Ahmedabad News/ વિશ્વઉમિયાધામના પ્રમુખના એક આહવાન પર 24 કલાકમાં અમદાવાદ-મુંબઈથી આવ્યું કરોડો રૂપિયાનું દાન

Vishvumiya Dham Jaspurના પ્રમુખ આર.પી. પટેલના 69મા જન્મદિવસે અમદાવાદ અને મુંબઈના દાતાઓએ 690 લાખનું દાન આપ્યું. જાણો જન્મદિવસની આ અનોખી ઉજવણી વિશે.

Gujarat Ahmedabad
Vishvumiya Dham Jaspur Donation

Vishvumiya Dham Jaspur Donation: સનાતન ધર્મ અને પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્ર સમાન વિશ્વઉમિયાધામના નિર્માણમાં વધુ એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન (જાસપુર-અમદાવાદ) ના પ્રણેતા અને પ્રમુખ આર.પી. પટેલના 69મા જન્મદિવસ નિમિત્તે દાતાઓએ ઉદાર હાથે દાન આપીને ભક્તિ અને સેવાનો અનોખો સમન્વય સર્જ્યો છે. પ્રમુખના જન્મદિવસે માત્ર 24 કલાકમાં 690 લાખ (₹6.9 કરોડ) નું માતબર દાન મા ઉમિયાના ચરણોમાં અર્પણ થયું છે.

Vishvumiya Dham Jaspur Donation

 શુભેચ્છાને બદલે માંગ્યું મંદિર માટે દાન

સામાન્ય રીતે જન્મદિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવતી હોય છે, પરંતુ આર.પી. પટેલે આ દિવસે પણ સમાજ અને ધર્મને પ્રાધાન્ય આપ્યું હતું. તેમણે અમદાવાદ અને મુંબઈમાં તેમને શુભેચ્છા આપવા આવતા તમામ સ્નેહીજનો અને અગ્રણીઓને વ્યક્તિગત ભેટના બદલે વિશ્વઉમિયાધામ (Vishvumiya Dham)ના નિર્માણ માટે દાન આપવા પ્રેરણા આપી હતી. આ હાકલને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો અને જોતજોતામાં કરોડો રૂપિયાનું દાન એકત્ર થયું.

મુંબઈમાં VIBES ચેપ્ટરનું ઉદ્ઘાટન

આર.પી. પટેલે પોતાના 69મા જન્મદિવસની ઉજવણી મુંબઈ ખાતે VIBES (Vishwa Umiya International Business Entrepreneurs and Social) ના નવા ચેપ્ટરના ઉદ્ઘાટન સાથે કરી હતી. આ પ્રસંગે મુંબઈના ઉદ્યોગપતિઓ અને સમાજ શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મંદિર નિર્માણમાં પોતાનું યોગદાન નોંધાવ્યું હતું.

Vishvumiya Dham: યુવાનો અને વ્યાપારિક પ્રગતિ પર ભાર

આજકાલ જ્યારે દેશના યુવાનો ‘વિકસિત ભારત’ અને ‘આત્મનિર્ભર ભારત’ ના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે, ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો બિઝનેસ વિભાગ (VIBES) રાજ્યના વિવિધ શહેરોમાં સર્વ સમાજને સાથે રાખીને બિઝનેસ ગૃપ ચલાવી રહ્યો છે. આ નેટવર્ક દ્વારા યુવાનોને રોજગારી અને વ્યાપારમાં નવી તકો પૂરી પાડવાનું કામ થઈ રહ્યું છે.

મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલું આ મંદિર નિર્માણ કાર્ય હવે જન-જનનું અભિયાન બની ગયું છે


આ પણ વાંચો:સોનગઢ નજીક ઝાડ સાથે કાર અથડાતા અકસ્માત, બાળકી સહિત ત્રણ લોકોના મોત

આ પણ વાંચોઃ Weather News/ગુજરાતમાં માવઠું, જાણો ક્યારે કમોસમી વરસાદ પડશે

આ પણ વાંચોઃ Board result/બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર થાય તેવી સંભાવના