Friendship and Romance Balance Tips: આજની ભાગદોડભરી જીવનશૈલીમાં દરેક સંબંધને સાચવી રાખવો એ એક કળા છે. ઘણીવાર આપણે અજાણતા જ એક સંબંધને બીજા કરતા વધુ મહત્વ આપવા લાગીએ છીએ, જેની સીધી અસર આપણી માનસિક શાંતિ પર પડે છે. ખાસ કરીને જ્યારે વાત ‘બેસ્ટ ફ્રેન્ડ’ અને ‘લાઇફ પાર્ટનર’ વચ્ચે સંતુલન જાળવવાની હોય, ત્યારે સમજદારી અને પારદર્શિતા ખૂબ જરૂરી બની જાય છે.
પાર્ટનર અને મિત્રોની મુલાકાત કરાવો
તમારા મિત્રોને તમારા પાર્ટનર સાથે ચોક્કસ મેળવો. આનાથી બંને પક્ષો એકબીજાને સારી રીતે સમજી શકશે અને તમારા સંબંધોમાં પારદર્શિતા (Transparency) આવશે. જ્યારે તમારા મિત્રો (Friendship) અને પાર્ટનર એકબીજા સાથે હળીમળી જાય છે, ત્યારે તમારે કોઈ એક પક્ષની પસંદગી કરવાની નોબત આવતી નથી અને સામાજિક મેળાવડાઓમાં સંતુલન જાળવવું સરળ બને છે.
સમયનું યોગ્ય આયોજન
કોઈપણ સંબંધને ટકાવી રાખવા માટે તેને સમય આપવો અનિવાર્ય છે. જેટલું મહત્વ રોમેન્ટિક સંબંધ માટે સમય કાઢવાનું છે, તેટલું જ મહત્વ જૂની દોસ્તીને નજરઅંદાજ ન કરવાનું પણ છે. બંને માટે સંતુલિત સમય ફાળવો. અઠવાડિયામાં અમુક સમય માત્ર પાર્ટનર માટે રાખો અને અમુક સમય માત્ર મિત્રો સાથે વિતાવવા માટે અનામત રાખો, જેથી કોઈને પણ તમારી ગેરહાજરી ન સાલે.
Friendshipની સ્પષ્ટ મર્યાદાઓ નક્કી કરો
દોસ્તો (Friendship) અને પાર્ટનર વચ્ચે કેટલીક મર્યાદાઓ હોવી ખૂબ જરૂરી છે. ક્યારેક તમારે તમારા પાર્ટનર સાથે ક્વોલિટી ટાઇમ વિતાવવાની જરૂર હોય છે, તો ક્યારેક મિત્રો સાથે દિલ ખોલીને વાતો કરવાની જરૂર હોય છે. બંને માટે અલગ-અલગ મર્યાદાઓ નક્કી કરવાથી ભવિષ્યમાં કોઈ ગેરસમજ ઉભી થતી નથી અને બંને સંબંધો પોતપોતાની જગ્યાએ મજબૂત રહે છે.
દરેક સંબંધમાં પ્રામાણિકતા અને સ્પેસ આપો
તમારા મિત્રો અને પાર્ટનર બંને સાથે ઈમાનદારીથી વર્તો. તેમને અહેસાસ કરાવો કે તમારા જીવનમાં બંનેનું સમાન મહત્વ છે. આ સાથે જ, દરેક સંબંધમાં ‘પર્સનલ સ્પેસ’ હોવી અનિવાર્ય છે. પાર્ટનર હોય કે મિત્ર, દરેકને થોડો વ્યક્તિગત સમય આપો. આ સ્પેસ સંબંધોમાં મિઠાસ જાળવી રાખે છે અને કોઈ પણ પક્ષ ગૂંગળામણ અનુભવતું નથી.
સંબંધોની દોરને એકબીજામાં ન ઉલઝાવો
સૌથી મહત્વની વાત એ છે કે દોસ્તી (Friendship)અને રોમેન્ટિક સંબંધને હંમેશા અલગ રાખો. ઘણા લોકો મિત્રો સાથે બેસીને પોતાના પાર્ટનરની ખાનગી વાતો કે બેડરૂમ સિક્રેટ્સ શેર કરવા લાગે છે, જે સંબંધને જટિલ બનાવી શકે છે. તમારી ખાનગી સમસ્યાઓનો ઉકેલ પાર્ટનર સાથે બેસીને જ કાઢો, તેને મિત્રો વચ્ચે ચર્ચાનો વિષય ન બનાવો.
હંમેશા હકારાત્મક અભિગમ રાખો
તમારા સંબંધોમાં ક્યારેય નકારાત્મકતાને સ્થાન ન આપો. જો તમે તમારા પાર્ટનરની કોઈ વાતથી પરેશાન હોવ, તો તે વાત મિત્રો સાથે શેર કરીને પાર્ટનરની છબી ખરાબ કરવાને બદલે, સીધી વાતચીત (Communication) દ્વારા ઉકેલો. પોઝિટિવિટી જ સંબંધોને લાંબો સમય ટકાવી રાખે છે.
આ પણ વાંચો:ડેટિંગ એપ પર છોકરીઓની પ્રોફાઈલમાં Book Boyfriend દેખાય તો સમજી જજો કે …
આ પણ વાંચો:પહેલીવાર ડેટિંગ એપ ટ્રાય કરી રહ્યા છો? તમારી એક નાની ભૂલ તમને મુસીબતમાં મૂકી શકે છે!
આ પણ વાંચો:‘ડેલુલુ ડેટિંગ’ શું છે? રેડ ફ્લેગ છતાં સંબંધમાં રહેવાનો વાયરલ ટ્રેન્ડ?



