયો જુગાર રમતા 26 શકુનિને ઝડપી પાડ્યા
આ પણ વાંચો:પાટણમાં 11 વર્ષની સગીરાને અડપલા કરનારા પોલીસ કર્મીને ત્રણ વર્ષની સજા