Ahmedabad News: અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયેલા આતંકવાદીઓની પૂછપરછ દરમિયાન થયેલા ચોંકાવનારા ખુલાસામાં વિસ્ફોટક માહિતી સામે આવી છે. પકડાયેલા ચારેય આતંકવાદીઓનો આકા પાકિસ્તાનનો અબ બકર છે. તેમની પાસેથી તેમના આકાનો ફોટો પણ મળી આવ્યો છે. અબુબકરના નિર્દેશન હેઠળ જ આ ચારેય આતંકીઓની ટ્રેનિંગ ફેબ્રુઆરીથી ચાલી રહી હતી. હુમલો એ તાલીમનો છેલ્લો ભાગ હતો. ચાર આતંકવાદીઓની ધરપકડ બાદ ATSએ તેમના પરિવારજનોને જાણ કરી છે. એટીએસને આરોપીના મોબાઈલ ફોનમાંથી અપશબ્દોનો વીડિયો અને તેના પાકિસ્તાન સ્થિત આકા અબુ બકર પાકિસ્તાનીનો ફોટો મળી આવ્યો છે. તેની પાસેથી બે નવા મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
આ આતંકવાદીઓનું નિશાન બીજેપી અને આરએસએસના નેતાઓ હતા અને તેમનો ટાર્ગેટ હત્યાનો પ્લાન હતો. ગુજરાત ATSની તપાસમાં સામે આવ્યું છે કે ચારમાંથી બે આતંકવાદીઓ 38 વખત ભારતમાં આવ્યા છે. એક આતંકવાદીએ પોતાને કાપડના વેપારી તરીકે ઓળખાવ્યો હતો. બીજો આતંકવાદી પહેલા ભારતમાં દાણચોરી માટે આવ્યો હતો. હવે તેઓ પાકિસ્તાનના અબુબકરના સંપર્કમાં કયાંથી આવ્યા, ક્યારથી તે આઇએસઆઇએસમાં જોડાયા તેના અંગેની સઘન પૂછપરછ ચાલી રહી છે. પાકનો અબુબકર જ તેમને ભારતમાંથી ક્યાંથી શસ્ત્રો મેળવવા, ક્યારે કોના પર હુમલો કરવો, તેની રેકી કરવી, રેકી કેવી રીતે કરવી તેનું બધા દિશાનિર્દેશન આપવાનો હતો.
આતંકવાદી નુસરત ડ્રગ સ્મગલર છે. જ્યારે શ્રીલંકાની રાજધાની કોલંબોમાં આતંકવાદી રાસદિન સામે હુમલાના 5 કેસ નોંધાયેલા છે. ચાર ISIS આતંકવાદીઓની ધરપકડ અંગે એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ જણાવ્યું હતું કે ફોન ઉપકરણો મળી આવ્યા છે અને તેને તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવી રહ્યા છે. આમાંથી મળેલા ડેટામાં મેઈલ આઈડી અને એપ્લિકેશન નંબરનો ડેટા ઉપલબ્ધ છે. કેન્દ્ર અને વિવિધ રાજ્યોની પોલીસ તપાસ કરી રહી છે. તમામ આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને રીઢા ગુનેગાર છે. હાલ તમિલનાડુ એટીએસ ચારેયની પૂછપરછ કરવા અમદાવાદ પહોંચી છે. ચારેય આતંકીઓ ચેન્નાઈથી કોલંબો થઈને અમદાવાદ પહોંચ્યા હતા. તમિલનાડુમાં સંપર્કો અને રોકાણ અને અન્ય બાબતો અંગે પૂછપરછ કરવામાં આવી હતી.
હાલ એટીએસે તેના ફોનમાંથી હિસ્ટ્રી રીકવર કરવા માટે એફએસએલ મોકલી છે. ચારેય આતંકવાદીઓની અલગ-અલગ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ આતંકવાદીઓ સિગ્નલ એપ દ્વારા વાતચીત કરતા હતા. પાકિસ્તાનમાં અબુ સાથે વાતચીત કરવા માટે સિગ્નલ એપનો પણ ઉપયોગ કર્યો. બે મોબાઈલમાં ચેન્નાઈ એરપોર્ટના વાઈફાઈનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ATSએ ચેન્નાઈ અને અમદાવાદ એરપોર્ટ પરથી વાઈફાઈ ડેટા એકત્ર કર્યો છે. તમિલનાડુ એટીએસની એક ટીમ ગુજરાત પહોંચી છે. કેન્દ્રીય એજન્સીઓ અને અન્ય રાજ્ય પોલીસ પણ તપાસ કરશે. આતંકવાદી ફારીસની પણ ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
તપાસની આગેવાની ડીવાયએસપી કક્ષાના અધિકારી કરશે. અન્ય કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ સંયુક્ત પૂછપરછ કરશે. આ આતંકવાદીઓના નિશાના પર ભાજપ અને આરએસએસના સભ્યો હતા. તેમની પાસે ટાર્ગેટ કિલિંગનો પ્લાન હતો. ચારેય આતંકવાદીઓ અબુ બકર બગદાદીના નિર્દેશ પર કામ કરી રહ્યા હતા. યહૂદીઓ અને ખ્રિસ્તીઓના ધાર્મિક સ્થળો પણ આતંકવાદીઓના નિશાને હતા. કેન્દ્રીય એજન્સીઓ પાસેથી મળેલા ઈનપુટ્સના આધારે ગુજરાત એટીએસ એલર્ટ પર હતી અને ગુજરાત એટીએસ લાંબા સમયથી એરપોર્ટ પર ચાંપતી નજર રાખી રહી હતી. મેટ્રોપોલિટન કોર્ટે ચારેય આતંકીઓને 14 દિવસના રિમાન્ડ આપ્યા છે. આ આતંકવાદીઓ ISISની વિચારધારા સાથે જોડાઈને જેહાદી બન્યા હતા. તેમની પાસેથી પાકિસ્તાનમાં બનેલી ત્રણ પિસ્તોલ અને 20 કારતૂસ મળી આવ્યા છે. પિસ્તોલ પર સ્ટાર અને કારતૂસ પર FATA લખેલું છે. આ FATA પાકિસ્તાનમાં આવેલું છે. આતંકીઓ પાસેથી ISISનો કાળો ઝંડો પણ મળી આવ્યો છે.
હમાસ અને પેલેસ્ટાઈન વચ્ચેની ઘટના બાદ આ આતંકવાદીઓ વધુ સક્રિય થયા હતા. આતંકીઓને કહેવામાં આવ્યું હતું કે ભારત અને અમેરિકા હમાસને મદદ કરી રહ્યા છે. અમદાવાદ નજીક નાના ચિલોડામાં આશરે એક મહિનાની અંદર હથિયારો લાવ્યા હોવાનો અંદાજ છે. ATSએ ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ તપાસ શરૂ કરી છે. આ તપાસમાં ATSએ 6 દુભાષિયાઓને જોડે રાખીને પૂછપરછ શરૂ કરી છે. કેન્દ્રીય એજન્સીઓ પણ આ તપાસમાં સામેલ છે.
આ પણ વાંચો: ‘ભગવાન જગન્નાથ PM મોદીના ભક્ત’ નિવેદનનો વીડિયો વાયરલ થતા ભાજપ નેતા સંબિત પાત્રાએ માંગી માફી
આ પણ વાંચો: મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં ચુકાદો
આ પણ વાંચો: PM મોદી અને રાહુલ ગાંધી સહિત દિગ્ગજ નેતાઓએ રાજીવ ગાંધીને આપી શ્રદ્ધાંજલિ
