Lifestyle/ અણગમતા વાળ દૂર કરવા માટે લીંબુ અને ખાંડનો વેક્સ ઘરે જ બનાવો…બ્યુટી પાર્લરનો ખર્ચ બચાવો!

Wax (વેક્સ) ઘરે બનાવવામાં આવે તે તમારા નાણા પણ બચે છે અને ત્વચાને નુકસાન પહોંચાડતા હાનિકારક કેમિકલ્સથી પણ સ્કિનનું રક્ષણ થઇ શકે છે…

Trending Tips & Tricks Fashion & Beauty Lifestyle
Wax,વેક્સ, ધરે, બ્યુટી પાર્લર, ખર્ચ

Lifestyle: અણગમતા વાળ દૂર કરવા માટે લોકો બ્યુટી પાર્લર (Beauty Parlour)માં જઇને વેક્સ (Wax) કરાવતા હોય છે. પણ એમાં ઘણો ખર્ચ થતો હોય છે અને કેમિકલયુક્ત વેક્સ પણ વપરાતો હોય છે! તમે ઘરે જ કેમિકલ ફ્રી નેચરલ વેક્સ બનાવી શકો છો. ઘરે એને તદ્દન કુદરતી સામગ્રીથી બનાવવામાં આવે છે. એ ત્વચા માટે અત્યંત સુરક્ષિત હોય છે અને એનાથી બળતરા, રેશિઝ કે એલર્જીની સંભાવના ઓછી રહે છે.

ઘરે બનાવેલો વેક્સ તમારા નાણા પણ બચાવે છે અને ત્વચાને નુકસાન પહોંચાડતા હાનિકારક કેમિકલ્સથી પણ સ્કિન (Skin)નું રક્ષણ કરે છે. તમારી સ્કિન ટાઇપ મુજબ, વેક્સમાં અન્ય સામગ્રી મિક્સ કરીને તમે તમારી આવશ્યકતા અનુસાર તૈયાર કરી શકો છો. અહિં તમને લીંબુ અને ખાંડનો ઉપયોગ કરીને વેક્સ બનાવવાની ટિપ્સ આપીશું. લીંબુ તમારી ત્વચાને ક્લીન કરવાનું કામ કરે છે.ખાંડ એક નેચરલ એક્સફોલિએટર છે, જે ડેડ સ્કિન સેલ્સને દૂર કરીને સ્મૂધ બનાવે છે.

Wax,વેક્સ, ધરે, બ્યુટી પાર્લર, ખર્ચ

શી રીતે બનાવશો લીંબુ અને ખાંડનો વેક્સ (Wax) ?

લીંબુ અને ખાંડનો વેક્સ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી

1 કપ પાણી (Water)

1 કપ ખાંડ (Sugar)

1/4 કપ લીંબુનો રસ (Lemon Juice)

2 ચમચી મધ (Honey)

જરુર પ્રમાણે વેક્સ સ્ટ્રિપ્સ (Wax Strips)

Wax,વેક્સ, ધરે, બ્યુટી પાર્લર, ખર્ચ

બનાવવાની વિધિ

1. વેક્સ બનાવવા માટે સૌપ્રથમ એક નૉનસ્ટિક પૅન (Non Stick Pen) લઇ લેજો. ત્યાર બાદ, ઉપર દર્શાવેલી માત્રા મુજબની સામગ્રી મિક્સ કરી લો.

2. આ તમામ વસ્તુઓને સારી રીતે ઉકાળીને એક ઉભરો આવે ત્યાં સુધી ધીમા તાપે પકાવી લો.

3. પકાવતી વખતે વચ્ચે-વચ્ચે કડછીથી હલાવતા રહેવું.

4. એને ત્યાં સુધી પકાવવું જ્યાં સુધી પાણી ઉડી જઇને એક ઘટ્ટ ચાસણી બની જાય.

5. ત્યાર બાદ એને ગૅસ પરથી ઉતારીને એક કાચના જાર કે કન્ટેનરમાં ભરી દેવોય

6. પછી આ જારને બરફવાળા ઠંડા પાણીમાં રાખી દેવો.

તો તૈયાર છે તમારો ઘરે બનાવેલો કુદરતી વેક્સ (Natural Wax)….જેના ઉપયોગથી તમે ચિંતા વિના અણગમતા વાળ (Unwanted Hair) ને દૂર કરી શકો છો.


આ પણ વાંચો: અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!

આ પણ વાંચો: હળદરનો ફેસપૅક ત્વચાને બનાવશે ગ્લોઇંગ…માત્ર 3 વસ્તુઓથી બની જશે!

આ પણ વાંચો: શું તમારી ત્વચા સંવેદનશીલ અને શુષ્ક છે? સાવધાની સહિત લગાવો ચોખાના લોટનો ફેસપૅક…