Lifestyle/ બટાટા અને ઇંડા બાફતી વખતે લીંબુનો ટુકડો ઉમેરવાથી શું થાય છે? જાણીશું આ ટ્રિક વિશે…

આજકાલ સોશિયલ મીડિયા પર રેસિપીની એક ટ્રિક વાયરલ થઇ રહી છે અને એ છે લીંબુનો ઉપયોગ કરીને બટાટા અને ઇંડાને બાફવાની..! જાણો, આના શા ફાયદા છે?

Trending Tips & Tricks Food Lifestyle

Lifestyle: ગૃહિણી માટે ઘરકામ (Household Job) એ સરળ ટાસ્ક નથી! આ જૉબ કલાકોની અને થકવી દેનારી પણ હોય છે પરંતુ, તમને અમે અવારનવાર એવી ટિપ્સ અને ટ્રિક્સ (Tips & Tricks) જણાવતા આવ્યા છીએ અને આગળ પણ જણાવતા પણ રહીશું કે જેનાથી, તમારું કામ થોડું આસાન બની જાય! આજકાલ સોશિયલ મીડિયા (Social Media) પર રેસિપી રિલેટેડ વિડીયોઝમાં એક ટ્રિક વાયરલ થઇ રહી છે અને એ છે લીંબુ (Lemon) નો ઉપયોગ કરીને ઇંડા અને બટાટાને બાફવાની..! જો તમારી પાસે લીંબુ કે લીંબુનો રસ (Lemon Juice) હોય તો તમે એ પણ ઉમેરી શકો છો. હવે એ બાબત અંગે જાણીશું કે, આમ કરવાથી કયા ફાયદા થાય છે?

બટાટા બાફતી વખતે લીંબુનો ટુકડો ઉમેરવાથી શું થાય છે?

બટાટા (Potato) બાફતી વખતે પ્રેશર કૂકર (Pressure Cooker) અથવા તો કોઇ અન્ય વાસણ હોય તો એ કાળું પડી જાય છે. વિશેષ કરીને જો એલ્યુમિનિયમ (Aluminium)ના વાસણો કે કૂકર વાપરતા હો તો એ બહુ કાળા (Black) થઇ જાય છે. પરંતુ, જો એમાં બટાટા બાફતી વખતે જો તમે લીંબુનો ટુકડો ઉમેરી દેશો તો એ સહેજ પણ કાળું નહિં પડે અને સાફ થઇ જશે એ ફાયદામાં!

ગરમ પાણીની સાથે લીંબુનો પ્રયોગ કરવાથી વાસણ તદ્દન સ્વચ્છ થઇ જાય છે. બટાટા પણ પચપચી જતાં નથી અને સરસ રીતે બફાઇ પણ જાય છે. અધૂરામાં પૂરું, એની છાલ પણ આસાનીથી કાઢી શકાય છે.

લીંબુ નાખવાથી ઈંડા બાફવામાં શો ફરક પડે છે?

જ્યારે પણ તમે ઇંડા (Eggs)ને બાફવા માટે ઉકાળેલા પાણીમાં એક નાનકડો લીંબુનો ટુકડો ઉમેરી દેશો તો ઇંડાની છાલને ઓછી મહેનતે, આસાનીથી દૂર કરી શકાય છે. બીજો ફાયદો એ છે કે, ઇંડાની સ્મૅલ (Smell) આવે છે એ પણ નહિં આવે! આ ઉપરાંત, લીંબુ ઉમેરવાથી ઇંડા ઉકાળતી વખતે ફૂટતા પણ નથી! અર્થાત્ ઇંડા ઉકાળવા (Boiling)નું કામ ઘણું જ સરળ બની જશે અને એ પણ કેવળ એક નાનકડો લીંબુના ટુકડો ઉમેરવાથી!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડાપ્રધાન મોદી આ સુપર ફૂડને વર્ષમાં 300 દિવસ ખાય છે! એ છે પોષણનો ખજાનો, ‘મખાના’..!

આ પણ વાંચો: બીટ-બ્રેડ ક્રમ્સ કટલેટ…સ્વાદ અને સ્વાસ્થ્યનું ઉત્તમ કોમ્બિનેશન, નાના-મોટાં સૌની પસંદ રેસિપી..!