Not Set/ અમદાવાદ/ ડબલીંગ કેસોનો રેસિયો ઘટ્યો, હવે આટલા દિવસે કેસ ડબલ થઇ રહ્યા છે : વિજય નહેરા

અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાંથી 40 જેટલા દર્દીઓ વધુ સાજા થઇ જતા આજે તેમને અમદાવાદની જુદી-જુદી હોસ્પિટલમાંથી સારવાર બાદ રિકવર થવા લાગતા તેમને નેગેટિવ રિપોર્ટ આવી ગયા છે. તેમને એક સાથે 40 દર્દીઓને રજા આપવામાં આવશે. હાલ પ્રક્રિયા ચાલી રહી છે. તેમને આજે બપોરે રજા આપવામાં આવશે  અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતુ કે, અમદાવાદમાં […]

Ahmedabad Gujarat

અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાંથી 40 જેટલા દર્દીઓ વધુ સાજા થઇ જતા આજે તેમને અમદાવાદની જુદી-જુદી હોસ્પિટલમાંથી સારવાર બાદ રિકવર થવા લાગતા તેમને નેગેટિવ રિપોર્ટ આવી ગયા છે. તેમને એક સાથે 40 દર્દીઓને રજા આપવામાં આવશે. હાલ પ્રક્રિયા ચાલી રહી છે. તેમને આજે બપોરે રજા આપવામાં આવશે  અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતુ કે, અમદાવાદમાં કોરોનાના કેસ ડબલિંગ રેટ 9 દિવસનો થયો છે. એક્ટિવ કેસના બમણા થવાનો રેટમાં ઘટાડો થયો છે. એક્ટિવ કેસનો ગ્રોથ રેટ 30-40 ટકાથી ઘટીને 8 ટકા પર આવ્યો છે. ડબલિંગ રેટને 5 ટકા સુધી પહોંચાડવાનો AMCનો પ્રયાસ છે.

17 એપ્રિલે સારવાર હેઠળ કુલ 557 દર્દીઓ હતા જે 3 દિવસમાં ડબલ થઈને 1162 થયા હતા. 9 દિવસ પછી 29 એપ્રિલે 2314 કેસ થયા. આ રેટ પ્રમાણે 15 મે આસપાસ 10થી 15 હજાર કેસ થઈ શકે છે. ડબલિંગ રેટને 12 દિવસ સુધી પહોંચાડવાના AMCના પ્રયાસ છે.  આજે સવારે કોટ વિસ્તારમાં દરિયા પુર પાસે એક ઈશા ફાઉન્ડેશન સંચાલિત લોખંડવાલા હોસ્પિટલ છે જેને આવતીકાલથી અમદાવાદ મહાનગરપાલિકા અને ઈશા ફાઉન્ડેશન મળીને તેને કોવિડ કેર સેન્ટર તૈયાર કરવામાં આવશે. તમામ દર્દીઓની મફત સારવાર કરવામાં આવશે. મનપા તેમને તમામ સગવજ પુરી પાડશે. જરૂર હશે તો સ્ટાફ પણ આપીશું. સાથે સાથે ચાંદખેડામાં 100 બેડની હોસ્પિટલ  તૈયાર કરવામાં આવશે. એસએમએસ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ છે તેને પણ કોવિડ કેર સેન્ટર તરીકે મનપાને સાથ આપીને દર્દી પાસેથી ચાર્જ લીધા વગર સારવાર આપવામાં આવશે .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.