Rajkot News/ રાજકોટમાં ‘ખ્યાતિકાંડ’ જેવું કૌભાંડ સામે આવ્યું!

ખોટા રિપોર્ટ રજૂ કરી મેડિક્લેમ પકવવાનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. રૂપિયા 22 લાખથી વધુનો વીમો પકવવા ખોટા રિપોર્ટ આપ્યા હતા.  

Top Stories Gujarat Rajkot

Rajkot News: રાજકોટ (Rajkot)માં ખોટા તબીબી રિપોર્ટ રજુ કરી મેડિક્લેઈમ (Mediclaim) પકવવાનું કૌભાંડ (Scam) સામે આવતા સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં રાધે હોસ્પિટલના ડૉક્ટર વિપુલ બોડાનું નિવેદન સામે આવ્યું છે.

ડૉક્ટર વિપુલ બોડાએ જણાવ્યું  કે, આ ઘટના થોડા મહિનાઓ પહેલાની છે. ડૉ. અંકિત કાથરાણી હોસ્પિટલમાં દાખલ થવા આવ્યા હતા, પોતાને નબળાઈ હોવાનું ડૉક્ટરે જણાવ્યું હતું. અમારે ત્યાં મોટું બિલ બન્યું નથી. અમારી પાસે દર્દી આવે એટલે સારવાર કરીએ છીએ. સહયોગ ઇમેજિંગનો રિપોર્ટ છે. પોતે ડોક્ટર હોવાથી સારવાર માટે આવ્યા હતા. અમને બદનામ કરવા, અમારૂં નામ જોડી દેવાયું છે. એક દિવસ સારવાર લઈને તેઓ ડિસ્ચાર્જ થયા હતા. અમારે ત્યાં તેમનું મામૂલી રકમનું બિલ બનેલ છે.

રાજકોટમાં ‘ખ્યાતિકાંડ’ જેવું કૌભાંડ સામે આવ્યું છે. ખોટા રિપોર્ટ રજૂ કરી મેડિક્લેમ (Mediclaim) પકવવાનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. રૂપિયા 22 લાખથી વધુનો વીમો પકવવા ખોટા રિપોર્ટ આપ્યા હતા.  ડૉ. વિપુલ બોડાએ સારવાર આપ્યાના કાગળો રજૂ કરવામાં આવ્યા હતા.  રૈયા ચોકડી પાસે આવેલ રાધે હોસ્પિટલના ડૉક્ટરે સારવાર આપી છે. સિવિલમાં આવેલ સહયોગ ઇમેજિંગ સેન્ટરના રિપોર્ટ રજૂ કરાયા છે, ઇમેજિંગ સેન્ટરના બ્રેઇન રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. અગાઉ કૌભાંડમાં સિવિલના ઇમેજિંગ સેન્ટરનું નામ આવ્યું હતું. સમર્પણ હોસ્પિટલના બોગસ રિપોર્ટ કૌભાંડમાં નામ આવ્યું હતું.  ડૉ. અંકિત કાથરાણી સામે પોલીસ ફરિયાદ નોંધી સઘન તપાસ હાથ ધરી છે.

રાજકોટ (Rajkot)માં બોગસ રીતે મેડિક્લેમ (Mediclaim) પકવવાના કૌભાંડ (Scam)નો પર્દાફાશ કરવામાં થયો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી દર્દી મયુર છુંછાર જે દેવામાં ડૂબેલો હતો, તેણે ડૉ. અંકિત સાથે મળીને આ યોજના ઘડી હતી અને ખોટા દસ્તાવેજો રજૂ કરીને 40 લાખ રૂપિયાનો દાવો કર્યો હતો. જેમાંથી, મેડિક્લેમ પાસ થયા બાદ ડૉ. અંકિતને 10 લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું. જ્યારે નકલી મેડિકલ રિપોર્ટ તૈયાર કરવા માટે 5000 રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી કુલ 5 આરોપીઓની ધરપકડ કરી અને તેમને રિમાન્ડ પર લેવા માટે કાર્યવાહી કરી રહી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નરોડામાં નકલી હોસ્પિટલનો પર્દાફાશ, માલિકની ધરપકડ, દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં

આ પણ વાંચો:જો તમારી પાસે વીમો છે તો તમારે ક્લેમ ચૂકવવો પડશે

આ પણ વાંચો:રાજકોટ સમર્પણ હોસ્પિટલના કર્મચારી સહિત 5 આરોપીઓની ધરપકડ