Kalol News : કલોલમાં ચૂંટણીનીઅદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો હતો. કલોલના બોરીસણામાં બનેલા આ બનાવમાં વોટ આપ્યા નથી કહીને અપશબ્દો બોલવામાં આવ્યા હતા. જેમાં 10થી 15 માણસોના ટોળા પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તપાસમાં રાજુજી ઠાકોરે ટોળા ઉપર ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું હતું.
ગાડી ચઢાવવાનો પ્રયાસ થતા ગભરાયેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ બનાવમાં ઘાયલ વૃધ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખશેડવામાં આવ્યા હતા. બીજીતરફ પોલીસે આ બનાવ અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો:રાજકોટમાં ‘ખ્યાતિકાંડ’ જેવું કૌભાંડ સામે આવ્યું!
આ પણ વાંચો:રાજકોટ મ્યુનિસિપાલિટીએ ફૂંક્યું બુદ્ધિનું દેવાળુ, અંડરપાસમાં સ્ટોર્મ વોટર લાઇન જ ન નાખી
આ પણ વાંચો:રાજકોટમાં સિંગ તેલમાં ભાવમાં ઉછાળો! ગૃહિણીઓએ બજેટ વધારવું પડશે

