Bollywood/ જાણો, દિલ્હીમાં પબની બહાર અજય દેવગન સાથે થયેલ મારપીટ અંગે શું કહ્યું એક્ટરે…

બોલીવુડ અભિનેતા અજય દેવગનને માર મારવાનો એક કથિત વીડિયો એકદમ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અભિનેતા દિલ્હીના પબની બહાર હતો.

Trending Entertainment

બોલીવુડ અભિનેતા અજય દેવગનને માર મારવાનો એક કથિત વીડિયો એકદમ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અભિનેતા દિલ્હીના પબની બહાર હતો. જેમાં લોકોએ તેને ઢોર માર માર્યો હતો. તે જ સમયે, અભિનેતા અજય દેવગણની ઓફિસે એક નિવેદન જારી કર્યું છે કે, દિલ્હીમાં થયેલા વિવાદના વીડિયોમાં તે નથી.

વીડિયોમાં પબની બહાર બે માણસો લડતા બતાવવામાં આવ્યા છે, જે અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. પુરુષોમાં એક સફેદ શર્ટ પહેરેલા શખ્સને અજય દેવગન સમજવામાં આવ્યો છે.

આ પણ વાંચો :શિલ્પાના આ વન શોલ્ડર કેપ ઘરારા ડ્રેસની કિંમત છે 45,800 રુપિયા, જુઓ સિઝલિંગ લૂક

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જાન્યુઆરી 2020 માં ‘તાન્હાજી-ધ અનસંગ વોરિયર’ ના પ્રચાર પછી અજય દેવગન દિલ્હીની મુલાકાત લીધી નથી. તેથી, દિલ્હીના પબની બહારના ઝગડામાં સુપરસ્ટાર્સ સાથે સંકળાયેલા મીડિયા અહેવાલો સંપૂર્ણપણે પાયાવિહોણા અને અસત્ય છે. અમે ન્યૂઝ એજન્સીઓને વિનંતી કરીએ છીએ અને મીડિયાને એ નોંધવા જણાવીશું કે દેવગન છેલ્લા 14 મહિનાથી મુંબઇમાં છે અને ‘મેદાન’, ‘મેડે’ અને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. મીડિયાને તથ્યોની તપાસ કરવા વિનંતી છે.

આપને જણાવી દેઈ કે, સોશિયલ મીડિયા પર એક યૂઝરે આ દિલ્હીના પબની બહારનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં સફેદ શર્ટ પહેરેલી વ્યક્તિને ઢોરમાર મારવામાં આવી રહ્યો છે. વીડિયો પોસ્ટ કરતી વખતે આ વ્યક્તિએ લખ્યું છે – ‘મને ખબર નથી કે તે અજય દેવગન છે કે નહીં. પરંતુ, લોકોમાં વિક્ષેપ ફેલાતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યો છે. જેનો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે અજય દેવગન છે. ‘

આ પણ વાંચો :‘બાહુબલી’ પ્રભાસે ખરીદી તેની ડ્રીમ કાર, કિંમત સાંભળીને ઉડી જશે તમારા હોશ

https://twitter.com/lalitkumartweet/status/1376279926207180803?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1376279926207180803%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fmantavyanews.com%2Fpost%2Ffact-check-is-ajay-devgan-beaten-up-publicly-know-the-truth-behind-this-viral-video-ms

વીડિયોમાં જોવામાં આવેલી વ્યક્તિ ખૂબ જ નશો કરેલી હાલતમાં જોવા મળી રહી છે. પરંતુ, તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી. જેના કારણે કહેવું મુશ્કેલ છે કે આ બોલિવૂડ અભિનેતા અજય દેવગન છે. ઘટના બાદ પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો :પંજાબી સિંગર દિલજાનનું અકસ્માતમાં મોત, ચાહકોમાં શોક

અજયે બદલ્યું નામ

તાજેતરમાં જ અજય દેવગને સોશિયલ મીડિયા પર કહ્યું છે કે બધાએ મને અજય દેવગન કહેવાનું બંધ કરવું જોઈએ. અભિનેતાએ કહ્યું છે કે દુઆ મેં  યાદ રખના નામ સુદર્શન હૈ. આ પોસ્ટ પછી, ચાહકો સમજી ગયા છે કે અજય તેની આગામી ફિલ્મ વિશે વાત કરી રહ્યો છે. હવે જોવાનું એ છે કે તેનું આ નામ અજયની કઈ ફિલ્મમાં છે. તો પણ, અજયનું અસલી નામ વિશાલ છે. અજય દેવગન ટૂંક સમયમાં ફિલ્મ મેદાનમાં જોવા મળશે. અપેક્ષા છે કે આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થશે.