cricket News/ ક્રિકેટ જગતમાં સૌથી મોટી ઉથલપાથલ! T20 વર્લ્ડ કપ પહેલા USAએ આ મોટી ટીમને હરાવીને રચ્યો ઈતિહાસ

T20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા યોજવામાં આવનાર છે.

Top Stories Trending Sports

USA Cricket Team: T20 વર્લ્ડ કપ 2024 (T20 World Cup 2024) વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા યોજવામાં આવનાર છે. 1 જૂનથી શરૂ થઈ રહેલી આ ટુર્નામેન્ટ પહેલા અમેરિકન ટીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોટી ઉથલપાથલ મચાવી છે. યુએસ ટીમે એવા દેશને હરાવ્યો છે જેણે ચેમ્પિયન ટીમોને હરાવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટોપ-10 ટીમો સામે અમેરિકાની આ બીજી જીત પણ છે. T20 વર્લ્ડ કપ 2024 પહેલા આ પલટાએ ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે.

ક્રિકેટ જગતમાં સૌથી મોટી ઉથલપાથલ!

વાસ્તવમાં ટી20 વર્લ્ડ કપ 2024 પહેલા યુએસ ટીમ બાંગ્લાદેશ સામે ઘરઆંગણે 3 મેચની ટી20 સીરીઝ રમી રહી છે. સિરીઝની પહેલી જ મેચમાં મોટી ઉથલપાથલ! જોવા મળી હતી. અમેરિકાએ બાંગ્લાદેશ જેવી મોટી ટીમને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. બાંગ્લાદેશ સામે અમેરિકાની આ પ્રથમ જીત છે. તે જ સમયે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની સંપૂર્ણ સભ્ય ટીમ સામે અમેરિકાની આ બીજી જીત છે. આ પહેલા અમેરિકાએ આઇરિશ ટીમને હરાવી હતી.

બાંગ્લાદેશની બેટિંગ ફ્લોપ રહી

બંને ટીમો વચ્ચેની આ મેચ હ્યુસ્ટનના પ્રેરી વ્યૂ ક્રિકેટ કોમ્પ્લેક્સમાં રમાઈ હતી. આ મેચમાં યજમાન યુએસએની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટીમનો આ નિર્ણય સાચો સાબિત થયો. બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 153 રન જ બનાવી શકી હતી. બાંગ્લાદેશ તરફથી તૌહિદ હૃદયે સૌથી વધુ 58 રન બનાવ્યા હતા. મહમુદુલ્લાહે પણ 31 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે અમેરિકા તરફથી સ્ટીવન ટેલરે 2, સૌરભ નેત્રાવલકર, અલી ખાન અને જેસી સિંહે 1-1 વિકેટ લીધી હતી.

અમેરિકાએ ટાર્ગેટનો પીછો કરીને બધાને ચોંકાવી દીધા

અમેરિકાએ 154 રનનો ટાર્ગેટ 19.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. યજમાન ટીમ તરફથી કોરી એન્ડરસને 34 રન અને હરમીત સિંહે 33 રનની ઇનિંગ રમી હતી. આ બંને ખેલાડીઓ પોતાની ટીમની જીતના હીરો હતા. આ પહેલા ઓપનર સ્ટીવન ટેલરે 28 રન અને કેપ્ટન મોનાંક પટેલે 12 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી મુસ્તાફિઝુર રહેમાને 2 વિકેટ લીધી હતી. હવે બંને ટીમો વચ્ચે શ્રેણીની બીજી મેચ 23 મે અને ત્રીજી મેચ 25 મેના રોજ રમાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતની દીપ્તિ જીવનજીએ 400 મીટરમાં વર્લ્ડ રેકોર્ડ સર્જયો

આ પણ વાંચો:ધોની ટૂંક સમયમાં મોટો ધડાકો કરે તેવી સંભાવના

આ પણ વાંચો:ટીમ ઈન્ડિયાનું કોચિંગઃ બીજા લોકો તલપાપડ તો આ ખેલાડીએ પાડી ના…

આ પણ વાંચો:ધોનીએ સૌથી લાંબી સિક્સર ફટકારી, જુઓ બોલ કેટલે દૂર ગયો…